android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
બનાસકાંઠા જિલ્લાના ગઢ વિસ્તારમાંથી રૂ.19.72 લાખના શંકાસ્પદ ઘી અને પીકઅપ ડાલા સાથે એક શખ્સ ઝડપાયો
calendar_today May 28, 2026

બનાસકાંઠા જિલ્લાના ગઢ વિસ્તારમાંથી રૂ.19.72 લાખના શંકાસ્પદ ઘી અને પીકઅપ ડાલા સાથે એક શખ્સ ઝડપાયો

ગુજરાતના લોકોના રસોડામાં શૃદ્ધતાના નામે કેમિકલયુક્ત અમૃત પીરસતા તત્વો સામે બનાસકાંઠા એસ.ઓ.જી.એ લાલ આંખ કરી છે. સામાન્ય નાગરિકો જ્યારે મોંઘવારીમાં ઘી ખરીદતા પહેલાં સો વાર વિચારે છે ત્યારે બનાસકાંઠાના કેટલાક શખ્સો રાતોરાત અમીર બનવા માટે શંકાસ્પદ અને નકલી ઘીના ડબ્બા ટ્રાન્સપોર્ટ કરવામાં વ્યસ્ત છે પરંતુ આ વખતે તેમનું આ ચીકણું પ્રકરણ પોલીસની બાજ નજરમાંથી બચી શક્યું નથી.બનાસકાંઠા એસ.ઓ.જી. ટીમ ગઢ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક પીકઅપ ડાલામાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું શંકાસ્પદ ઘી સપ્લાય થવાનું છે. પોલીસે તુરંત જ સામઢી મોટાવાસથી આસેડા જતા રોડ ઉપર કેનાલ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે શંકાસ્પદ પીકઅપ ડાલા આવતા તેને રોકી તલાસી લેવામાં આવી હતી અને પીકઅપ ડાલામાંથી અલગ અલગ માર્કાના 15 કિલોગ્રામના કુલ ડબ્બા નંગ 176 કિ.રૂા.16,72,000 તથા શંકાસ્પદ ઘીની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ પીકઅપ ડાલા કિ.રૂા.3,00,000 કુલ મળી કિ.રૂા.19,72,000નો મુદ્દામાલ સાથે પીકઅપ ડાલાના ચાલક જામસિંગ જાલમસિંગ સોલંકી રહે.સામઢી મોટાવાસની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લો એટલે દૂધ અને શુદ્ધ ડેરી પ્રોડક્ટ્સની ભુમિ. પરંતુ કેટલાક કમાઉ દીકરાઓએ આ ભૂમિને નકલી ઘીનું મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાની સોપારી લીધી હોય તેમ લાગે છે. સવાલ એ થાય છે કે જ્યાં સુધી આ નકલી ઘી બનાવતી અસલી ફેક્ટરીઓ અને તેના માલિકોના ગળા સુધી કાયદાનો હાથ નહિં પહોંચે ત્યાં સુધી શું જનતાના સ્વાસ્થ્ય સાથેના આ ખેલ બંધ થશે ખરા ! ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં ગેરકાયદે માછીમારી કરવા ઉપર તંત્રનો પ્રતિબંધ
calendar_today May 28, 2026

દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં ગેરકાયદે માછીમારી કરવા ઉપર તંત્રનો પ્રતિબંધ

દ્વારકા યાત્રાધામમાં ગોમતી નદીમાં અવાર-નવાર અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદે માછીમારી કરાતી હોય અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ગોમતી નદી પર સંગમનારાયણ મંદિરથી જૂના ગોમતી ઘાટ તથા નવા ગોમતી ઘાટ, કીર્તિ સ્તંભથી દ્વારકાધીશ મંદિર પાર્કિંગ સુધી તથા ગોમતી નદીના સામા કિનારે લક્ષ્મીનારાયણ પંચનદ તીર્થ (પંચકુઈ) મંદિરના નજીકના કિનારાથી 100 મીટર ત્રિજયાથી લઈ ગોમતી નદીનો પ્રવાહ સમુદ્રમાં મળે ત્યાં સુધી ગોમતી નદીના બંને કિનારે તમામ પ્રકારની બોટ/હોડી તથા પગડીયા માછીમારો દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ઉપરાંત દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજયા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તમાકુ, ગુટખા, સિગરેટ વગેરેના વેચાણ, ખરીદી અને સેવન પર અને દ્વારકાધીશ મંદિર દ્વારકાની 100 મીટરની ત્રિજયામાં ભિક્ષુકો તથા ફ્રતા ફેરીયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Delhi : ઘરમાં ACના ઈનડોર યૂનિટમાં થયો બ્લાસ્ટ, પૂર્વ IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું થયું મોત
calendar_today May 28, 2026

Delhi : ઘરમાં ACના ઈનડોર યૂનિટમાં થયો બ્લાસ્ટ, પૂર્વ IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું થયું મોત

દિલ્હીના હૌઝ ખાસ વિસ્તારમાં 27 મેની રાત્રે એક ઘરમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં દેશના પ્રથમ CCIના પૂર્વ અધ્યક્ષ અને નિવૃત્ત IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 11:18 વાગ્યે હૌઝ ખાસ પોલીસ સ્ટેશનને PCR કોલ મળ્યો હતો કે R-15 નંબરના મકાનમાં આગ લાગી છે.પુત્રની પણ સારવાર ચાલી રહી છે માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સમયે ઘરમાં પરિવારના સભ્યો અને ઘરકામ કરતા કર્મચારીઓ સહિત કુલ પાંચ લોકો હાજર હતા. બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ધનેન્દ્ર કુમારને AIIMS ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ધુમાડાના કારણે તેમની હાલત ગંભીર બની જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના પુત્રની પણ સારવાર ચાલી રહી છે અને હાલ તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું જણાવાયું છે. ધનેન્દ્ર કુમાર 1968 બેચના IAS અધિકારી હતા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ACની ઈન્ડોર યુનિટમાં થયેલા બ્લાસ્ટના કારણે લાગી હતી. ક્રાઈમ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને ઈલેક્ટ્રિકલ સિસ્ટમની પણ વિગતવાર તપાસ ચાલી રહી છે. હાલ સુધી કોઈ સડયંત્ર કે ગેરરીતિના સંકેતો મળ્યા નથી. ધનેન્દ્ર કુમાર 1968 બેચના IAS અધિકારી હતા અને પોતાના લાંબા કારકિર્દીમાં કેન્દ્ર તથા હરિયાણા સરકારમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી હતી. તેઓ ફેબ્રુઆરી 2009થી જૂન 2011 સુધી CCIના પ્રથમ ચેરમેન રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં સ્પર્ધા કાયદાના અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. નિવૃત્તિ બાદ પણ તેઓ જાહેર નીતિ અને સ્પર્ધા કાયદા ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમના નિધનથી વહીવટી અને આર્થિક ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. આ પણ વાંચો : Delhiમાં ટ્રાફિકની નહીં થાય હવે સમસ્યા, કરોડોના ખર્ચે બનશે 6 એક્સપ્રેસ વે, ટનલ અને કોરિડોર

Read Full Story arrow_forward