ખાડિયામાં ભર ઉનાળે મસમોટો ભૂવો પડયોઃ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ
અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થાય તે પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના દાવાઓ ધોવાઈ ગયા છે. શહેરના વ્યસ્ત અને કોટ વિસ્તાર ગણાતા ખાડિયામાં પ્રથમ વરસાદ પહેલાં જ એક મોટો અને ઊંડો ભૂવો પડતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.મહત્વનું છે કે ખાડિયા વિસ્તારમાં આવેલી ઝકરિયા મસ્જિદની ગલીમાંથી લાલશાહ રોડ તરફ્ જતા મુખ્ય રસ્તા પર અચાનક જ જમીન ધસી પડી હતી અને એક ઊંડો ભૂવો પડી ગયો હતો. આ રોડ પરથી રોજ હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. સદનસીબે જ્યારે આ ભૂવો પડયો ત્યારે કોઈ વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું ન હતું, નહીં તો મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાઈ શકત. મહત્વનું છે કે ભૂવો એટલો ઊંડો અને જોખમી છે કે રાત્રિના અંધારામાં કોઈ વાહનચાલક તેમાં ખાબકી શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહીશોએ અકસ્માત નિવારવા માટે ભૂવાની આસપાસ તાત્કાલિક ધોરણે પથ્થરો અને લાકડાની આડશ ગોઠવી દીધી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પણ વાસ્તવિકતા અલગ છે. હજુ તો વરસાદ પડયો પણ નથી, ત્યાં જ જો રસ્તાઓ ધસી પડતા હોય તો ધોધમાર વરસાદમાં આ વિસ્તારની સ્થિતિ શું થશે? ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward