Gandhinagar : કમલમમાં અમિત શાહનો ‘ક્લાસ’, ખાડિયા બેઠક પર હાર મુદ્દે ખુલાસો મંગાયો, વાંચો શું થયું બેઠકમાં..
ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની એક અત્યંત મહત્વની અને વ્યૂહાત્મક બેઠક યોજાઈ ગઈ. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં સંગઠનના ટોચના પદાધિકારીઓ અને સરકારના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પક્ષના આંતરિક અને ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરની ચૂંટણીઓમાં ખાડિયા બેઠક પર થયેલી હારની કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.ખાડિયા વોર્ડની હાર અંગે નેતાઓ પાસેથી કડક ભાષામાં ખુલાસો પુછાયો ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મળેલી આ સમીક્ષા બેઠકમાં ખાડિયા વોર્ડની હાર અંગે નેતાઓ પાસેથી કડક ભાષામાં ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પક્ષની નબળાઈઓ અને પર્ફોર્મન્સને સમજવા માટે બેઠકમાં વર્ષ 2021 અને વર્ષ 2026ની ચૂંટણીઓ અંગેનું એક ખાસ સરખામણી કરતું ડિજિટલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. બંને ચૂંટણીઓનાં પરિણામોની આંકડાવાર સરખામણી કરીને પક્ષના વર્તમાન ગ્રાફ અને મતોની ટકાવારી વિશે ગૃહમંત્રી અમિત શાહને વિગતવાર માહિતગાર કરાયા હતા. સરકાર અને સંગઠને પરસ્પર મજબૂત તાલમેલ સાથે કામ કરવું અનિવાર્ય ચૂંટણીલક્ષી સમીક્ષા બાદ અમિત શાહે ગુજરાત ભાજપના નેતાઓને સ્પષ્ટ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં વિજયી પરંપરા જાળવી રાખવા માટે સરકાર અને સંગઠને પરસ્પર મજબૂત તાલમેલ સાથે કામ કરવું અનિવાર્ય છે. શિસ્ત અને સંકલન જ પક્ષને મજબૂત રાખશે. આ પ્રગતિશીલ બેઠકમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષની આગામી ભવ્ય ઉજવણીના આયોજન અને વિવિધ લોકસંપર્ક કાર્યક્રમોના રોડમેપ અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પણ વાંચો--- Ahmedabad : ફાયરિંગ કેસમાં મોટો ડ્રામા, પોલીસ સ્ટેશનમાં રિટાયર્ડ DySP અશોકસિંહનો હોબાળો, પોલીસ સામે લગાવ્યા આક્ષેપ
Read Full Story arrow_forward