android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : જસદણના વડોદ ગામે ડિમોલેશનની કામગીરી શરૂ થતાં જ યુવકે પીધું ફીનાઇલ, મચી ચકચાર
calendar_today May 29, 2026

Rajkot : જસદણના વડોદ ગામે ડિમોલેશનની કામગીરી શરૂ થતાં જ યુવકે પીધું ફીનાઇલ, મચી ચકચાર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વડોદ ગામે આજે ડિમોલેશનની કામગીરી દરમિયાન એક ભારે હંગામાની અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદ ગામે સરકારી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા જ એક સ્થાનિક યુવકે ફીનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવી છે.ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી મળતી વિગતો મુજબ, જસદણના વડોદ ગામે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મામલતદાર, ટીડીઓ અને પોલીસ કાફલા સહિતની સંયુક્ત ટીમ પૂરતા બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ તૈનાત હતી. જોકે, દબાણ હટાવવાની આ કાર્યવાહી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. યુવકે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તંત્ર દ્વારા કોઈ સમજૂતી થાય કે કોઈ વચગાળાનો રસ્તો નીકળે તે પહેલા જ એક સ્થાનિક યુવકે ઉશ્કેરાઈને અથવા આઘાતમાં આવીને તંત્રની સામે જ ફીનાઇલ ગટગટાવી લીધું હતું. યુવકે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા જ સ્થળ પર હાજર અધિકારીઓ અને ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને હોબાળો થઈ ગયો હતો. ડિમોલેશનની કામગીરી સ્થગિત આ ઘટના બનતા જ પોલીસ અને વહીવટી ટીમે તાત્કાલિક ધોરણે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરી દીધી હતી. ફીનાઇલ પી જનાર યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે વડોદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો----     Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive

Read Full Story arrow_forward
Anand News: બોરસદ પાલિકાના કર્મચારીની ગુંડાગીરી, બગીચામાં ક્રિકેટ રમતા બાળકને કર્યો લોહીલુહાણ
calendar_today May 29, 2026

Anand News: બોરસદ પાલિકાના કર્મચારીની ગુંડાગીરી, બગીચામાં ક્રિકેટ રમતા બાળકને કર્યો લોહીલુહાણ

આણંદ જિલ્લાના બોરસદ શહેરમાંથી સરકારી કર્મચારીની ઘોર બેદરકારી અને માનવતા નેવે મૂકતી દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોરસદ નગરપાલિકાના એક કર્મચારીએ રમત-રમતમાં માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ક્રિકેટ રમતા માસૂમ પર ગુસ્સો ઉતાર્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, બોરસદ નગરપાલિકા સંચાલિત બગીચામાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન એક બાળક ત્યાં ક્રિકેટ રમી રહ્યો હતો. બગીચામાં બાળકને ક્રિકેટ રમતો જોઈને નગરપાલિકાનો એક કર્મચારી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કઈ પણ વિચાર્યા વગર માસૂમ બાળક સાથે મારામારી શરૂ કરી દીધી હતી અને તેને બેરહેમીથી માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજા, લોહીની નદીઓ વહી કર્મચારીના આ ક્રૂર હુમલાના કારણે બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથું ફાટી જવાના કારણે બાળક સ્થળ પર જ લોહીલુહાણ થઈ ગયું હતું અને રડવા લાગ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ વાતાવરણ ગરમાઈ ગયું હતું. નગરપાલિકામાં ભારે હોબાળો, પોલીસ દોડતી થઈ બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને બાળકના પરિવારજનો નગરપાલિકા કચેરી ખાતે એકઠા થઈ ગયા હતા. ઉકળેલા જનમેદનીએ પાલિકા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને દાદાગીરી કરનાર કર્મચારી વિરૂદ્ધ તાત્કાલિક કડક પગલાં લેવાની માગ કરી હતી. હોબાળાની સ્થિતિને જોતા બોરસદ પોલીસનો કાફલો તાત્કાલિક નગરપાલિકા ખાતે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. માતા પહોંચી પોલીસ સ્ટેશન પોતાના વ્હાલસોયા દીકરાને લોહીલુહાણ હાલતમાં જોઈને સ્તબ્ધ બનેલી માતા ન્યાય માટે બોરસદ પોલીસ મથકે પહોંચી છે. બાળકની માતાએ નરાધમ કર્મચારી વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે પણ મામલાની ગંભીરતાને જોઈને આરોપી કર્મચારી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ પણ વાંચો - Anand: આણંદના હાડગુડ ગામે ગંદા પાણીની ગંભીર સમસ્યા વકરતાં લોકોમાં રોષ

Read Full Story arrow_forward
Himatnagar GIDCની પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં લિફ્ટ તૂટતાં શ્રમિક યુવકનું નીપજ્યું કરુણ મોત
calendar_today May 29, 2026

Himatnagar GIDCની પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં લિફ્ટ તૂટતાં શ્રમિક યુવકનું નીપજ્યું કરુણ મોત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કંપનીમાં કામકાજ દરમિયાન અચાનક માલવાહક લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં લિફ્ટ નીચે દબાઈ જવાથી ત્યાં ફરજ બજાવતા એક આશાસ્પદ શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.સમગ્ર હૃદયદ્રાવક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ મૃતક યુવકની ઓળખ દેવરાજસિંહ પરમાર તરીકે થઈ છે. અકસ્માતની આ આખી ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. લિફ્ટ કયા યાંત્રિક કારણોસર તૂટી પડી તેની તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ યુવકના અકાળે અવસાનથી તેના પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત બાદ ફેક્ટરી માલિકો ઘટનાસ્થળેથી ફરાર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક જીઆઇડીસી ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અકસ્માત બાદ જવાબદાર ફેક્ટરી માલિકો સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી, વાયરલ સીસીટીવી ફૂટેજ કબજે કરીને કંપનીમાં સુરક્ષાના નિયમોની બેદરકારી હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward