android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: ગોગડિયા ગામે સુખી સિંચાઇ બ્રાન્ચ કેનાલ બાળકો માટે બન્યો હોજ
calendar_today May 29, 2026

Panchmahal: ગોગડિયા ગામે સુખી સિંચાઇ બ્રાન્ચ કેનાલ બાળકો માટે બન્યો હોજ

બોડેલી તાલુકાના ગોગડિયા ગામ નજીકથી પસાર થતી સુખી સિંચાઈ વિભાગની માઇનોર કેનાલ ગરીબ પરિવારોના બાળકો માટે સ્વિમિંગ પુલ બની છે. ગ્રામ્ય વિસ્તારના બાળકો કાળઝાળ ગરમીમાં કેનાલના પાણીમાં ધબૂકા લગાવી રહ્યીં છે. ગોગડિયા ગામ પાસે બાળકો કેનાલમાંથી પસાર થતા પાણીમાં સ્વિમિંગ કરી ઉનાળાની ગરમીમાં આનંદ માણતા જોવા મળ્યા હતા. કોઈ મોંઘા રિસોર્ટ નહીં, કોઈ વોટરપાર્ક નહીં છતાં બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ગોગડિયા ગામ નજીક પસાર થતી કેનાલમાં પાણી આવતા આસપાસના બાળકો ત્યાં પહોંચી ગયા હતા. નાના નાના બાળકો પાણીમાં કૂદાકૂદી કરતા, તરતા અને એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બાળકો માટે આ કેનાલ જ સ્વિમિંગ પૂલ બની ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ બાળકો પાસે મોંઘા સ્વિમિંગ કિટ કે સુરક્ષા સાધનો નહોતા, છતાં પાણીમાં તેઓ નિર્ભય રીતે આનંદ માણી રહ્યા હતા. એક તરફ્ શહેરોમાં લોકો વેકેશન માણવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, જ્યારે બીજી તરફ્ આ ગરીબ બાળકો માટે કેનાલનું વહેતું પાણી જ સૌથી મોટું વોટરપાર્ક સાબિત થઈ રહ્યું છે. બાળકોના ચહેરા પર દેખાતી ખુશી એ વાતનો અહેસાસ કરાવી રહી હતી કે સાચો આનંદ મોંઘી સુવિધામાં નહીં પરંતુ નાની-નાની ક્ષણોમાં છુપાયેલો હોય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ઉનાળામાં ગામડાંના બાળકો માટે આવી કેનાલો જ મનોરંજનનું સાધન બને છે. રોજિંદા જીવનની મુશ્કેલી વચ્ચે પણ બાળકો કુદરત સાથે ખુશી શોધી લે છે. જે દ્રશ્ય દરેકને ભાવુક બનાવી દે તેવું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની બેઠક યોજાઈ
calendar_today May 29, 2026

Chhotaudepur: ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની બેઠક યોજાઈ

નસવાડી : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની પ્રથમ બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. સમિતિના અધ્યક્ષ પંકજ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના ખર્ચ અને હિસાબી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરાઇ હતી. જેમાં સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે બેઠકમાં જોડાયા હતા. સમિતિ દ્વારા રાજ્યના જુદા જુદા વિભાગોમાં થતા ખર્ચ, કામગીરીની પારદર્શિતા અને હિસાબી પ્રક્રિયાની સમીક્ષા અંગે ચર્ચા કરાઇ હતી. સાથે જ સોમવાર અને મંગળવાર દરમિયાન સમિતિના તમામ સભ્યો તથા સંબંધિત અધિકારીઓને ખાસ હાજર રહી સમિતિ સમક્ષ આવતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પણ મુલાકાત કરાઇ હતી. જેમાં સમિતિની કામગીરી અને બેઠક સંબંધિત મુદ્દા પર ચર્ચા કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: માલસર ગામે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી ઝડપાયા
calendar_today May 29, 2026

Vadodara: માલસર ગામે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી ઝડપાયા

શિનોર તાલુકામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. માલસર ગામે અનેક ગુનામાં ચૂઈ ગેંગ તથા GUJCTOCના ગુનામાં સંડોવાયેલા બે સહિત ત્રણ આરોપીને ઝડપી પાડયાં હતા. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો સામે સખત અભિયાન શરૂ કરાયું છે. માલસર ગામે બનેલા બનાવમાં આરોપીઓએ ગેરકાયદે ટોળકી બનાવી ફરિયાદી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ આરોપી ફરાર થયા હતા. શિનોર પોલીસે બાતમીને આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ચૂઈ ગેંગ સાથે સંકળાયેલા અરૂણ જયેશ માછી અને રવિ ઉર્ફે કાળીયો સુભાષ માછીને ઝડપી પાડયાં હતા. બંને આરોપી અગાઉ પણ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી, દારૂના ગુનાઓ, અપહરણ સહિત GUJCTOC હેઠળના અનેક ગુના નોંધાયેલા છે. જ્યારે ભાવેશ મહેશ માછી (રહે, વરાછા, તા. નાંદોદ, જિ. નર્મદા)ને ઝડપી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, જિલ્લામાં આવા તત્ત્વો સામે કાર્યવાહી કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward