android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ચારુસેટ યુનિવર્સિટીની અનોખી પહેલ, પેપરલેસ પરીક્ષાથી દર વર્ષે બચાવશે 24 મિલિયન કાગળ અને 650 વૃક્ષો
calendar_today May 29, 2026

ચારુસેટ યુનિવર્સિટીની અનોખી પહેલ, પેપરલેસ પરીક્ષાથી દર વર્ષે બચાવશે 24 મિલિયન કાગળ અને 650 વૃક્ષો

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) એ એક નવો ઈતિહાસ રચ્યો છે. જ્યારે દેશની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ આજે પણ પરંપરાગત રીતે કાગળ અને પેન આધારિત લેખિત પરીક્ષાઓ પર નિર્ભર છે, ત્યારે ચારુસેટ યુનિવર્સિટીએ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ પરીક્ષા પ્રણાલી અપનાવીને ગુજરાતમાં એક મોટો અને ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે. મોટા પાયે આ પ્રકારની ડિજિટલ પરીક્ષાઓ શરૂ કરનારી ચારુસેટ ગુજરાતની પ્રથમ સંસ્થાઓમાંની એક બની ગઈ છે.વર્ષ 2019માં સિંગાપોરની લેબ સાથે કર્યા હતા એમઓયુ઼ચારુસેટની પેપરલેસ પરીક્ષાઓ તરફની આ સફર વર્ષ 2019માં શરૂ થઈ હતી, જ્યારે યુનિવર્સિટીએ ડિજિટલ પરીક્ષાના ક્ષેત્રમાં કામ કરતી સિંગાપોર સ્થિત સંસ્થા 'લિટલમોર ઇનોવેશન લેબ્સ' સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારી હેઠળ, યુનિવર્સિટીમાં એક એવું એડવાન્સ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું જેણે છાપેલા પ્રશ્નપત્રો અને હાથથી લખાયેલી ઉત્તરવહીઓનો અંત આણ્યો છે. શરૂઆતમાં આ સિસ્ટમનો પ્રયોગ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવ્યો હતો. તેની સફળતા બાદ, આ સિસ્ટમને તમામ વિભાગોમાં લાગુ કરવામાં આવી અને શૈક્ષણિક વર્ષ 2022-23થી યુનિવર્સિટીની તમામ આંતરિક (Internal) અને બાહ્ય પરીક્ષાઓ સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં લેવાનું શરૂ કરાયું છે. પર્યાવરણની રક્ષા: 24 મિલિયન કાગળ અને 650 વૃક્ષો બચશે યુનિવર્સિટીની આ પહેલ પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. પરંપરાગત પરીક્ષાઓમાં દર વર્ષે લાખો ટન કાગળનો વપરાશ થાય છે, જેના કારણે કુદરતી સંસાધનોનો ભારે બગાડ થાય છે. પેપરલેસ પ્રોસેસ અપનાવ્યા બાદ, ચારુસેટ યુનિવર્સિટી હવે વાર્ષિક અંદાજે 24 મિલિયન (2.4 કરોડ) કાગળના શીટ્સની બચત કરી રહી છે. આનાથી દર વર્ષે લગભગ 650 વૃક્ષો કપાતા બચશે અને વાતાવરણમાં આશરે 25,000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) નું ઉત્સર્જન ઘટશે. ટેબ્લેટ પર પરીક્ષા અને ડિજિટલ મૂલ્યાંકનઆ નવી ડિજિટલ સિસ્ટમે પરીક્ષા આપવા અને લેવાના અનુભવને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવ્યો છે: પેપર લીક થવાનો ભય નહીં: ક્લાઉડ-બેઝ્ડ સિસ્ટમ દ્વારા પ્રશ્નપત્રો સીધા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવતા હોવાથી પેપર લીક થવાનું જોખમ બિલકુલ નાબૂદ થયું છે. સ્માર્ટ ટેકનોલોજી: વિદ્યાર્થીઓ ટેબ્લેટનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબો લખે છે, જેમાં ઓટોમેટિક આન્સર સેવિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઝડપી પરિણામ: પ્રોફેસરો પણ આ ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરે છે, જેથી પરિણામો વધુ સચોટ, પારદર્શક અને ખૂબ જ ઝડપથી જાહેર કરી શકાય છે. ચારુસેટ યુનિવર્સિટીનો કાગળ આધારિત પરીક્ષાઓમાંથી ડિજિટલ મૂલ્યાંકન તરફનો આ બદલાવ તેમની નવીનતા, પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.  આ પણ વાંચો - સરકારની કઈ નીતિને કારણે કોલેજમાં આચાર્ય બનવા કોઈ તૈયાર નથી ?

Read Full Story arrow_forward
Gandhinagar: જેને તમે હેલ્ધી સમજો છો તે 'હર્બલ સિગારેટ' પણ ફેફસાં ફૂંકી દેશે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ પહેલાં મોટો ખુલાસો
calendar_today May 29, 2026

Gandhinagar: જેને તમે હેલ્ધી સમજો છો તે 'હર્બલ સિગારેટ' પણ ફેફસાં ફૂંકી દેશે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ પહેલાં મોટો ખુલાસો

હર્બલ સિગારેટને કુદરતી, તંબાકુ-મુક્ત અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વિકલ્પ માનીને બજારમાં ધૂમ વેચવામાં આવી રહી છે. પરંતુ, આ ભ્રામક અને ખોટી માન્યતાને IIT ગાંધીનગર અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેનના એક સંયુક્ત વૈજ્ઞાનિક અભ્યાસે સંપૂર્ણપણે ફગાવી દીધી છે. આ સંશોધનમાં સાબિત થયું છે કે હર્બલ સિગારેટમાંથી નીકળતો ધુમાડો સામાન્ય તમાકુની સિગારેટ જેટલો જ અને કેટલાક કિસ્સાઓમાં તેનાથી પણ વધુ નુકસાનકારક છે.તુલસી અને તેંદુના પાનનું ભયાનક સત્યઆ વૈજ્ઞાનિક સંશોધનમાં ભારતના બે લોકપ્રિય તંબાકુ બ્રાન્ડ્સ અને ચાર અગ્રણી હર્બલ સિગારેટ બ્રાન્ડ્સની તુલનાત્મક તપાસ કરવામાં આવી હતી. આ હર્બલ સિગારેટમાં તુલસી, લવિંગ, તજ, ફુદીનો, ગુલાબજળ અને ચમોમાઈલ જેવા તત્વોનો ઉપયોગ કરવાનો દાવો કરાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, બે હર્બલ બ્રાન્ડ્સ તેંદુના પાનનો ઉપયોગ કરી રહી હતી, જે સામાન્ય રીતે ગરીબોની બીડી બનાવવામાં વપરાય છે. સંશોધકોએ એક સીલબંધ ચેમ્બરમાં આ સિગારેટ સળગાવીને મનુષ્યના શ્વાસોચ્છવાસના દરની નકલ કરી તેના ઉત્સર્જનનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણના પરિણામો અત્યંત ચોંકાવનારા આવ્યા છે.હર્બલ' સિગારેટ પણ એટલી જ ખતરનાકહર્બલ સિગારેટના ધુમાડામાં 500 નેનોમીટરથી નાના કણોની સાંદ્રતા તંબાકુની સિગારેટ કરતાં આશરે 20 ટકા વધુ હોવાનું માલૂમ પડ્યું છે. આ એવા ઘાતક કણો છે જે સીધા ફેફસાં અને લોહીમાં ભળીને હૃદય રોગ (હાર્ટ એટેક) અને શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ પેદા કરે છે. આ ઉપરાંત, 'ઓક્સિડેટિવ પોટેન્શિયલ' (શરીરના કોષોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા) ના માપદંડ પર હર્બલ સિગારેટનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. તેંદુના પાનવાળી હર્બલ સિગારેટનું ઓક્સિડેટિવ પોટેન્શિયલ સામાન્ય તમાકુ કરતાં 49 ટકા વધારે હતું. સૌથી મોટો આંચકો એ લાગ્યો કે જેને “કેમિકલ-ફ્રી” અને “100% નેચરલ” કહીને માર્કેટિંગ કરવામાં આવતું હતું, તે તુલસીવાળી હર્બલ સિગારેટમાં 'લેડ' (ઝેરી સીસું) નું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું.નિકોટિન-ફ્રી એટલે રિસ્ક-ફ્રી નહીંઆ આખો રિસર્ચ રિપોર્ટ પ્રતિષ્ઠિત 'જર્નલ ઓફ હેઝાર્ડસ મટિરિયલ્સ' માં પ્રકાશિત થયો છે. આ અંગે વાત કરતા IIT ગાંધીનગરના પ્રોફેસર સમીર પટેલે જણાવ્યું હતું કે, "લોકોએ સમજી લેવાની જરૂર છે કે તંબાકુ-મુક્ત હોવાનો અર્થ એવો નથી કે તે જોખમ-મુક્ત (Risk-free) છે." જ્યારે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના પ્રોફેસર વિશાલ વર્માએ ભારપૂર્વક જણાવ્યું કે, ગ્રાહકો નિકોટિન-મુક્ત ઉત્પાદનોને ઓછી નુકસાનકારક સમજવાની મોટી ભૂલ કરી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે.કાયદાકીય છટકબારી (નિયમનનો અભાવ)ભારતમાં હાલનો કાયદો હર્બલ સિગારેટને તમાકુના કડક નિયમોના દાયરામાં કવર કરતો નથી, જેના કારણે આ પ્રોડક્ટ્સ બજારમાં કે ઓનલાઇન કોઈપણ વૈધાનિક ચેતવણી (Statutory Warning) વિના ખુલ્લેઆમ વેચાઈ રહી છે. આગામી 31 મે ના રોજ આવી રહેલા 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' (World No Tobacco Day) પહેલાં જાહેર થયેલા આ સંશોધને સરકાર સમક્ષ માગ કરી છે કે હર્બલ સિગારેટના વેચાણ પર પણ તમાકુની જેમ જ કડક નિયંત્રણો અને કાયદા લાગુ કરવામાં આવે.આ પણ વાંચો:Vadodara: ટેન્કરમાં ખાસ ગુપ્ત ગુફા બનાવી છુપાવેલો લાખોનો વિદેશી દારૂ SMCએ પકડ્યો

Read Full Story arrow_forward
Ahmedabad News : બોડકદેવમાં મોકા કાફેને મનપાએ સીલ મારી દીધુ
calendar_today May 29, 2026

Ahmedabad News : બોડકદેવમાં મોકા કાફેને મનપાએ સીલ મારી દીધુ

અમદાવાદના મોકા કેફેમાં કોફીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે મનપાને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી અને કેફે સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. મનપાએ આ કાફેની તપાસ કરી હતી અને ત્યાર બાદ તેને સીલ મારી દીધું હતું. એક ગ્રાહક કોફી પીવા માટે ગયા હતા. તેમણે જ્યારે કોફીનો ઓર્ડર આપ્યો અને કોફી આવી, ત્યારે તેમાં જીવાત તરતી જોવા મળી હતી. રસોડામાં પણ જીવજંતુઓ જોવા મળ્યા ગ્રાહકે આ અંગે કેફેના સ્ટાફને ફરિયાદ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં ગ્રાહકે પોતે કાફેના રસોડાની અંદર જઈને તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ગ્રાહકે રસોડાની મુલાકાત લેતા જ ત્યાં અત્યંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કિચનના પ્લેટફોર્મ, વાસણો અને ખાદ્યસામગ્રીની આસપાસ મોટી સંખ્યામાં વંદા અને અન્ય જીવજંતુઓ આટાફેરા મારી રહ્યા હતા. ગ્રાહકે આ સમગ્ર ભયાનક દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા.

Read Full Story arrow_forward