Panchmahal: બાલાસિનોર ટાઉન પોલીસ મથકે SP દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન
મહીસાગર જિલ્લાના નાગરિકોને ઝડપી, પારદર્શી અને ઘર આંગણે ન્યાય મળી રહે તેમજ પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સંકલન વધે તેવા ઉમદા હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક સફ્નિ હસન દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરાયું છે. આ પ્રયાસ અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેઓ જાતે રૂબરૂ જઈને સ્થાનિક અરજદારોની ફરિયાદો અને રજૂઆતો સાંભળે છે. આ જનસંપર્ક અભિયાનના અનુસંધાને જિલ્લા પોલીસ વડા તાજેતરમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાજર રહીને સ્થાનિક અરજદારોને શાંતિપૂર્વક સાંભળી તેમની સમસ્યાઓના તાત્કાલિક અને સંતોષકારક નિકાલ માટે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી. આ લોકદરબાર અને જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન બાલાસિનોર ખાતે રહેતા એક અરજદારના ઘરે થયેલી ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો હતો અને તેમનો ચોરી થયેલો મુદ્દામાલ પરત મળ્યો હતો. જે અરજદારે રૂબરૂ આવીને જિલ્લા પોલીસ અધિક્ષકનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward