Jamnagar News: સંભવિત 'ઇબોલા વાયરસ'ને લઇને જીજી હોસ્પિટલમાં યોજાઈ બેઠક
સમગ્ર વિશ્વમાં સમયાંતરે જોવા મળતા જીવલેણ વાયરસના ખતરાને પગલે ભારત સરકાર અને ગુજરાતનું આરોગ્ય વિભાગ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન, સંભવિત 'ઇબોલા વાયરસ' (Ebola Virus)ના સંકટ સામે પૂર્વતૈયારીઓ અને સતર્કતાના ભાગરૂપે જામનગરની સુપ્રસિદ્ધ ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.હોસ્પિટલ અધિક્ષકની આગેવાનીમાં મેડિકલ સ્ટાફ એલર્ટ ઘટનાની મળતી માહિતી અનુસાર, સંભવિત ઇબોલા વાયરસને દેશમાં ફેલાતો અટકાવવા અને તબીબી સ્તરે સજ્જ રહેવા માટે જીજી હોસ્પિટલના અધિક્ષકના અધ્યક્ષ સ્થાને આ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં હોસ્પિટલના મેડિસિન, પિડિયાટ્રિક, માઇક્રોબાયોલોજી અને ઇન્ફેક્શિયસ ડિસિઝ સહિતની વિવિધ ફેકલ્ટીના સિનિયર ડોક્ટરો અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી ગાઇડલાઇન મુદ્દે વિગતવાર સમીક્ષા આ બેઠકનો મુખ્ય હેતુ ઇબોલા વાયરસના લક્ષણો, તેના સંક્રમણને રોકવાના ઉપાયો અને હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરવાનો હતો. સિનિયર ડોક્ટરોએ આ વાયરસ અંગે અત્યારથી જ પૂરતી સતર્કતા જાળવવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સાથે જ, આ પ્રકારના વાયરસના વ્યવસ્થાપન માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર ગાઇડલાઇન (માર્ગદર્શિકા)ની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તંત્ર સજ્જ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, હોસ્પિટલના તમામ સ્ટાફને આ અંગે ટ્રેનિંગ અને જરૂરી પીપીઈ કીટ તેમજ દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવાશે. જોકે, જીજી હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તબીબી તંત્રને સંપૂર્ણપણે સજ્જ રાખવા માટે આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો - Jamnagar News: કાર ગેસ લાઇન સાથે અથડાતાં મોટું લીકેજ
Read Full Story arrow_forward