android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gold Medal"ભારતની દીકરી પૂજા સિંહે હોંગકોંગમાં રચ્યો ઇતિહાસ,14 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડી જીત્યો ગોલ્ડ
calendar_today May 29, 2026

Gold Medal"ભારતની દીકરી પૂજા સિંહે હોંગકોંગમાં રચ્યો ઇતિહાસ,14 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડી જીત્યો ગોલ્ડ

ભારતની 19 વર્ષીય ઊંચી કૂદ (High Jump) ખેલાડી પૂજા સિંહે શુક્રવારે હોંગકોંગમાં આયોજિત એશિયન U20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચી દીધો છે. પૂજાએ શાનદાર પ્રદર્શન કરતા 1.93 મીટરની આકાશી છલાંગ લગાવીને મહિલા હાઈ જમ્પનો 14 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો છે અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિની સાથે જ પૂજાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ (રાષ્ટ્રમંડળ રમતો) માટે પણ ક્વોલિફિકેશન માર્ક હાંસલ કરી લીધો છે.પૂજા સિંહે વર્ષ 2012માં ઓલિમ્પિયન સહાના કુમારી દ્વારા સ્થાપિત 1.92 મીટરના અગાઉના રાષ્ટ્રીય રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે. પૂજાનું મહાદ્વીપીય સ્તરે (જુનિયર અને સિનિયર બંનેમાં) આ બીજું પદક છે. આ સીઝનમાં પૂજાએ બીજી વખત પોતાનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ સુધાર્યો છે. આ પહેલા એપ્રિલમાં નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયન એથલેટિક્સ સિરીઝમાં તેણે 1.90 મીટરનો આંકડો પાર કર્યો હતો.રાહુલ જાખડે પણ રચ્યો નવો નેશનલ રેકોર્ડએશિયન U20 ચેમ્પિયનશિપમાં ભારત માટે આ ચોથો ગોલ્ડ મેડલ છે. પૂજા સિંહ ઉપરાંત ભારતના જ રાહુલ જાખડે ડેકાથલોન ઇવેન્ટમાં 7185 પોઈન્ટ્સ સાથે નવો U20 રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. રાહુલે 10 માંથી 7 ઇવેન્ટ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ અગાઉ નીતિન ગુપ્તા (5000 મીટર રેસ વોક) અને અમાનત કમ્બોજ (ડિસ્કસ થ્રો) પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. ભારતીય એથલીટ્સના આ શાનદાર પ્રદર્શનથી વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધ્યું છે. આ પણ વાંચો:UK:"ભારત-પાકિસ્તાનના લોકો નોકરીઓ છીનવી રહ્યા છે,અમારી મહિલાઓ સુરક્ષિત નથી" બ્રિટિશ સાંસદનું નિવેદન

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: IPL 2026માં LSGના ખરાબ પ્રદર્શન બાદ પંતનો નિર્ણય, કેપ્ટન પદેથી રાજીનામું
calendar_today May 29, 2026

Gujarat Latest News Live: IPL 2026માં LSGના ખરાબ પ્રદર્શન બાદ પંતનો નિર્ણય, કેપ્ટન પદેથી રાજીનામું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Sanand News: ડરણ ગામના તળાવમાં નાહવા પડેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત
calendar_today May 29, 2026

Sanand News: ડરણ ગામના તળાવમાં નાહવા પડેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાણંદના ડરણ ગામના સ્થાનિક તળાવમાં નાહવા ગયેલા એક 16 વર્ષના કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક ગ્રામજનો અને પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કિશોરને બહાર કાઢ્યો મૃતક કિશોરની ઓળખ 16 વર્ષીય હિતેશ તરીકે થઈ છે. તે મિત્રો સાથે ગામના તળાવમાં નાહવા માટે ગયો હતો, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા તે અચાનક ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં જ તાત્કાલિક સાણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત અને શોધખોળ બાદ કિશોરને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો તળાવમાંથી બહાર કાઢ્યા બાદ કિશોરને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને તેને સારવાર મળે તે પહેલાં જ મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસની ટીમ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward