android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: અર્ધલશ્કરી દળોના કર્મચારીઓની જુનુ પેન્શન પ્રસ્થાપિત કરવા માંગ
calendar_today May 29, 2026

Gandhinagar: અર્ધલશ્કરી દળોના કર્મચારીઓની જુનુ પેન્શન પ્રસ્થાપિત કરવા માંગ

એલાયન્સ ઓફ ઓલ પેરા મિલિટરી વેલ્ફેર એસોના નેજા હેઠળ રાજ્યમાં જિલ્લા સ્તરે પેરા મિલિટરી વેલ્ફેર બોર્ડ તથા દેશના અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનું જુનુ પેન્શન પુનઃસ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. સે.12 ઉમિયા માતાજી સંસ્થાન ખાતે કેન્દ્રિય હથિયારી પોલીસ દળોના ગુજરાતના નિવૃત્ત અર્ધ લશ્કરી દળોના રાષ્ટ્રિય સંગઠન એલાયન્સ ઓફ ઓલ પેરા મિલિટરી વેલ્ફેર એસો.ના નેજા હેઠળ સરકાર સામે તેમની પડતર માંગણીઓ અંગે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો તો. જેમાં મુખ્યત્વે છ માંગણીઓ અંગે ચર્ચા કરાઇ હતી. આ માંગણીઓમાં ગુજરાત રાજ્યમાં જિલ્લા સ્તરે પેરા મિલિટરી વેલ્ફેર બોર્ડની રચના કરવા, અર્ધલશ્કરી દળોના કર્મીઓનું જુનુ પેન્શન પુનઃસ્થાપિત કરવા, સીએપીએફ જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ-2026ને પાછુ ખેંચવા, નિવૃત્ત સૈનિકો માટે ભુતપુર્વ સૈનિક દરજ્જો લાગુ કરવા માંગ કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: પેથાપુર સોસાયટી વિસ્તારના ખરાબ માર્ગોથી સ્થાનિકો ત્રાહીમામ પોકાર્યા
calendar_today May 29, 2026

Gandhinagar: પેથાપુર સોસાયટી વિસ્તારના ખરાબ માર્ગોથી સ્થાનિકો ત્રાહીમામ પોકાર્યા

ગાંધીનગર શહેરના પેથાપુરમાં સહજાનંદ સ્પર્શ સોસાયટી સહિતના વિસ્તારમાં છેલ્લા ત્રણેક વર્ષથી માર્ગોની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. પાઈપલાઈન નાખવા રસ્તા ખોદી નાખ્યા બાદ તેના ઉપર ડામર પાથરવાની તસ્દી લેવાઈ નથી. ખરાબ રોડને પગલે આવતા-જતા વાહનો ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે, એટલું જ નહીં ખરાબ રોડને પગલે અહીં નાના-મોટા અકસ્માતો થતા જ રહે છે. ખરાબ રસ્તાને પગલે વાહનો ચાલકો ઉપરતાં સિનિયર સિટીઝન, બિમાર લોકોની હાલત પણ દયનીય બની જાય છે. જે અંગે વારંવાર મૌખિક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. તેમા પણ હવે ચોમાસુ આવતા આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિનું સર્જન થઈ જશે તેવી ભીતી સ્થાનિકોને છે. માર્ગો ઉપર પડેલાં ખાડાઓમાં ચોમાસામાં પાણી ભરાતા અકસ્માતોની સંભાવના વધી જાય છે. જેને પગલે તંત્ર દ્વારા વહેલી તકે અહીં પગલાં લેવાય તેવી સ્થાનિકોની માંગણી છે. સ્થાનિક તંત્રમાં રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડી હોવાની વિગતો છે. ટીપી-16 વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં હજારો પરિવારો વસવાટ કરે છે, જેઓ ખરાબ રસ્તાથી પરેશાની ભોગવી રહ્યાં છે. જેને પગલે તંત્ર દ્વારા વહેલી તકે અહીં માર્ગ સુધારણાની કામગીરી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ગોધરા કોર્ટ પરિસરમાં નવીન લિફ્ટનું ઉદઘાટન કરાયું
calendar_today May 29, 2026

Godhra: ગોધરા કોર્ટ પરિસરમાં નવીન લિફ્ટનું ઉદઘાટન કરાયું

ગોધરા ખાતે જિલ્લા અને સત્ર ન્યાયાલય સંકુલ ખાતે આવતા દિવ્યાંગ પક્ષકારો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ તથા શારીરિક અશક્ત પક્ષકારોના ઉપયોગ માટે ગઈકાલે તા.27ના રોજ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ સી.કે. ચૌહાણ તથા કોર્ટના દિવ્યાંગ કર્મચારી ભાર્ગવભાઈ પરમારના હસ્તે નવીન લિફ્ટનું ઉદઘાટન કરાયું હતું. જે પ્રસંગે તમામ ન્યાયાધીશો, વકીલ મંડળ ગોધરાના પ્રમુખ, જિલ્લા સરકારી વકીલ, તમામ વકીલો, કોર્ટના કર્મચારીગણ તથા પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતાં. જરૂરિયાતમંદ લોકો આ લિફ્ટના ઉપયોગ કરી શકે તે માટે અલાયદી વ્હીલચેર પણ રાખવામાં આવી છે. આ લિફ્ટનો મહત્તમ ફાયદો ન્યાયાલય સંકુલમાં આવતા દિવ્યાંગ પક્ષકારો, વૃદ્ધ વ્યક્તિઓ અને સગર્ભા મહિલાઓ તથા શારીરિક અશક્ત પક્ષકારોને થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward