Junagadh News: કેશોદમાં ટ્રકમાંથી ટાયર અને ડીઝલની ચોરી કરનારા બે ઝડપાયા
જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાંથી વાહનચોરો અને માલસામાનની ચોરી કરતી ટોળકીઓ સક્રિય થઈ હોવાના અહેવાલો વચ્ચે કેશોદ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. હાઈવે પર પાર્ક કરેલી એક ટ્રકમાંથી કિંમતી ટાયરો અને ડીઝલની ચોરી કરનાર ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.રૂ. 1.69 લાખના મુદ્દામાલની ચોરી ઘટનાની મળતી માહિતી અનુસાર, કેશોદ પોલીસ મથક વિસ્તારમાં એક ટ્રકમાંથી અજાણ્યા શખ્સો દ્વારા મોટી માત્રામાં ડીઝલ અને ગાડીના મોંઘા ટાયરોની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ચોરી થયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂપિયા 1.69 લાખ જેટલી હોવાનું સામે આવ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કેશોદ પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બે આરોપીઓ જેલના સળિયા પાછળ, મુખ્ય સૂત્રધાર ડ્રાઇવર ફરાર પોલીસે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે સ્થાનિક શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, આ સમગ્ર ચોરીના કાવતરામાં જેની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે, તે ટ્રકનો ડ્રાઈવર પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. 'ઘરના ભેદીએ જ લંકા ઢાયે' હોય તેમ ડ્રાઇવરે જ અન્ય શખ્સો સાથે મળીને આ ચોરીનો પ્લાન ઘડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસની તપાસ તેજ કેશોદ પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ ગેંગ દ્વારા ભૂતકાળમાં અન્ય કોઈ ચોરીના ગુના આચરવામાં આવ્યા છે કે, કેમ તેની વિગતો જાણી શકાય. આ સાથે જ ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત આશ્રયસ્થાનો પર રેડ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Junagadh News : 17 સિંહને તાબડતોબ આઇસોલેટ કરાયા, 3થી 4 દિવસમાં સિંહના મોતનો રિપોર્ટ આવશે
Read Full Story arrow_forward