android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાંચો 29 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today May 28, 2026

વાંચો 29 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

સમગ્ર દેશમાં 29 મેના રોજ રાજકારણ, સંરક્ષણ, રમતગમત, કાયદો અને હવામાનને લઈને અનેક મોટી ગતિવિધિઓ જોવા મળવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસથી લઈને સર્વોચ્ચ અદાલતમાં થનારી મહત્વની સુનાવણીઓ પર આજે દેશભરની નજર રહેશે. 29 મેના રોજ બનનારી તમામ 11 મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે.અદાલતોમાં મહત્વની સુનાવણીઓ અમદાવાદ પ્લેન અકસ્માત કેસ અમદાવાદ પ્લેન અકસ્માત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ની આગેવાની હેઠળની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. આ અગાઉ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. NEET પેપર લીક મામલો મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET પેપર લીક વિવાદ અંગે ડોક્ટર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. અગાઉ કોર્ટ દ્વારા NTA અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી હતી. કોકરોચ જનતા પાર્ટી X હેન્ડલ બ્લોકિંગ કોકરોચ જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા હેન્ડલ 'X' (ટ્વિટર) બ્લોક કરવાનો મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો છે. ફાઉન્ડર અભીજીત દીપકે દ્વારા કરવામાં આવેલી પડકાર અરજી પર આજે સુનાવણી થશે. બાહુબલીઓના આર્મ્સ લાયસન્સ પર એક્શન ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો અને બાહુબલીઓને ઈસ્યુ કરવામાં આવેલા શસ્ત્ર લાયસન્સ અંગે અલ્હાબાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આજે રાજ્ય સરકારે આ અંગે પોતાનું સોગંદનામું અને વિગતો રજૂ કરવાની રહેશે. રાજકારણ અને રાષ્ટ્રીય પ્રવાસો અમિત શાહનો કચ્છ પ્રવાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના 'બોર્ડર મિશન' અંતર્ગત આજે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લેશે. તેઓ અત્યંત સંવેદનશીલ એવા 'હરામી નાળા' અને ભુજ ક્ષેત્રની મુલાકાત લઈ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને BSF ની બોર્ડર પોસ્ટ 'G-7' નું ઉદ્ઘાટન કરશે. કર્ણાટકમાં કોંગ્રેસની બેઠક કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામા બાદ આજે બેંગલુરુની એક હોટલમાં સાંજે 5:00 વાગ્યે કોંગ્રેસ વિધાનમંડળ પક્ષની બેઠક મળશે. જેમાં ડી.કે. શિવકુમાર વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નિતિન નવીનનો ઉત્તરાખંડ પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન ત્રણ દિવસના ઉત્તરાખંડ પ્રવાસે છે, જેનો આજે બીજો દિવસ છે. તેઓ સરકાર અને સંગઠનના કાર્યોની સમીક્ષા કરશે અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીની જીત માટે કાર્યકરોને મંત્ર આપશે. ઉપરાષ્ટ્રપતિનો દક્ષિણ ભારત પ્રવાસ દેશના ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળના ત્રણ દિવસના પ્રવાસે રવાના થશે. કૃષિ, રમતગમત અને હવામાનની સ્થિતિ રાષ્ટ્રીય કૃષિ પરિષદનો અંતિમ દિવસ દિલ્હીમાં ચાલી રહેલી રાષ્ટ્રીય કૃષિ પરિષદનો આજે છેલ્લો દિવસ છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે મળીને ખરીફ સિઝન 2026 માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મનસુખ માંડવિયાનો શિલોંગ પ્રવાસ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા 29 થી 31 મે દરમિયાન શિલોંગના પ્રવાસે રહેશે. તેઓ યુવા બાબતોના ચિંતન શિબિરમાં ભાગ લેશે તેમજ રાષ્ટ્રીય રમતો 2026ની સમીક્ષા બેઠક કરી ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હીમાં આજે તેજ વાવાઝોડું, તોફાન અને વરસાદની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ હવામાન 31 મે સુધી પ્રભાવિત રહી શકે છે.આ વર્ષે દેશમાં કેવું રહેશે ચોમાસું? IMD પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરશે મહત્વનું પૂર્વાનુમાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 29 મેની સવારે 9:30 વાગ્યે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં ચાલુ વર્ષે દેશમાં થનારી વરસાદની સ્થિતિ અંગેનું 'લોન્ગ રેન્જ' (દીર્ઘકાલીન) પૂર્વાનુમાન જાહેર કરાશે. આ ખાસ પત્રકાર પરિષદને હવામાન વિભાગના મહાનિદેશક (DG) પોતે સંબોધિત કરશે અને આગામી ચોમાસાને લઈને સત્તાવાર વિગતો રજૂ કરશે. આ પૂર્વાનુમાન પરથી સ્પષ્ટ થઈ જશે કે, આ વર્ષે દેશના કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વના સમાચાર બની રહેશે.કૃષ્ણનગર ફાયરિંગ કેસ: કુખ્યાત ધમા બારડની અમદાવાદ ક્રાઇમબ્રાંચ કરશે ધરપકડ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઘાયલ થયેલો સ્થાનિક કુખ્યાત ગુનેગાર ધમા બારડ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યો છે. હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ, અમદાવાદ ક્રાઇમબ્રાંચ સક્રિય થઈ છે અને 29 મેના રોજ સત્તાવાર રીતે તેની કસ્ટડી મેળવી તેની ધરપકડ કરશે. ધમા બારડ અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં લાંબા સમયથી લુખ્ખાગીરી, ખંડણી અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. ક્રાઇમબ્રાંચ તેની કસ્ટડી લીધા બાદ તેની સઘન પૂછપરછ કરશે, જેમાં ફાયરિંગ કેસ પાછળના મુખ્ય સૂત્રધારો અને અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.ન્યૂઝીલેન્ડ સ્પોર્ટ્સ ફેડરેશનની ટીમ અમદાવાદની મુલાકાતે ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી ઓળખ મળવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સ્પોર્ટ્સ ફેડરેશનની એક ઉચ્ચ સ્તરીય ટીમ 29 મેના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહી છે. આ પ્રતિનિધિમંડળ અમદાવાદ શહેરના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓનું નિરીક્ષણ કરશે. મુલાકાતનું શિડ્યુલ:સવારે 09:00 વાગ્યે: અદાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત અને સુવિધાઓની સમીક્ષા. ત્યારબાદ: નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. હેતુ: આ મુલાકાત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાઓ અને ખેલાડીઓની ટ્રેનિંગ માટેના આદાન-પ્રદાન અંગેની શક્યતાઓ ચકાસવાનો છે. ભારતમાં 'ઇબોલા'ની એન્ટ્રીથી જામનગરનું આરોગ્ય તંત્ર હાઈએલર્ટ પર દુનિયાના ઘાતક વાયરસોમાંના એક એવા 'ઇબોલા' (Ebola) ની ભારતમાં એન્ટ્રી થતાં જ કેન્દ્ર સરકાર સહિત ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસના સંભવિત ખતરા અને સંક્રમણને રોકવા માટે જામનગરનું સ્થાનિક પ્રશાસન સજ્જ બન્યું છે. સ્થિતિની સમીક્ષા કરવા અને ઇમરજન્સી પ્લાન તૈયાર કરવા માટે 29 મેના રોજ જી.જી. હોસ્પિટલના ઉચ્ચ તબીબો અને આરોગ્ય અધિકારીઓની એક કટોકટી બેઠક પણ બોલાવવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. આગોતરી તૈયારીના ભાગરૂપે જામનગરની પ્રખ્યાત સરકારી જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) ખાતે ખાસ 50 બેડવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: જંબુસરમાં ઝાડીમાંથી ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર
calendar_today May 28, 2026

Gujarat Latest News Live: જંબુસરમાં ઝાડીમાંથી ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara News: ડો. હેમાંગ જોષી એસટી બસમાં બેસી બોટાદ જવા રવાના, ઈંધણ બચાવવાનો સંદેશ
calendar_today May 28, 2026

Vadodara News: ડો. હેમાંગ જોષી એસટી બસમાં બેસી બોટાદ જવા રવાના, ઈંધણ બચાવવાનો સંદેશ

સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને સાંસદો મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ અને કાફલા સાથે ફરતા જોવા મળતા હોય છે, ત્યારે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ આ વીઆઈપી કલ્ચરને બાજુએ મૂકીને એક અત્યંત પ્રશંસનીય અને અનોખી પહેલ કરી છે. સાંસદ ડો. હેમાંગ જોષી આજે વડોદરાથી બોટાદ જવા માટે પોતાની સરકારી કે, ખાનગી ગાડી છોડીને સામાન્ય નાગરિકોની જેમ ગુજરાત એસટી (GSRTC) બસમાં સવાર થયા હતા. તેમની આ સાદગી અને અનોખા અંદાજને જોઈને બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.ઈંધણ બચત અને પર્યાવરણ રક્ષણનો આપ્યો મજબૂત સંદેશ સાંસદ ડો. હેમાંગ જોષીની આ પહેલ પાછળ એક મોટો અને ઉમદા હેતુ છુપાયેલો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચત કરવા અને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની હાકલ કરી છે. વડાપ્રધાનની આ અપીલને અનુસરીને સાંસદ જોષીએ પોતે એસટી બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. આ માધ્યમથી તેમણે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, જો સક્ષમ લોકો પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે, તો દેશમાં મોટા પાયે ઈંધણની બચત થશે અને વાહનોના પ્રદૂષણમાં ઘટાડો થતાં પર્યાવરણનું પણ રક્ષણ થશે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા સાંસદ ડો. હેમાંગ જોષીની બસ મુસાફરીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં આ વિષયે ભારે ચર્ચા જગાવી છે. લોકો તેમની આ પહેલને બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, જો અન્ય લોકપ્રતિનિધિઓ પણ આ પ્રકારના પ્રયોગો કરે તો સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે. એક લોકપ્રતિનિધિ તરીકે જનતા વચ્ચે જઈને મુસાફરી કરવાની તેમની આ શૈલીની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ પણ વાંચો - Vadodara : ગુજસીટોક સહિતના અનેક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ ચૂઈ ગેંગના બે સાગરીતો હથિયારો સાથે ઝડપાયા

Read Full Story arrow_forward