Panchmahal: કચ્છના માલધારીઓએ પશુધન સાથે વતન તરફ વાપસી શરૂ કરી
કચ્છના રણમાંથી દિવાળી પછી નીકળેલા માલધારી પરિવાર હવે ચોમાસું નજીક આવતા જ પોતાના વતન તરફ્ પાછા ફ્રી રહ્યા છે.8 મહિનાથી ઘાસચારા અને પાણીની શોધમાં આ પરિવારો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જેવા ગુજરાતના વિવિધ વિસ્તારોના જંગલો અને વનવગડામાં પોતાના પશુધન (ઘેટાં, બકરાં અને ઊંટ) સાથે ભટકી રહ્યા હતા. ભુજ અને અંજાર તાલુકાના રતનાલ તેમજ માસિંગણા ગામના આ માલધારી દર વર્ષે આ રીતે સ્થળાંતર કરીને જીવનનિર્વાહ ચલાવે છે. આ સમગ્ર ઘટના માત્ર એક મુસાફ્રી નથી, પરંતુ આધુનિક યુગમાં પણ પોતાની પરંપરા, ધાર્મિક માન્યતા અને પશુધન આધારિત જીવનપદ્ધતિને જીવંત રાખતી ગુજરાતની પ્રાચીન માલધારી સંસ્કૃતિ અને કુદરત સાથેના તેમના ગાઢ સંબંધોનું એક અનોખું ઉદાહરણ છે. હાલ જેઠ મહિનો શરૂ થતાં જ તેઓ વતન તરફ્ રવાના થયા છે. ત્યારે બોડેલીના ટીંબી ગામ નજીક રોકાણ કરીને બે-ત્રણ દિવસનો વિરામ લીધો હતો. પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ દેવ ડાયરો અને સિકોતર માતાની પૂજા-અર્ચનાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કચ્છના પ્રખ્યાત લાખન ભુવાજીને ખાસ બોલાવાયા હતા, અને ભજન-આરતી સાથે વિસ્તાર ભક્તિમય બન્યો હતો. માલધારી સમાજના અગ્રણી વીશાભાઈ નાથાભાઈ રબારીના જણાવ્યા મુજબ, ખુલ્લા આકાશ નીચે અને જંગલોમાં વસવાટ કરતી વખતે પશુઓ અને પરિવારને ઝેરી જીવજંતુઓ, સાપ (એરુ-ઝાંઝર) અને વન્ય પ્રાણીઓના હુમલાથી રક્ષણ મળવાની માન્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward