android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad News: જમડા ગામની નર્મદા કેનાલ પાસે ભીષણ આગ
calendar_today May 28, 2026

Tharad News: જમડા ગામની નર્મદા કેનાલ પાસે ભીષણ આગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી આગની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. થરાદના જમડા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં અચાનક જ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા, જેને પગલે કેનાલ આસપાસના વિસ્તારો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બાવળની ઝાડીઓમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ પ્રાથમિક માહિતી અનુસાર, નર્મદા કેનાલની બાજુમાં આવેલી બાવળની ગીચ ઝાડીઓ પરથી પસાર થતા વીજ લાઈનના તારમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટના તણખા ઝાડીઓમાં પડતાં જ ઉનાળાની સૂકી ઋતુ અને પવનના કારણે આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગચંપીની આ ઘટના અંગે સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની અઢી કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં આગની ગંભીરતાને ધ્યાને લઈને થરાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોની ટીમે સતત પાણીનો મારો ચલાવીને અઢી કલાકની ભારે જહેમત અને કડક કસરત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. કોઈ જાનહાનિ નહીં કેનાલ નજીકના વેરાન અને ઝાડીઓ વાળા ભાગમાં આ આગ લાગી હોવાથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, તેમજ કોઈ મોટું આર્થિક નુકસાન થવા પામ્યું નથી. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી, જેથી સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પણ વાંચો - Tharad: સુઈગામના ગરાબડી ગામમાં પીવાના પાણી માટે હાહાકાર

Read Full Story arrow_forward
Kalol News: વેડાની સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓના કથિત માનસિક ત્રાસથી એક નર્સનું હાર્ટ એટેકથી મોત
calendar_today May 28, 2026

Kalol News: વેડાની સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓના કથિત માનસિક ત્રાસથી એક નર્સનું હાર્ટ એટેકથી મોત

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હોસ્પિટલ પ્રબંધનની ક્રૂરતા દર્શાવતી ઘટના સામે આવી છે. કલોલના વેડા ગામે આવેલી સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સનું ટ્રસ્ટીઓના અતિશય માનસિક ત્રાસ અને ટોર્ચરના કારણે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય સ્ટાફ અને મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.20 વર્ષથી સેવા આપતા નર્સનું હાર્ટ એટેકથી મોત કલોલના વેડા ગામે 'ભોગીલાલ મોહનલાલ ભટ્ટ સાર્વજનિક હોસ્પિટલ' આવેલી છે. આ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી નર્સ તરીકે વફાદારીપૂર્વક સેવા આપતા જ્યોર્જ ક્રિસ્ચન એલ્સી નામની મહિલા કર્મચારીને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. મૃતકના પરિવારજનો અને હોસ્પિટલના સાથી કર્મચારીઓનો સીધો આક્ષેપ છે કે, હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આ મહિલા નર્સને છેલ્લા કેટલાક સમયથી અતિશય માનસિક યાતનાઓ આપવામાં આવી રહી હતી, જેના કારણે ભારે તણાવમાં આવી જતાં તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. બેંકમાંથી પગાર ઉપાડીને ટ્રસ્ટીઓને આપી દેવો પડતો! આ દુર્ઘટના બાદ હોસ્પિટલના સ્ટાફે ટ્રસ્ટીઓના કાળા કારનામાઓનો પર્દાફાશ કરતા ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સ્ટાફના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના ટ્રસ્ટીઓ તમામ કર્મચારીઓને માનસિક રીતે ટોર્ચર કરે છે. એટલું જ નહીં, કર્મચારીઓનો પૂરેપૂરો પગાર બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ નિયમ બનાવીને તેમાંથી ૨૫% રકમ રોકડી ઉપાડીને ટ્રસ્ટીઓને ફરજિયાત પાછી આપી દેવી પડે છે! આ પ્રકારની આર્થિક અને માનસિક પજવણીથી આખો સ્ટાફ ત્રસ્ત છે. ન્યાયની માગ સાથે હોસ્પિટલમાં સ્ટાફના ધામા ઘટનાની ગંભીરતાને જોતાં મૃતક નર્સ જ્યોર્જ ક્રિસ્ચન એલ્સીના શવને પોસ્ટમોર્ટમ (PM) અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. નર્સના મોતના સમાચાર મળતાં જ હોસ્પિટલનો આખો સ્ટાફ પણ પોતાની ફરજ છોડીને કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ પરિસરમાં એકઠા થયેલા કર્મચારીઓએ ટ્રસ્ટીઓ વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર ટ્રસ્ટીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેમજ મૃતક પરિવારને ન્યાય મળે તેવી ઉગ્ર માગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Lucknowમાં ભાજપ નેતાની કરાઈ હત્યા, જાણો કારણ
calendar_today May 28, 2026

Lucknowમાં ભાજપ નેતાની કરાઈ હત્યા, જાણો કારણ

લખનઉમાં એક સાવ સામાન્ય લાગતો વિવાદ ભયંકર હત્યાકાંડમાં ફેરવાઈ ગયો છે. શહેરના વિભુતિ ખાંડ પોલીસ સ્ટેશન વિસ્તારના જલવા ક્લબ બહાર સિગારેટ પીવાને લઈને થયેલા ઝઘડામાં ભાજપ યુવા મોરચાના સભ્ય શિવમ સિંહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અયોધ્યાથી લખનઉં આવ્યો હતો શિવમ સિંહ મળતી માહિતી મુજબ અયોધ્યાના રહેવાસી શિવમ સિંહ પોતાના મિત્રો નીલેશ અને જીશાન સાથે લખનઉ પાર્ટી કરવા આવ્યા હતા. મોડી રાત્રે ત્રણેય મિત્રો વિભૂતિખંડ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં ક્લબ બહાર સિગારેટ પીવાને લઈને કેટલાક અજાણ્યા યુવકો સાથે તેમની બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં આ સામાન્ય ઝઘડો હિંસક બની ગયો. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી આરોપ છે કે ઝઘડો વધતા જ હુમલાખોરોએ શિવમ સિંહ પર ઈંટ અને પથ્થર વડે હુમલો કર્યો અને તેમને ગંભીર રીતે ઘાયલ કરી દીધા. હુમલા બાદ શિવમ બેભાન થઈને પડી ગયા હતા. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘાયલ શિવમને પહેલા ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ત્યાં બેડ ઉપલબ્ધ ન હોવાથી તેમને ગોમતીનગરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શિવમ સિંહનું મૃત્યુ થયું હતું. પરિવારજનોમાં શોકનો માહોલ મૃત્યુની ખબર મળતાં જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિજનોના આરોપ મુજબ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસ તપાસ ધીમી ચાલી રહી છે. મૃતકના ભાઈ સૌરભ સિંહે વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે. પરિવારજનોનો આક્ષેપ છે કે ઘટનામાં સાથે રહેલા કેટલાક મિત્રો પણ શંકાસ્પદ ભૂમિકામાં છે, જ્યારે પોલીસ સમગ્ર મામલાની તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Delhi Rain : રાજધાનીના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, ઘણા વિસ્તારમાં વરસ્યો વરસાદ

Read Full Story arrow_forward