android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: વલસાડના રાહુલ જાખરે હોંગકોંગ એશિયન યુ-20 ડેકાથલોનમાં ગોલ્ડ મેડલ જીત્યો
calendar_today May 30, 2026

Gujarat Latest News Live: વલસાડના રાહુલ જાખરે હોંગકોંગ એશિયન યુ-20 ડેકાથલોનમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
West Bengal: મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક પર પથ્થરમારો,માંડ-માંડ બચાવ્યો જીવ!
calendar_today May 30, 2026

West Bengal: મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક પર પથ્થરમારો,માંડ-માંડ બચાવ્યો જીવ!

પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર ઉગ્ર ટોળા દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. ચૂંટણી પછીની હિંસાના પીડિતોને મળવા પહોંચેલા ટીએમસી નેતાને સ્થાનિક લોકો અને પ્રદર્શનકારીઓના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ઉગ્ર બનેલા ટોળાએ તેમના પર કાચા ઇંડા અને પથ્થરો ફેંક્યા હતા તેમજ તેમની સાથે ઝપાઝપી કરી કપડાં પણ ફાડી નાખ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને સુરક્ષાકર્મીઓએ ત્વરિત કમાન્ડ સંભાળી અભિષેક બેનર્જીને હેલ્મેટ પહેરાવી સુરક્ષિત ઘેરાવ વચ્ચે બહાર કાઢ્યા હતા.વિકાસ ન થતાં જનતાનો ફૂટ્યો ગુસ્સોઆ ઘટના સોનારપુરના કમરાબાદ વિસ્તારની છે, જ્યાં અભિષેક બેનર્જી મૃતક કાર્યકર્તાના પરિવારને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક લોકોમાં છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં કોઈ વિકાસ ન થયો હોવાને કારણે ભારે નારાજગી હતી. લોકોનો આરોપ છે કે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી. પ્રદર્શનકારીઓએ 'ચોર-ચોર' ના નારા લગાવી રસ્તા પર બાઇકો આડી નાખી દીધી હતી. લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે જનતા પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહી છે અને નેતાઓએ પોતાના બંગલા ઊભા કરી દીધા છે.ભાજપનું ષડયંત્ર અને પોલીસ ગાયબ આ હિંસક હુમલા બાદ અભિષેક બેનર્જીએ વિપક્ષ ભાજપ (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની સ્થિતિ દર્શાવતા કહ્યું કે, "આ હુમલો સંપૂર્ણપણે ભાજપ દ્વારા પ્રાયોજિત હતો. આ તેમના લોકશાહીનો અસલી નમૂનો છે. સૌથી નવાઈની વાત એ છે કે આટલો હોબાળો થયો છતાં ઘટનાસ્થળેથી પોલીસ સંપૂર્ણપણે ગાયબ હતી." આ ઘટના બાદ સમગ્ર સોનારપુર વિસ્તારમાં ભારે રાજકીય તણાવ ફેલાઈ ગયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો:Army Chief: ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે અમારી સેના,આર્મી ચીફની દૂશ્મનોને ચેતવણી

Read Full Story arrow_forward
Textile Sectorને મોટી રાહત, કેન્દ્ર સરકારે કપાસની આયાત પરની તમામ કસ્ટમ ડ્યુટી અસ્થાયી રૂપે હટાવી
calendar_today May 30, 2026

Textile Sectorને મોટી રાહત, કેન્દ્ર સરકારે કપાસની આયાત પરની તમામ કસ્ટમ ડ્યુટી અસ્થાયી રૂપે હટાવી

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે કોટન (કપાસ) ની આયાત પર કસ્ટમ્સ ડ્યુટી પૂરી રીતે માફ કરી દીધી છે. આનાથી કાપડ ઉદ્યોગને મોટી રાહત મળવાની આશા છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આ પગલું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે રાહત સમાન છે. જણાવવામાં આવ્યું છે કે સરકારે આ નિર્ણય જનહિતને ધ્યાનમાં રાખીને સીમા શુલ્ક અધિનિયમ, 1962ની કલમ 25(1) હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને લીધો છે. કાપડ ઉદ્યોગ સામેના પડકારો વર્તમાન સમયમાં ભારતીય કાપડ ઉદ્યોગ કાચા માલની પૂરતી ઉપલબ્ધતા અને વૈશ્વિક સ્પર્ધા જેવી ઘણી પડકારોનો સામનો કરી રહ્યો છે. આ ઉદ્યોગની સતત એ માંગ હતી કે ઘરેલું બજારમાં કપાસનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા અને કિંમતોને સ્થિર રાખવા માટે આયાતના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે. વૈશ્વિક બજાર અને ગ્રાહકોને ફાયદો નિષ્ણાતોનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી કાપડ મિલો અને મેન્યુફેક્ચરર્સને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે, જેનાથી વૈશ્વિક બજારમાં ભારતીય કાપડ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધશે. આનો ફાયદો ભારતીય ગ્રાહકોને પણ મળશે. આ પણ વાંચો-Masala Tea : દુનિયાભરમાં વાગ્યો આપણી મસાલા ચાનો ડંકો, મળ્યું વર્લ્ડ્સ બેસ્ટ ટીનું ગૌરવપૂર્ણ બહુમાન

Read Full Story arrow_forward