android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rain Alert: કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
calendar_today May 29, 2026

Rain Alert: કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી દિલ્હી-એનસીઆરથી લઈને દેશના અનેક રાજ્યોમાં ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. ઘણા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે અને હવામાન વિભાગ સતત હીટવેવની આગાહી કરી રહ્યુ છે. ભારતના હવામાન ઉપગ્રહ, INSAT-3DS એ આકાશમાં 2500 કિલોમીટર સુધી ફેલાયેલા વાદળોના સમૂહને કેદ કર્યો છે. આ વાદળોનો સમૂહ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા ઉત્તરીય ભારતીય રાજ્યો તરફ આગળ વધી રહ્યો છે. જેને લઇને રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઇ છે. હવામાન પ્રણાલી સક્રિય ભારતના હવામાન ઉપગ્રહ, INSAT-3DSએ લીધેલી થર્મલ ઇન્ફ્રારેડ છબીઓ ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગોમાં ફેલાયેલા વિશાળ વાદળોના સમૂહને દર્શાવે છે. આ સૂચવે છે કે દેશના ઘણા ભાગોમાં હવામાન પ્રણાલી સક્રિય થઈ રહી છે. જેના કારણે વરસાદ પડશે. સેટેલાઇટ છબીઓમાં દેખાતું આ વાદળોનું જૂથ પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ઉદ્ભવે છે. જે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી પસાર થાય છે અને પૂર્વ ભારત અને બંગાળની ખાડી પરના વાદળોના જૂથોમાં એકત્ર થઇ જશે. વાદળોનું ચક્રવાતી પરિભ્રમણ હવામાન શાસ્ત્રીઓ માને છે કે આ વાદળો પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે બન્યા છે. છબીમાં દેખાતા તેજસ્વી સફેદ વિસ્તારો વાદળોની ઉપરની સપાટીમાં ઠંડકનો સંકેત આપે છે. આનાથી ભારે વરસાદ, વાવાઝોડા અને કરા પડી શકે છે. ઉપગ્રહ છબીમાં ઉત્તરી પાકિસ્તાન અને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં વાદળોનું ચક્રવાતી પરિભ્રમણ પણ દેખાય છે. આ પશ્ચિમી વિક્ષેપને કારણે હોવાનું માનવામાં આવે છે. આ પણ વાંચોઃ Abdullah Azam Khanને ડ્યુઅલ પાસપોર્ટ કેસમાં રાહત, કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: આંધ્રપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વાય. એસ. શર્મિલાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
calendar_today May 29, 2026

Gujarat Latest News Live: આંધ્રપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વાય. એસ. શર્મિલાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vav-Tharad News: દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે
calendar_today May 29, 2026

Vav-Tharad News: દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે

બનાસકાંઠા જિલ્લાના દિયોદર રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયના વિવાદ અને ખેંચતાણ બાદ આખરે આવતીકાલે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સ્થાનિક રાજકીય સમીકરણો અને આંતરિક જૂથબંધીના કારણે આ ચૂંટણી પ્રક્રિયા અત્યંત રસપ્રદ અને હાઈડ્રામાથી ભરપૂર બની રહી છે.અગાઉ બે-બે વખત ચૂંટણી રદ થતાં રાજકીય ગરમાવો દિયોદર, વાવ અને થરાદ પંથકના રાજકારણ પર સીધી અસર કરતી આ ચૂંટણી અગાઉ બે વખત અકળ કારણોસર રદ કરવાની ફરજ પડી હતી. વારંવાર ચૂંટણી મોકૂફ રહેવાના કારણે સ્થાનિક સભ્યો અને પક્ષના મોવડીમંડળમાં ભારે અસંતોષ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. બે વખત ફિયાસ્કો થયા બાદ હવે ત્રીજી વખત યોજાનારી આ ચૂંટણીને લઈને બંને પક્ષો અને દાવેદારોએ પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. વહીવટી તંત્રની કડક દેખરેખ હેઠળ પ્રક્રિયા હાથ ધરાશે આવતીકાલે યોજાનારી આ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ઉચ્ચ સરકારી અધિકારીઓની સીધી દેખરેખ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન અને હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી મેળવવા માટે રાજકીય પક્ષોમાં આંતરિક સ્તરે ભારે રસાકસી અને જોરતોડની રાજનીતિ તેજ થઈ ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward