UPના હમીરપુરમાં વાવાઝોડા સાથે વરસાદમાં પુલનો સ્લેબ તૂટી પડતાં 6 મજૂરોના દર્દનાક મોત
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં રાત્રે આવેલા ભયાનક આંધી-વાવાઝોડા અને ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. અહીં બેતવા નદી પર બની રહેલા એક હાઈપ્રોફાઈલ પુલનો સ્લેબ અચાનક તૂટી પડતાં મલબા નીચે દબાઈ જવાથી 6 શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા છે. આ પુલ કુરારાના મોરકંદર પરસાનીથી નૈથી ગામ સુધી બની રહ્યો હતો. મજૂરોએ પુલના સ્લેબના નીચેના હિસ્સામાં આશ્રય લીધો આ હૃદયદ્રાવક ઘટના લાલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરા કાદર ગામ નજીક ઘટી છે. મોડી રાત્રે ભારે વાવાઝોડું અને વરસાદ શરૂ થતાં બાંધકામની સાઇટ પર કામ કરતા મજૂરો પુલના સ્લેબના નીચેના હિસ્સામાં આશ્રય લઈને સૂઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરક્ષાના નિયમોની ઘોર ઉપેક્ષા આ અકસ્માતે બાંધકામ સાઇટ પર સુરક્ષાના નિયમોની ઘોર ઉપેક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદના પ્રયાસોથી આ પુલના નિર્માણને મંજૂરી મળી હતી અને તે તેમના પૈતૃક ગામ પાસે જ બની રહ્યો હતો. મૃત્યુઆંક વધે તેવી આશંકા મળતી માહિતી મુજબ, બેતવા નદી પર બની રહેલા આ પુલના કાટમાળ નીચે હજુ પણ વધુ મજૂરો દબાયા હોવાની આશંકા છે, જેથી મૃત્યુઆંક 8 થી 10 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત અકસ્માત સમયે 3 મજૂરો પુલના પિલરપર જ ફસાઈ ગયા હતા, જેમને સુરક્ષિત નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કામગીરી યુદ્ધના ધોરણે શરુ હાલ તો પિલર પર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે અને કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.આ પણ વાંચો---- Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive
Read Full Story arrow_forward