Rahul Gandhi: દિલ્હીની બંગાળી માર્કેટમાં રાહુલની ઓચિંતી મુલાકાત,રિક્ષા ચાલકો સાથે કર્યું ભોજન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર પોતાના આગવા અંદાજમાં સામાન્ય જનતાની વચ્ચે જોવા મળ્યા છે. દિલ્હીના પ્રખ્યાત બંગાળી માર્કેટ નજીક આવેલા ટોડરમલ પાર્કમાં રાહુલ ગાંધીએ ઓટો રિક્ષા ચાલકો સાથે મુલાકાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. આ કોઈ ઔપચારિક રાજકીય રેલી નહોતી, પરંતુ રાહુલ ગાંધીએ ખૂબ જ સાદગીપૂર્વક જમીન પર બેસીને ઓટો ચાલકો સાથે બપોરનું ભોજન (લંચ) લીધું હતું અને તેમની રોજબરોજની સમસ્યાઓને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો.45 મિનિટ સુધી ચાલી ચર્ચાઆ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ઓટો ચાલકો સાથે ૪૫ મિનિટથી વધુનો સમય વિતાવ્યો હતો. તેમણે ચાલકોની નબળી આર્થિક સ્થિતિ, સતત વધતી જતી મોંઘવારી અને ખાસ કરીને સીએનજી (CNG) ના ભાવમાં થઈ રહેલા વધારા જેવા ગંભીર મુદ્દાઓ પર સીધી અને ખુલ્લી ચર્ચા કરી હતી. ઓટો ચાલકોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે ઈંધણના વધતા ભાવો અને ઓછી કમાણીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું હવે અત્યંત મુશ્કેલ બની ગયું છે. રાહુલ ગાંધીએ તેમની વાતોને ખૂબ જ ગંભીરતાથી સાંભળી અને ભરોસો આપ્યો કે તેઓ સંસદમાં જનતાના આ અવાજને મજબૂતીથી ઉઠાવશે. સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષયરાહુલ ગાંધી અવારનવાર સમાજના વિવિધ વર્ગો, જેમ કે મજૂરો, ટ્રક ડ્રાઈવરો, મિકેનિક્સ અને ખેડૂતોને રૂબરૂ મળીને ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે જાણીતા છે. ઓટો ચાલકો પણ વિપક્ષના નેતાને પોતાની વચ્ચે આટલી સહજતાથી બેસેલા જોઈને ભાવુક થયા હતા અને આ મુલાકાત સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બની છે.આ પણ વાંચો:Middle East Tension: અરબ સાગરમાં અમેરિકાના 20 યુદ્ધ જહાજ તૈનાત, ગલ્ફ ક્ષેત્રમાં પકડ મજબૂત કરવા તૈયારી
Read Full Story arrow_forward