Godhra: બૅંક ઓફ બરોડાના નવા ATM રૂમનું ખાતમૂહુર્ત કરાયું
ગોધરા સ્થિત પંચમહાલ જિલ્લા અને સત્ર ન્યાયાલય સંકુલ ખાતે કોર્ટ પરિસરમાં આવતા વકીલો, કર્મચારીગણ, પક્ષકારો તેમજ જાહેર જનતાની નાણાકીય સુવિધા માટે બેંક ઓફ્ બરોડા સાથેના સકારાત્મક પરામર્શથી નવું ATM શરૂ કરવા માટેના રૂમના બાંધકામનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત વિધિ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.કે. ચૌહાણ તેમજ બેંક ઓફ્ બરોડા, ગોધરા રીજીયનના રીજીયોનલ હેડ અને એ.જી.એમ. કૌશલ કિશોર પાંડેના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થઈ હતી. ન્યાય સંકુલમાં એ.ટી.એમ.ની સુવિધા ઉપલબ્ધ થવાના કારણે દરરોજ અહીં આવતા સેંકડો વકીલો, પક્ષકારો અને કોર્ટના કર્મચારીઓને નાણાકીય વ્યવહારોમાં મોટી રાહત મળશે અને તેમનો સમય બચશે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા મુખ્ય મથકે ફ્રજ બજાવતા તમામ ન્યાયાધીશો, બેંક ઓફ્ બરોડા (સ્ટેશન રોડ બ્રાન્ચ)ના બ્રાન્ચ મેનેજર મનીષ ગુપ્તા, જિલ્લા સરકારી વકીલ, પંચમહાલ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ, વિવિધ હોદ્દેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં કોર્ટ અને બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward