calendar_today
May 28, 2026
આવતીકાલે ઉ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
એક તરફ્ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. બીજી તરફ્, આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ હાલમાં ઉનાળાનો આકરો તાપ યથાવત છે. મહેસાણા 42 ડિગ્રી તાપમાન સાથે સતત બીજા દિવસે પણ ગરમ શહેર રહ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓેમાં પણ 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફર થવાની શક્યતા નથી. જો કે, ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે નાગરિકોને ભારે અકળામણ, બફરો સહન કરવો પડશે. અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધતાં વાતાવરણ બદલાશે હાલમાં દક્ષિણ-પિૃમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વરસાદની સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે 30 મે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ, જયારે 31, મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, કચ્છમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ છે. 1 જૂન પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story
arrow_forward