Gandhinagar: લીંબડીયા કેનાલમાં 50 વર્ષિય મહિલાની લાશ મળી
ડભોડા : ગાંધીનગરના લીબડીયા કેનાલમાંથી આજે બપોરે એક અજાણી 50 વર્ષિય મહિલાની લાશ પાણીમાંથી મળી આવી હતી. મહિલાની લાશને બહાર કઢા વીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાની ઉંમર 45 થી 50 વર્ષની મનાય છે. પીનાકલ સ્કુલની નજીકથી પસાર થતી નર્મદા મેઇન કેનાલના પાણીમાં લાશ તરતી હોવાની જાણ થતા ડભોડા પોલીસ સ્થળ પર પહોચી હતી અને લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. લાશનુ પીએમ કરાવીને હાલ કોલ્ડરુમ ખાતે રાખવામાં આવી હોવાની વિગતો છે. આ મામલે ડભોડા પોલીસે મહિલાના પરીવા રજનોની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward