Surat News: ડિંડોલીમાંથી ગર્ભપાત કૌભાંડના મુખ્ય કમિશન એજન્ટ જગદીશ પાટિલની ધરપકડ
સુરત શહેરમાં ગેરકાયદેસર ગર્ભપાતના ચાલતા કાળા કારોબાર મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર નેટવર્કના મુખ્ય કડી સમાન કમિશન એજન્ટ જગદીશ પાટિલની ડિંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. આ એજન્ટ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવતી હોસ્પિટલ માટે પેશન્ટો શોધી લાવવાનું અને નેટવર્ક મજબૂત કરવાનું કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.રામગોપાલની હોસ્પિટલમાં પેશન્ટ સપ્લાય કરવાનું કાવતરું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલા ખુલાસા મુજબ, શહેરમાં પકડાયેલા રામગોપાલ નામના શખ્સની હોસ્પિટલમાં આ ગેરકાયદેસર ગર્ભપાતનો કાળો કારોબાર ધમધમતો હતો. ઝડપાયેલો આરોપી જગદીશ પાટિલ આ હોસ્પિટલ માટે મુખ્ય કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. તે આસપાસના વિસ્તારોમાંથી મજબૂર અને જરૂરિયાતમંદ ગર્ભવતી મહિલાઓને શોધીને ગેરકાયદેસર ગર્ભપાત કરાવવા માટે રામગોપાલની હોસ્પિટલમાં મોકલતો એટલે કે 'પેશન્ટ સપ્લાય' કરતો હતો. પ્રતિ પેશન્ટ બે હજાર કમિશન, મોટા આર્થિક કૌભાંડની આશંકા ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવો પણ ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે જગદીશ પાટિલ હોસ્પિટલમાં ગર્ભપાત માટે એક પેશન્ટ લાવવા બદલ રૂપિયા 2,000નું ફિક્સ કમિશન મેળવતો હતો. પોલીસને દ્રઢ આશંકા છે કે આ આખું નેટવર્ક લાંબા સમયથી સક્રિય હતું અને તેની પાછળ ખૂબ જ મોટું આર્થિક કૌભાંડ ચાલી રહ્યું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પાટિલની કડક પૂછપરછ શરૂ કરી છે, જેમાં આ કાળા કારોબાર સાથે જોડાયેલા અન્ય સ્થાનીય ડૉક્ટરો, એજન્ટો અને મેડિકલ સ્ટાફના નામો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward