android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bihar : સમસ્તીપુરમાં ગંગા નદીમાં હોડી ડૂબી, 14 લોકો હતા સવાર
calendar_today May 28, 2026

Bihar : સમસ્તીપુરમાં ગંગા નદીમાં હોડી ડૂબી, 14 લોકો હતા સવાર

બિહારના સમસ્તીપુર જિલ્લામાં ગુરુવારે ગંગા નદીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં સુલ્તાનપુર ગંગા ઘાટ પાસે 14 લોકો સવાર નાવ અચાનક ડૂબી ગઈ. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો અને સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા. મળતી માહિતી મુજબ હોડીમાં સવાર તમામ લોકો ખેતીના કામ માટે દિયારા વિસ્તારમાં પરવલ તોડવા જઈ રહ્યા હતા.3 લોકોના મોત થયા હોડી જ્યારે ઘાટથી થોડું આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેજ પવન અને નદીમાં બનેલા ભંવર વચ્ચે ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા, જેના કારણે સંતુલન બગડી ગયું અને હોડી ઊંડા પાણીમાં ડૂબી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધી પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં પટણા જિલ્લાના Barh વિસ્તારના માસૂમગંજ બિંદ ટોળીના રહેવાસી શ્રવણ મહતો, કાશી મહતો અને નીલમ કુમારી ઉર્ફે લાલી કુમારીનો સમાવેશ થાય છે. ત્રણેય એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. SDRFની ટીમ તરત જ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકોના ઘરે આક્રંદ અને રડવાનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમ તરત જ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાથી શોધખોળ ચાલુ છે. પ્રશાસન દ્વારા નદીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને વધુ મૃતદેહોની શક્યતા પણ નકારી શકાતી નથી. આ પણ વાંચો : Hyderabad : 1.22 કરોડની રોકડ રકમ જપ્ત, હવાલાના પૈસા લઈ જનાર વ્યક્તિની કરાઈ ધરપકડ

Read Full Story arrow_forward
Twisha Sharma Case : ગિરિબાલા સિંહની CBIએ કરી ધરપકડ
calendar_today May 28, 2026

Twisha Sharma Case : ગિરિબાલા સિંહની CBIએ કરી ધરપકડ

CBI દ્વારા ટ્વીશા શર્મા મૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેસના સંબંધમાં ટ્વીશા શર્માની સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સી દ્વારા આ પગલું તપાસના આગળના તબક્કા તરીકે લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ગિરિબાલા સિંહે અગાઉ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને જબલપુર હાઈકોર્ટ દ્વારા મોડી રાત્રે રદ કરવામાં આવી હતી. જામીન અરજી નામંજૂર થતાં જ CBI દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ કેસની તપાસ દરમિયાન તપાસ એજન્સી દ્વારા વિવિધ પુરાવાઓ અને નિવેદનોના આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે અને વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. CBI દ્વારા કેસની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે, જેમાં ઘટનાની પરિસ્થિતિ, પુરાવા અને સંભવિત સંડોવણીના મુદ્દાઓનો સમાવેશ થાય છે. તપાસ એજન્સી દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા આ કેસને લઈને સ્થાનિક સ્તરે પણ ચર્ચા વધી રહી છે, જ્યારે પરિવાર અને સંબંધિત પક્ષો તરફથી વિવિધ દાવાઓ સામે આવી રહ્યા છે. કેસ હાલમાં કાનૂની પ્રક્રિયા હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. અદાલતી કાર્યવાહી અને તપાસના પરિણામોને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલો આગળ વધશે. હાલ માટે તમામ ધ્યાન તપાસ અને પુરાવા આધારિત પ્રક્રિયા પર કેન્દ્રિત છે. આ પણ વાંચો : Hyderabad : 1.22 કરોડની રોકડ રકમ જપ્ત, હવાલાના પૈસા લઈ જનાર વ્યક્તિની કરાઈ ધરપકડ

Read Full Story arrow_forward
Bashir Badrની વિદાયથી પીએમ મોદીનો એ રહસ્યમય કિસ્સો ફરી ચર્ચામાં, વડાપ્રધાને આખા દેશને કેમ ચોંકાવી દીધો હતો?
calendar_today May 28, 2026

Bashir Badrની વિદાયથી પીએમ મોદીનો એ રહસ્યમય કિસ્સો ફરી ચર્ચામાં, વડાપ્રધાને આખા દેશને કેમ ચોંકાવી દીધો હતો?

ઉર્દૂ ગઝલ જગતને એક નવો, સાદો અને સીધો દિલમાં ઉતરી જાય તેવો મિજાજ આપનારા મશહૂર શાયર ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે ભોપાલમાં નિધન થયું છે. તેમના અવસાનથી સાહિત્ય જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. પરંતુ, બશીર બદ્ર સાહેબની આ વિદાય વચ્ચે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો એક એવો રહસ્યમય અને રસપ્રદ કિસ્સો ફરી વાયરલ થઈ રહ્યો છે, જેણે વર્ષ 2018માં દેશની સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી ભારે સનસનાટી મચાવી દીધી હતી.મલ્લિકાર્જુન ખડગેએ બશીર બદ્રનો શેર લલકાર્યો વાત એમ છે કે ફેબ્રુઆરી 2018માં જ્યારે લોકસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તત્કાલીન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભવિષ્યના રાજકીય સંબંધોની શાલીનતાનો હવાલો આપીને બશીર બદ્રનો એક પ્રખ્યાત શેર લલકાર્યો હતો: "દુશ્મની જમ કર કરો, લેકિન યહ ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએં, તો શર્મિંદા ન હોં." વિપક્ષની દાનત પર પીએમ મોદીનો એ પ્રહાર ખડગેના આ પ્રહારનો જવાબ આપવા માટે બીજા દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં ઊભા થયા, ત્યારે તેમણે જે માસ્ટરસ્ટ્રોક માર્યો તે કોઈએ સપનામાં પણ વિચાર્યો નહોતો. પીએમ મોદીએ અત્યંત ધારદાર શૈલીમાં વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, ખડગેજીએ બશીર બદ્રનો શેર તો વાંચ્યો પરંતુ પોતાની રાજકીય સગવડ મુજબ તેની પછીની સૌથી મહત્વની કડીઓ છુપાવી દીધી ત્યારબાદ પીએમ મોદીએ બશીર બદ્ર સાહેબનો જ એક બીજો શેર એવી રીતે સંભળાવ્યો કે આખી સંસદમાં સન્નાટો છવાઈ ગયા બાદ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પીએમ મોદીએ વિપક્ષની દાનત ઉઘાડી પાડતા કહ્યું હતું:"જી બહુત ચાહતા હૈ સચ બોલેં, ક્યા કરેં હૌસલા નહીં હોતા." શેર રાતોરાત આખા દેશમાં ટ્રેન્ડિંગ ટોપિક બની ગયો વડાપ્રધાનનો આ અંદાજ જોઈને સંસદમાં ટેબલો થપથપાવા લાગ્યા હતા અને બદ્ર સાહેબનો આ શેર રાતોરાત આખા દેશમાં ટ્રેન્ડિંગ ટોપિક બની ગયો હતો. આજે જ્યારે બશીર બદ્ર આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા સંસદમાં જીવંત કરાયેલો શાયરીનો આ ક્લાસિક જંગ રાજકીય ઇતિહાસના સૌથી યાદગાર પ્રકરણ તરીકે ફરી લોકોની જીભે ચડ્યો છે. આ પણ વાંચો-----     Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ

Read Full Story arrow_forward