android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમિત શાહની ગર્જના, વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ
calendar_today May 28, 2026

Gujarat Latest News Live : અમિત શાહની ગર્જના, વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Amit Shahની ગર્જના, વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ
calendar_today May 28, 2026

Amit Shahની ગર્જના, વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તાર માટે રૂપિયા 340 કરોડના 84 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. આ હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને કરી હતી. ગુડા (GUDA), રેલવે અન્ડરબ્રિજ, શિક્ષણ, પંચાયત અને આરોગ્ય ક્ષેત્રના આ વિકાસ કાર્યોમાં સરકારી ભંડોળ ઉપરાંત ખાનગી કંપનીઓના સીએસઆર (CSR) ફંડનો મોટો સહયોગ લેવામાં આવ્યો છે.વર્ષ 2029 સુધીમાં દરેક ગામમાં લાઈબ્રેરી અને બગીચો સભાને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં છેલ્લા 10 જ દિવસમાં અંદાજે રૂપિયા 1200 કરોડના કામો હાથ ધરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ગામડાઓને આત્મનિર્ભર બનાવવા માટે વર્ષ 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે. પીએમ મોદીનું 'ગુજરાત વિકાસ મોડેલ' આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં સ્વીકૃત બન્યું છે. વીર સાવરકરની જન્મજયંતી નિમિત્તે તેમને ભાવવંદના કરતા શાહે સામાજિક ક્ષેત્રે અસ્પૃશ્યતા નિવારણ માટેના તેમના કાર્યોને યાદ કર્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા અને ઘૂસણખોરો પર મક્કમ વલણ ગૃહમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ગર્જના કરતા કહ્યું કે, વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા સરકાર મક્કમ છે. સરહદે ફેન્સિંગ અને ડિટેન્શન સેન્ટરોને કારણે ઘૂસણખોરી અટકી છે. દેશમાં થઈ રહેલા કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોની તપાસ માટે વડાપ્રધાનના નેતૃત્વમાં 'ડેમોગ્રાફિક ચેન્જ કમિશન'ની રચના કરવાનો મોટો નિર્ણય લેવાયો છે, જે એક વર્ષમાં રિપોર્ટ આપશે. અગાઉની સરકારના શાસનમાં દરરોજ ઘૂસણખોરી થતી તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અગાઉની સરકારના શાસનમાં જ્યાં દરરોજ ઘૂસણખોરી થતી હતી, ત્યાં હવે ઘૂસણખોરો સ્વેચ્છાએ પરત ફરી રહ્યા છે. સરકારે ડિટેન્શન સેન્ટરો પણ બનાવ્યા છે, જે ઘૂસણખોરો પોતાની મરજીથી દેશ છોડશે તેમની સામે કાનૂની કેસ નહીં થાય અને સરકાર તેમને મદદ પણ કરશે. 1 કરોડ વૃક્ષો અને ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરને ‘હરિયાળી લોકસભા’ બનાવવા માટે 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ બનશે, જેના માટે બજેટમાં રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. સીએસઆર (CSR) ફંડના સહયોગથી 20  ગામોમાં ડિજિટલ લાઈબ્રેરી બનશે, જે અંતર્ગત આજે ત્રણ ગામોમાં કવિ નર્મદ, દલપતરામ અને ગોવર્ધનરામ ત્રિપાઠીના નામ પર અદ્યતન વાંચનાલયો શરૂ કરાયા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ સહિતના ગણમાન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પણ વાંચો----     Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ

Read Full Story arrow_forward
Banaskantha News: ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, પાલનપુર, વડગામ અને દાંતામાં ભારે પવન
calendar_today May 28, 2026

Banaskantha News: ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, પાલનપુર, વડગામ અને દાંતામાં ભારે પવન

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી વરદાન સાબિત થઈ રહી હોય તેમ વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આજે મોડી સાંજે અચાનક એકાએક મોટો પલટો જોવા મળ્યો હતો. દિવસભર સૂર્યદેવના પ્રકોપ અને અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોને મોડી સાંજે ગરમીમાંથી મોટી રાહત મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં અચાનક આકાશ વાદળછાયું થઈ ગયું હતું, અને તેજ ગતિએ પવન ફૂંકાવાનો શરૂ થયો હતો.પાલનપુર, વડગામ અને દાંતામાં ચોમાસા જેવી સ્થિતિ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભર ઉનાળે વાતાવરણ વાદળછાયું થઈ જતાં અને પવનની ગતિ તેજ થતાં સમગ્ર પંથકમાં જાણે ચોમાસું બેસી ગયું હોય, તેવી વરસાદી માહોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો તેજ હતો કે, કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઊડતી જોવા મળી હતી. ગરમીથી રાહત પણ ખેડૂતો ચિંતિત દિવસભરના ભારે બફારા બાદ સાંજે પવન ફૂંકાતા લોકોને ગરમીથી ચોક્કસપણે આંશિક રાહત મળી છે, અને તાપમાનનો પારો પણ થોડો નીચે આવ્યો છે. જોકે, ઉનાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં આવી ગયેલા આ પલટાને કારણે કૃષિ પાકોને લઈને ખેડૂતોમાં થોડી ચિંતાની લાગણી પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના પણ છે. આ પણ વાંચો - Banaskantha: કાંકરેજ વિસ્તારમાં સવારે વરસાદી વાદળો ઘેરાયા, ચોમાસું ઢુંકડું

Read Full Story arrow_forward