android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વસ્ત્ર્રાલમાં એક જ જગ્યાએ 2-2 વાર રિફ્લેક્ટર લગાવી જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો કરાયો
calendar_today May 28, 2026

વસ્ત્ર્રાલમાં એક જ જગ્યાએ 2-2 વાર રિફ્લેક્ટર લગાવી જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો કરાયો

સ્માર્ટ સિટી અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતી કરોડો રૂપિયાની કામગીરીઓ ઘણીવાર જનતાની સુવિધા માટે ઓછી અને વિવાદો માટે વધ હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વસ્ત્ર્રાલ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં સરકારી નાણાંનો કઈ હદે વેડફટ થઈ રહ્યો છે તેનો જીવતો-જાગતો પુરાવો જોવા મળ્યો છે. વસ્ત્ર્રાલના એક મુખ્ય માર્ગ પર આવેલા ઝીબ્રા ક્રોસિંગ પાસે એક જ જગ્યાએ 2-2 વાર રોડ રિફ્લેક્ટર લગાવી દેવામાં આવ્યા છે. તંત્રની આ વિચિત્ર અને શંકાસ્પદ કામગીરીને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મહત્વનું છે કે સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી કામગીરીઓ કોઈ સામાન્ય ભૂલ નથી હોતી, પરંતુ તેની પાછળ મોટું આર્થિક હિત છુપાયેલું હોય છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવી બિનજરૂરી કે ઓવરલેપિંગ કામગીરીઓ સામાન્ય જનતા કે અન્ય કોઈના ધ્યાનમાં ન આવે તે રીતે છાના ખૂણે કરી નાખવામાં આવે છે. ત્યારબાદ ખોટા બિલ અને ટેન્ડરો પાસ કરાવીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતથી કરોડો રૂપિયા ઓળવી જવામાં આવે છે. પોતાના માનીતા અને મળતિયા કોન્ટ્રાક્ટરોને રાતોરાત અમીર બનાવવા માટે જ જનતાના પરસેવાના અને ટેક્સના પૈસાનો આ રીતે ધુમાડો કરવામાં આવી રહ્યો હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે. સામાન્ય રીતે ટ્રાફ્કિ નિયમન અને રાત્રિના સમયે વાહનચાલકોની સલામતી માટે રોડ રિફ્લેક્ટર લગાવવામાં આવતા હોય છે. પરંતુ વસ્ત્ર્રાલના આ રોડ પર રસ્તાની વચ્ચે આવેલા ઝીબ્રા ક્રોસિંગની બિલકુલ સમાંતર અને એકબીજાની અડોઅડ બે-બે રિફ્લેક્ટર લાઈન ગોઠવી દેવામાં આવી છે. કામગીરી કોઈ પણ પ્રકારના આયોજન વગર, માત્ર અને માત્ર સરકારી ચોપડે કામ બતાવવા માટે કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું તંત્ર પાસે એન્જિનિયરોની અછત છે કે પછી આ બધું જાણીજોઈને કરવામાં આવ્યું છે?ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગરમી સામે મહિલાનું અનોખું રક્ષા કવચ
calendar_today May 28, 2026

ગરમી સામે મહિલાનું અનોખું રક્ષા કવચ

કાળઝાળ ઉનાળામાં સૂર્યપ્રકાશ અને લૂથી બચવા માટે લોકો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના માર્ગો પર તીવ્ર ગરમી વચ્ચે મોં-માથું ઢાંકીને, હેલ્મેટ પહેરી પોતાના બાળક સાથે દ્વિચક્રી વાહન પર અગત્યના કામે નીકળેલા એક મહિલા ચાલક તસવીરમાં કેદ થયા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
જમાલપૂરમાં શાકભાજી વેચતા ફેરીયાઓનું દબાણ વધ્યું
calendar_today May 28, 2026

જમાલપૂરમાં શાકભાજી વેચતા ફેરીયાઓનું દબાણ વધ્યું

અમદાવાદ । જમાલપુર શાક માર્કેટની બહાર અને બ્રિજની નીચે રોડ પર ગેરકાયદેસર રીતે શાકભાજી વેચતા ફેરિયાઓના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામેનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અથવા જગ્યા ફળવવામાં આવી હોવા છતાં, ફેરિયાઓ રોજેરોજ મુખ્ય રોડ પર જ લારીઓ અને પાથરણાં લગાવીને વેપાર કરી રહ્યા છે, જેને કારણે આખો રોડ બ્લોક થઈ જાય છે. મહત્વનું છે કે ફેરિયાઓ દ્વારા રોડની ડાબી બાજુએ મોટા છત્રી અને લારીઓ ગોઠવી દેવાતા વાહનોની અવરજવર માટે માત્ર અડધો રોડ જ ખુલ્લો રહે છે. અને અડધા રોડ પર ફેરીયાઓએ કબજો કર્યો છે. શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો પોતાના વાહનો વચગાળે પાર્ક કરતા હોવાથી પીક અવર્સમાં અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે. રિક્ષા અને કાર જેવા મોટા વાહનો અટવાઈ જાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward