android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: અમિત શાહે સ્પીડ બોટથી 'હરામીનાળા'નું કર્યું નિરીક્ષણ, BSFના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
calendar_today May 29, 2026

Kutch News: અમિત શાહે સ્પીડ બોટથી 'હરામીનાળા'નું કર્યું નિરીક્ષણ, BSFના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના કચ્છ પ્રવાસ દરમિયાન ભારત-પાકિસ્તાનની અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ 'હરામીનાળા' વિસ્તારની વહેલી સવારે મુલાકાત લીધી હતી. વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા આ ક્રિક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રીએ જાતે સ્પીડ બોટમાં સવાર થઈને ભારત-પાક બોર્ડર પર પેટ્રોલિંગ કર્યું હતું. તેમની સાથે સરહદ સુરક્ષા દળ (BSF) ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.હાઈ-ટેક કેમેરા ફીડનું બારીકાઈથી અવલોકન આ પ્રવાસ દરમિયાન અમિત શાહે સીમા સુરક્ષાને વધુ સચોટ બનાવવા માટે બીએસએફના આઉટ પોસ્ટ (OP) ટાવર-1170 નજીક સ્થાપિત કરવામાં આવેલા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ કંટ્રોલ રૂમમાં હાઈ-ટેક પીટીઝેડ (PTZ) કેમેરાની લાઈવ ફીડનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ આધુનિક કેમેરા સિસ્ટમ સરહદ પારથી થતી કોઈપણ પ્રકારની શંકાસ્પદ હલચલને પકડી પાડવામાં સક્ષમ છે, જેના ઓપરેશન અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી. ડિજિટલ સર્વેલન્સ અને સુરક્ષા મજબૂત કરવા પર ભાર અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ માનવબળની સાથે-સાથે સ્માર્ટ ફેન્સિંગ અને ટેક્નોલોજી આધારિત દેખરેખ (Digital Surveillance) પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર બોર્ડર સિક્યોરિટીને ડિજિટલી વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે, જેથી આવા ભૌગોલિક પડકારો ધરાવતા સંવેદનશીલ વિસ્તારોમાં ચોવીસ કલાક કડક નજર રાખી શકાય અને ઘૂસણખોરીના પ્રયાસો નાબૂદ કરી શકાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarka News: સલાયામાં અસલી દેશી ઘીના નામે વેચાતું હતું 'કેમિકલવાળું ડુપ્લિકેટ ઘી'
calendar_today May 29, 2026

Dwarka News: સલાયામાં અસલી દેશી ઘીના નામે વેચાતું હતું 'કેમિકલવાળું ડુપ્લિકેટ ઘી'

ગુજરાતમાં તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરનારાઓ બેફામ બન્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના સલાયા વિસ્તારમાં અસલી દેશી ઘીના નામે કેમિકલયુક્ત બનાવટી ઘી વેચવાના મોટા કૌભાંડનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે.અસલી દેશી ઘીની આડમાં કેમિકલનું ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, જામ ખંભાળિયાના સલાયામાં આવેલી પાંજરાપોળના ગેટ પાસે અસલી દેશી ઘીના નામે નકલી ઘીનું વેચાણ થઈ રહ્યું હોવાની પાકી બાતમી SOG પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, નફાખોરી કરવા માટે કેમિકલ તેમજ અન્ય સસ્તી સામગ્રીનું મિશ્રણ કરીને તદ્દન અસલી જેવું જ દેખાતું ડુપ્લિકેટ દેશી ઘી તૈયાર કરવામાં આવતું હતું અને તેને બજારમાં વેચવામાં આવતું હતું. ફૂડ વિભાગે લીધા સેમ્પલ, 9 કિલો ઘીનો નાશ કરાયો SOG પોલીસે આ મામલે તાત્કાલિક દ્વારકા ફૂડ વિભાગ (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર)ને જાણ કરી હતી. ફૂડ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને શંકાસ્પદ ઘીના સેમ્પલ મેળવ્યા હતા અને તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સાથે જ ફૂડ વિભાગે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે સ્થળ પર હાજર આશરે રૂ. 2,700ની કિંમતનું 9 કિલો મિલાવટી ઘી જપ્ત કરીને તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. વધુ તપાસ તેજ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમતા આ મિલાવટી ઘીના કૌભાંડમાં કોણ-કોણ સામેલ છે અને આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું, તે દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ પણ વાંચો - Dwarkaના જામ કલ્યાણપુરમાં ખનીજ માફિયા બેફામ, જુઓ VIDEO

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : બનાસકાંઠામાં તલાટી બદલી વિવાદ ઉગ્ર બન્યો, ગુગલ લિંક આધારિત બદલી પ્રક્રિયા સામે વિરોધ
calendar_today May 29, 2026

Gujarat Latest News Live : બનાસકાંઠામાં તલાટી બદલી વિવાદ ઉગ્ર બન્યો, ગુગલ લિંક આધારિત બદલી પ્રક્રિયા સામે વિરોધ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward