Gujarat Weather : 3 જૂન સુધી રાજ્યના 11 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી ઊંચું એટલે કે 44.4 ડિગ્રી નોંધાયું હતું. જોકે બીજી તરફ શનિવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની પણ હવામાન ખાતા દ્વારા પ્રબળ આગાહી કરવામાં આવી છે. તારીખ 30 મેથી તારીખ 3 જૂન સુધીમાં 11 જિલ્લામાં વરસાદ પડવાના સંકેતો આપવામાં આવ્યા છે. જેમાં દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર અને મહીસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં પ્રતિકલાક 50 કિલોમીટર સુધીની ઝડપે પવન પણ ફૂંકાશે. ગાજવીજ અને વાવાઝોડાની સ્પષ્ટ ચેતવણી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. ખાસ કરીને સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી, અમદાવાદમાં 44. 4ડિગ્રી અને રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાતાં નાગરિકો આકરા તાપથી તોબા પોકારી ઊઠ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી વધુ 28.8 ડિગ્રી રહ્યું હતું. જયારે સવારની સાપેક્ષ ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયું છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે શનિવારથી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને વાવાઝોડાની સ્પષ્ટ ચેતવણી જાહેર કરી છે. ભારે વરસાદ થવાની સત્તાવાર ચેતવણી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને કચ્છ જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. રવિ અને સોમવારે વરસાદનું જોર વધતાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે. આ જ ગાળા દરમિયાન મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામશે. વધુમાં, મંગળવારે દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Junagadh News: ગીરમાં વધુ 1 સિંહનું મોત, CDV વાયરસની આશંકાથી ખળભળાટ
Read Full Story arrow_forward