Hamirpur Bridge Collapse: UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી, 6 લોકોનાં મોત
બ્રિજ તૂટતા કાટમાળ નીચે દબાઈને છ મજૂરોના કરુણ મોત થયા છે. જ્યારે હજુ પણ અનેક મજૂરો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પુલ લાલપુર થાનાના મોરાકંદર અને કુરારાની મવઈજારને જોડવા માટે બનાવાઈ રહ્યો હતો. અકસ્માત બાદ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે ઘટનાસ્થળે અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.પુલ નીચે સૂઈ રહ્યા હતા મજૂરો આ અકસ્માત ગુરુવાર-શુક્રવારની મધરાતે લગભગ 3 વાગ્યે થયો હતો. બેતવા નદી પર બની રહેલા પુલનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. અકસ્માત સમયે પુલની નીચે ઘણા મજૂરો સૂઈ રહ્યા હતા. આ મજૂરો સવારે ઉઠીને ફરી પુલના નિર્માણ કાર્યમાં લાગી જતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદ, આંધી અને તૂફાનને કારણે આ અકસ્માત થયો છે. મૃત્યુઆંક વધવાની આશંકા સાથે જ આક્ષેપો પણ થઈ રહ્યા છે કે નિર્માણ સ્થળે સુરક્ષાના પૂરતા બંદોબસ્ત નહોતા. મજૂરોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. કાટમાળમાં હજુ લોકો ફસાયેલા હોવાની શક્યતા જોતા મૃત્યુઆંક 10 સુધી પહોંચી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી માટે જણાવી દઈએ કે આ પુલ રાજ્યસભા સાંસદ બાબૂરામ નિષાદના પ્રયાસોથી મંજૂરી મળ્યા બાદ બનાવવાનું શરૂ થયું હતું. સાંસદના પિતૃગામ મોરકંદર પરસાની નજીક આ પુલનું નિર્માણ ચાલી રહ્યું હતું.
Read Full Story arrow_forward