android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir-Somnath News: NDPS કેસમાં 10 વર્ષની સજા પામેલો જેલમાંથી ફરાર આરોપી 519 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો
calendar_today May 29, 2026

Gir-Somnath News: NDPS કેસમાં 10 વર્ષની સજા પામેલો જેલમાંથી ફરાર આરોપી 519 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ નશાના કારોબાર વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે. આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન, એક મોટો જેલ ફરાર નશાનો સોદાગર ફરીથી પોલીસના સિકંજામાં આવી ગયો છે. તાલાળા નજીક એસઓજીની ટીમે પાડેલી રેડમાં આ જામીન જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.તાલાળા હિરણ નદીના કાંઠે SOGની રેડ એસઓજી પોલીસને તાલાળા માર્કેટિંગ યાર્ડની સામે આવેલા હિરણ નદીના કાંઠે નશાના વેપાર અંગેની એક વિશ્વસનીય બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને ત્યાંથી અંદાજે 519 ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે માદક પદાર્થ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 26,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલો આરોપી સ્થાનિક સ્તરે ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા માટે આ જથ્થો રાખતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આસામનો મહાદેબ મલ્લીક ફરી થયો જેલભેગો પોલીસની કડક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલો આરોપી આસામનો વતની મહાદેબ મલ્લીક ઉર્ફે મધુમલીક છે. આ શખ્સ અગાઉ જામનગરના એક મોટા એનડીપીએસ (NDPS) કેસમાં દોષિત ઠર્યો હતો અને કોર્ટે તેને 10 વર્ષની સખત સજા ફટકારી હતી. સજા ભોગવતી વખતે તે જામીન પર મુક્ત થયો હતો, પરંતુ ત્યારબાદ જેલમાં હાજર થવાને બદલે કાયદાની આંખમાં ધૂળ નાખીને ફરાર થઈ ગયો હતો. તાલાળા પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તત્વોને શોધવા વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર
calendar_today May 29, 2026

Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર

ગુજરાત સરકાર ભલે રાજ્યના ખૂણે-ખૂણા સુધી 'નળ સે જળ' યોજના અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ કરતી હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના તમામ દાવાઓની પોલ ખોલતી કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે.ગામને ગુજરાતનું ચેરાપુંજી' કહેવામાં આવે છે કપરાડા તાલુકાનું મોટી પલસાણ ગામ, જેને ચોમાસામાં પડતા ભારે વરસાદને કારણે 'ગુજરાતનું ચેરાપુંજી' કહેવામાં આવે છે, તે જ ગામના લોકો આજે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. અહીંના બેરસ્તા ફળિયાની મહિલાઓ દરરોજ પોતાની તરસ છિપાવવા માટે મોતના મોંમાં મુસાફરી કરવા મજબૂર બની છે. 45 ફૂટ ઊંડા કૂવામાં જોખમી મુસાફરી આશરે 1200 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં કહેવા માટે તો 8 જેટલા સરકારી કૂવાઓ છે, પરંતુ ઉનાળો બેસતાની સાથે જ આ તમામ કૂવાઓ તળિયાઝાટક થઈ ગયા છે. કૂવામાં પાણી સુકાઈ જતાં હવે મહિલાઓ લોખંડની સીડીઓ અને દોરડા બાંધીને 45 ફૂટ ઊંડા કૂવાની અંદર ઉતરે છે. જે કૂવામાં સીડી નથી, ત્યાં મહિલાઓ અને પુરુષો કૂવાની પથરાળ દીવાલો પરથી લોખંડના સળિયા પકડીને જીવના જોખમે છેક નીચે કોતરો સુધી પહોંચે છે. કૂવાની પથરાળ કોતરોમાં રાતભરમાં જે થોડું-ઘણું પાણી ઝમીને એકઠું થાય છે, તેને વાસણોમાં ભરીને ઉપર લાવવામાં આવે છે. આ મથામણમાં ઘણીવાર મહિલાઓના પગ લપસી જતાં તેઓ કૂવામાં ખાબકી છે અને ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે, છતાં તંત્ર આજ દિન સુધી નિંદ્રાધીન હતું. એક બેડા પાણી માટે કલાકોની રાહ મોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયામાં પાણી મેળવવું એ કોઈ મોટું યુદ્ધ જીતવા બરાબર છે. કૂવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે એક પરિવારને માત્ર 1 થી 2 બેડાં પાણી ભરવા માટે કૂવા કાંઠે કાળઝાળ તડકામાં 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે. ગામની આદિવાસી મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ તડકામાં બેસી રહે છે. શિયાળો પૂરો થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી અવિરત ચાલુ રહે છે. 586 કરોડની યોજના માત્ર કાગળ પર? આ સળગતી સમસ્યા વચ્ચે સૌથી મોટો સવાલ વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારો માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી 'એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના' તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 586 કરોડના માતબર ખર્ચે બનેલી આ યોજના અંતર્ગત મોટી પલસાણ ગામમાં ઘરે-ઘરે નળ તો ફીટ કરી દેવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી આવ્યા પહેલા જ આ નળ અને કરોડોની પાઇપલાઇનો કટાઈને સડી ગઈ છે. સંદેશ ન્યૂઝના અહેવાલની મોટી અસર: તંત્ર એક્શનમાં કરોડો ગેલન પાણી જ્યાં ચોમાસામાં વહી જાય છે તેવા આ વિસ્તારમાં ઉનાળામાં પ્રજા પાણી માટે વલખાં મારતી જોઈને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા અને કંટાળેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આખરે 'સંદેશ ન્યૂઝ'ના ગ્રાઉન્ડ રિપોર્ટની મોટી અસર જોવા મળી છે. વહીવટી તંત્રએ સ્વીકાર્યું છે કે લો-પ્રેશર અને ટેકનિકલ ખામીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ટેકનિકલ ફોલ્ટ યુદ્ધના ધોરણે દૂર કરવા એન્જિનિયરોને કડક આદેશ આપ્યા છે. ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા આદેશ  જ્યાં સુધી કાયમી લાઈન સદંતર ચાલુ ન થાય ત્યાં સુધી ગ્રામજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા આદેશ આપી દેવાયા છે અને ગામમાં પાણીની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો-----      Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive

Read Full Story arrow_forward
Viramgam News: જખવાડા ગામે વાડામાં લાગી ભીષણ આગ, અફરાતફરી વચ્ચે 7થી વધુ મકાનોને આંશિક નુકસાન
calendar_today May 29, 2026

Viramgam News: જખવાડા ગામે વાડામાં લાગી ભીષણ આગ, અફરાતફરી વચ્ચે 7થી વધુ મકાનોને આંશિક નુકસાન

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વિરમગામ-અમદાવાદ હાઇવે પરના જખવાડા ગામે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગામમાં રહેણાંક મકાનોની નજીક આવેલા એક ખુલ્લા વાડામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વાડામાં રાખેલા સૂકા ઘાસચારાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર પંથકના સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.ઘાસચારામાંથી લાગેલી આગ મકાનો સુધી ફેલાઈ રહેણાંક વિસ્તારની બિલકુલ નજીક આવેલા વાડામાં મોટા પ્રમાણમાં ઘાસચારો સંગ્રહિત કરાયો હતો, જેમાં અકળ કારણોસર આગ લાગી હતી. સૂકું ઘાસ હોવાના લીધે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને આજુબાજુ આવેલા 7થી વધુ મકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, આગની જ્વાળાઓ ગામના આરો (RO) પ્લાન્ટ અને આસપાસના બાવળના ઝુંડ સુધી પણ ફેલાઈ ગઈ હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો આગની આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક સ્તરે મોટું આર્થિક નુકસાન થયું છે. વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward