Mehsana News: હોસ્પિટલમાં રાત્રે ફરજ પર સુતી નર્સનો ફોન ચોરાયો
મહેસાણા શહેરની હોસ્પિટલોમાં દર્દીઓ જ નહીં, પરંતુ રાત-દિવસ સેવા આપતો મેડિકલ સ્ટાફ પણ સુરક્ષિત નથી, તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક જાણીતી હોસ્પિટલમાં ફરજ પર તૈનાત નર્સનો કિંમતી મોબાઈલ ફોન ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.નર્સ સૂતી રહી અને ચોર હાથફેરો કરી ગયો ઘટનાની મળતી માહિતી અનુસાર, હોસ્પિટલમાં રાત્રિ શિફ્ટ દરમિયાન ફરજ બજાવી રહેલી એક નર્સ કામના ભારણ બાદ થોડો સમય આરામ કરવા માટે સૂતી હતી. નર્સ ગાઢ નિદ્રામાં હોવાનો લાભ ઉઠાવીને એક અજાણ્યો ચોર શખ્સ હોસ્પિટલના સ્ટાફ એરિયામાં ઘૂસી આવ્યો હતો. તેણે નર્સની આસપાસ નજર દોડાવી ખૂબ જ સાવધાનીપૂર્વક નર્સની બાજુમાં રાખેલો મોબાઈલ ફોન સરકાવી લીધો હતો, અને પલભરમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ જ્યારે નર્સ જાગી ત્યારે તેને પોતાનો ફોન ગાયબ જણાયો હતો. આ મામલે હોસ્પિટલ પ્રશાસનને જાણ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક અજાણ્યો ઇસમ અત્યંત ચાલાકીપૂર્વક નર્સ સૂતી હતી તે દરમિયાન ફોનની ચોરી કરી રહ્યો છે. હોસ્પિટલની સુરક્ષા સામે ગંભીર સવાલો આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ અને તેની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે. રાત્રિના સમયે કોઈપણ અજાણ્યો વ્યક્તિ સ્ટાફ રૂમ સુધી કેવી રીતે પહોંચી ગયો અને સુરક્ષા ગાર્ડ ક્યાં હતા? આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય સ્ટાફમાં પણ ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને જાણ કરી ચોરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Mehsana News: 5 લાખ દૂધ ઉત્પાદકોને દૂધ સાગર ડેરીની ભેટ, પ્રતિ કિલો ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારો
Read Full Story arrow_forward