android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: વિરમગામ-અમદાવાદ હાઈવે પર સોકલી પાસે ટ્રક પલટતાં અકસ્માત : ચાલકને ઈજા
calendar_today May 28, 2026

Ahmedabad: વિરમગામ-અમદાવાદ હાઈવે પર સોકલી પાસે ટ્રક પલટતાં અકસ્માત : ચાલકને ઈજા

વિરમગામ : વિરમગામથી અમદાવાદ તરફ્ જવાના હાઈવે માર્ગ પર આવેલા સોકલી ગામ પાસેના સી.એન.જી પંપ સામે ગુરુવારે એક આઇશર ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇશર વાહનના ચાલકને ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વાહનમા ખાતર બનાવવાનો સામાન મોરબીથી અમદાવાદ તરફ્ લઈ જવાતો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દસ્ક્રોઈ ગ્રામ્યમાં આકાશી અગનવર્ષાની અસર : બપોરના સુમારે માર્ગો સુમસામ
calendar_today May 29, 2026

Ahmedabad: દસ્ક્રોઈ ગ્રામ્યમાં આકાશી અગનવર્ષાની અસર : બપોરના સુમારે માર્ગો સુમસામ

જેતલપુર : દસ્ક્રોઈ તાલુકા ગ્રામ્યમાં છેલ્લાં બે દિવસથી આકાશી અગનવર્ષાની અસર જોવા મળી રહી છે. તેમાંય સ્વામિનારાયણ મંદિરથી સુપ્રસિધ્ધ અને ખેડા હાઈવે પર આવેલા જેતલપુરના માર્ગો હાલમાં વરસી રહેલી કાળઝાળ ગરમીના કારણે બપોરના 12 કલાકથી નમતી બપોર સુધી સુમસામ જોવા મળી રહ્યા છે. તેમાંય વેપારીઓ પણ પ્રજાની અવરજવર ઘટતા બપોરના સુમારે દુકાનો બંધ રાખીને વામકુક્ષિ કરવાનું પસંદ કરી રહ્યા છે. આમ બપોરના સુમારે ગામના મોટાભાગના બજાર તેમજ રહેણાંક વિસ્તારની શેરીઓમાં નમતી બપોરના 4 કલાક સુધી સુમસામ જોવા મળતી હોય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: ડીસા પંથકમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો
calendar_today May 29, 2026

Deesa: ડીસા પંથકમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો

ડીસા : બનાસકાંઠા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ડીસા પંથકમાં વહેલી સવારે કાળા દિમાગ વાદળાઓ ના કારણે આકાશ ઘેરાતા ઉનાળાના વાવેતરની સીઝન લેવાના સમય જ આ વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ ખેડૂતોને બાજરી અને મગફળી લેવાનો સમય ચાલી રહ્યો છે અને એ જ સમયે વાતાવરણ બદલાતા ખેડૂતોને માવઠાનો ડર સતાવી રહ્યો છે જોકે સતત ત્રણ દિવસથી વાતાવરણ બદલાયેલું રહે છે જેના કારણે ઘણા ખેડૂતોએ બાજરી કાપણી અને મગફળી કાઢવાનું હાલ પૂરતું બંધ રાખ્યું છે જોકે વાતાવરણ ખુલ્લુ થતા જ ખેડૂતો ફરી પોતાનું વાવેતર લેવાની શરૂઆત કરશે જોકે હાલ આ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોઈ ખેડૂતોના ચહેરા પર ચિંતા જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward