android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Arvalli : બાયડમાં લાકડા-ઘાસચારાની આડમાં છુપાવેલો 8.26 લાખનો દારૂ પકડાતા 2 પોલીસ જવાનો સસ્પેન્ડ
calendar_today May 28, 2026

Arvalli : બાયડમાં લાકડા-ઘાસચારાની આડમાં છુપાવેલો 8.26 લાખનો દારૂ પકડાતા 2 પોલીસ જવાનો સસ્પેન્ડ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીઓ સામે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાવાના ચકચારી મામલામાં એસપીએ તાત્કાલિક અસરથી બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ બેડામાં જ દારૂના કટીંગની ગંધ ન આવતા થયેલી આ કડક કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ફફડાટ મચી ગયો છે. નારાજીના મુવાડા ગામે દરોડો મળતી વિગતો અનુસાર, આ સમગ્ર ઓપરેશન અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે બાયડ વિસ્તારના નારાજીના મુવાડા ગામે એક મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. 8.26 લાખનો દારુ ઝડપાયો આ દરોડા દરમિયાન બૂટલેગરોની ચાલાકી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓએ લાકડા અને પશુઓના ઘાસચારાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવી રાખ્યો હતો. એલસીબીએ આ રેઈડ દરમિયાન કુલ રૂપિયા 8.26 લાખની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ સ્થાનિક પોલીસની નાક નીચે આટલો મોટો દારૂનો જથ્થો સંગ્રહાયેલો હોવા છતાં બાયડ પોલીસ અજાણ રહી હતી, જેને જિલ્લા પોલીસ વડાએ ગંભીર ફરજ વિમુખતા ગણાવી છે. આ મામલે ક્ષેત્રીય તપાસ અને બાતમી મેળવવામાં નિષ્ફળ રહેલા નારાજીના મુવાડા બીટના જમાદાર વિષ્ણુભાઈ ચૌધરી તેમજ ડી-સ્ટાફ ના પોલીસ જવાન કનુસિંહ સોલંકીને ફરજમાં ઘોર બેદરકારી બદલ એસપીએ તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જિલ્લા પોલીસ વડાની આ આકરી કાર્યવાહીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દારૂબંધી મામલે કોઈપણ પ્રકારની શિથિલતા કે બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. આ પણ વાંચો-----     Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ

Read Full Story arrow_forward
Jamnagar News: કાર ગેસ લાઇન સાથે અથડાતાં મોટું લીકેજ
calendar_today May 28, 2026

Jamnagar News: કાર ગેસ લાઇન સાથે અથડાતાં મોટું લીકેજ

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આજે એક વિચિત્ર અને હૃદયધબકાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કાર સીધી રોડ કિનારેથી પસાર થતી મુખ્ય ગેસ લાઇન સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર એટલી જોરથી ભટકાઈ હતી કે, ગેસ પાઇપલાઇનને મોટું નુકસાન પહોંચ્યું હતું અને તેમાંથી જોરદાર ગેસ લીકેજ શરૂ થઈ ગયું હતું.લોકો ઘરની બહાર દોડી આવ્યા જામનગરના રહેણાંક અને વ્યસ્ત વિસ્તારમાં ગેસ લીકેજનો અવાજ તેજ ગંધ ફેલાતા જ સ્થાનિક લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ મોટી આગ ન લાગે તેવા ડરથી અને સુરક્ષાના ભાગરૂપે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જામનગર ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીથી ટળ્યું મોટું સંકટ ઘટનાની ગંભીરતાને સમજીને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક જામનગર ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ઘટનાનો કોલ મળતા જ ફાયર સ્ટાફની ટીમ મિનીટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ અત્યંત તકેદારી પૂર્વક અને ઝડપી કામગીરી કરીને ગેસ લીકેજ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને સંબંધિત ગેસ કંપનીની ટીમને પણ લાઇન બંધ કરવા સૂચના આપી હતી. કોઈ જાનહાનિ નહીં જામનગર ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની સમયસરની સૂઝબૂઝને કારણે એક બહુ મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આ સમગ્ર વિચિત્ર અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માત બાદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Jamnagar News: લાલપુરના ખટીયા ગામ નજીક સમાણા હાઇવે પર દીપડો દેખાતા ભારે દહેશત

Read Full Story arrow_forward
Amreli News: સાવરકુંડલા બાયપાસ પર આવેલ અમૃત સરોવરમાં નાહવા પડેલા 18 વર્ષીય યુવાનનું કરુણ મોત
calendar_today May 28, 2026

Amreli News: સાવરકુંડલા બાયપાસ પર આવેલ અમૃત સરોવરમાં નાહવા પડેલા 18 વર્ષીય યુવાનનું કરુણ મોત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલા અમૃત સરોવરમાં બપોરના સમયે નાહવા પડેલો એક 18 વર્ષનો આશાસ્પદ યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાન પાણીમાં ડૂબવા લાગતાં આસપાસના વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિક તરવૈયાઓ અને પોલીસે યુવાનને બહાર કાઢ્યો મૃતક યુવાનની ઓળખ અશ્વિન કનુભાઈ કારડીયા (ઉંમર વર્ષ 18) તરીકે થઈ છે. અશ્વિન બપોરે આશરે 12:00 વાગ્યાની આસપાસ સરોવરમાં નાહવા માટે પડ્યો હતો, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા તે ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ, સાવરકુંડલા ટાઉન પોલીસ અને 108 ઇમરજન્સીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ યુવાનને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ચોકીદારી અને સીસીટીવીના અભાવનો આક્ષેપ આ કાળમુખી ઘટનાને પગલે મૃતક અશ્વિનના પરિવારમાં ભારે આક્રોશ અને કરુણ રુદન જોવા મળી રહ્યું છે. મૃતકના પિતા કનુભાઈએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે સત્તાવાર જાહેરાત આપી છે. પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, અમૃત સરોવર ખાતે સુરક્ષા માટે કોઈ ચોકીદાર રાખવામાં આવ્યો નથી અને સીસીટીવી (CCTV) કેમેરાનો પણ તદ્દન અભાવ છે, જેના કારણે અવારનવાર આવી જીવલેણ ઘટનાઓ બને છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward