android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : કમલમ ખાતે અમિત શાહની હાઈપ્રોફાઈલ બેઠક, રાજ્યસભાની 4 બેઠકોના ઉમેદવારો માટે મંથન શરૂ
calendar_today May 28, 2026

Gandhinagar : કમલમ ખાતે અમિત શાહની હાઈપ્રોફાઈલ બેઠક, રાજ્યસભાની 4 બેઠકોના ઉમેદવારો માટે મંથન શરૂ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના મુખ્ય મથક 'શ્રી કમલમ' કાર્યાલય ખાતે એક અત્યંત મહત્વની અને વ્યૂહાત્મક બેઠક યોજાઇ રહી છે.અમિત શાહ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા આ બેઠકનો મુખ્ય એજન્ડા ગુજરાતમાં યોજાનારી આગામી રાજ્યસભાની ચૂંટણી છે. બેઠક માટે ગૃહમંત્રી અમિત શાહ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, જ્યાં પ્રદેશ ભાજપના ટોચના પદાધિકારીઓ અને પ્રમુખ નેતાઓ તેમની સાથે બેઠકમાં જોડાયા છે. રાજ્યસભાની 4 બેઠકો માટે મંથન મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો પર ભાજપ તરફથી કયા ચહેરાઓને સંસદના ઉચ્ચ ગૃહમાં મોકલવા, તેને લઈને આ બેઠકમાં સઘન મંથન થવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રદેશ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવેલા સંભવિત ઉમેદવારોના નામોની પેનલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી પ્રદેશના પદાધિકારીઓ સાથે સીધી ચર્ચા કરશે. આ પણ વાંચો----     Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ

Read Full Story arrow_forward
Bharuch News: હવે સોલાર સિસ્ટમ મોંઘી થશે, જાણો કારણ
calendar_today May 28, 2026

Bharuch News: હવે સોલાર સિસ્ટમ મોંઘી થશે, જાણો કારણ

ક્લીન એનર્જી અને સસ્તી વીજળી મેળવવા માટે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહેલા ભરૂચ સહિત સમગ્ર રાજ્યના નાગરિકો માટે એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી 1 જૂનથી સોલાર ઇન્ડસ્ટ્રીમાં કેન્દ્ર સરકાર દ્વારા નવા કડક નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નવા ફેરફારને કારણે આગામી દિવસોમાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવી નોંધપાત્ર રીતે મોંઘી બનવાની પૂરેપૂરી શક્યતા છે.ALMM મંજૂરી ફરજિયાત હવામાન વિભાગ અને એનર્જી સેક્ટરના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર સોલાર મોડ્યુલ (પેનલ) માટે જ સરકારની ALMM (Approved List of Models and Manufacturers) મંજૂરી જરૂરી હતી, પરંતુ 1 જૂનથી સરકારે હવે સોલાર સેલ્સ (Solar Cells) માટે પણ ALMM મંજૂરી ફરજિયાત કરી દીધી છે. ખર્ચમાં થશે હજારો રૂપિયાનો વધારો, મધ્યમ વર્ગને ફટકો નવા નિયમો લાગુ થવાને કારણે બજારમાં સોલાર પેનલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો જેઓ ઘરવપરાશ માટે 1 કિલોવોટ (1kW) થી 3 કિલોવોટ (3kW) સુધીની નાની સોલાર સિસ્ટમ નંખાવે છે, તેમના કુલ ખર્ચમાં હજારો રૂપિયાનો વધારો થઈ શકે છે. સબસીડી યથાવત્, છતાં ખિસ્સા ખાલી થશે સરકાર દ્વારા આપવામાં આવતી સોલાર સબસીડીના નિયમો અને રકમ યથાવત્ જ રહેશે, પરંતુ પેનલના મૂળ મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં વધારો થવાને કારણે ગ્રાહકો પર વધારાનો આર્થિક ભાર આવવો નિશ્ચિત છે. બજારમાં મંજૂર થયેલા સોલાર સેલ્સની અછતની આશંકા સોલાર ઇન્ડસ્ટ્રીના વેપારીઓ અને એન્જિનિયરોમાં પણ આ નવા નિયમોને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું માનવું છે કે, ભારતીય બજારમાં હાલમાં ગવર્મેન્ટ એપ્રુવ્ડ એટલે કે ALMM પ્રમાણિત સોલાર સેલ્સનો પુરવઠો ઘણો મર્યાદિત છે. આ સ્થિતિમાં નિયમ લાગુ થતાં જ બજારમાં મંજૂર થયેલા સોલાર સેલ્સની ભારે અછત સર્જાઈ શકે છે, જેના કારણે સોલાર પ્રોજેક્ટ્સના સમયગાળામાં અને બજેટમાં મોટો વધારો જોવા મળશે. જો તમે પણ તમારા ઘરે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ નવા નિયમો અને બદલાતા ભાવો વિશે સ્થાનિક ડીલર પાસેથી વહેલી તકે સચોટ માહિતી મેળવી લેવી હિતાવહ રહેશે. આ પણ વાંચો - Bharuch News: મારી રજૂઆત બાદ પોલીસની ઊંઘ ના ઉડી, આ રેકેટ નર્મદા પોલીસને કેમ ના દેખાયું: મનસુખ વસાવા

Read Full Story arrow_forward
Amreli : ગે ડેટિંગ એપ પર મેસેજ કરી યુવકને બોલાવ્યો, નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવ્યો અને છરીની અણીએ લૂંટી લીધો
calendar_today May 28, 2026

Amreli : ગે ડેટિંગ એપ પર મેસેજ કરી યુવકને બોલાવ્યો, નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવ્યો અને છરીની અણીએ લૂંટી લીધો

અમરેલી શહેરમાં ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી હનીટ્રેપ અને ફિલ્મી ઢબે લૂંટ ચલાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાબરા તાલુકામાં રહેતા અજયભાઈ નામના યુવાનને જાળમાં ફસાવી, નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતાર્યા બાદ છરીની અણીએ લૂંટ ચલાવનારી 6 શખ્સોની ગેંગને અમરેલી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધી છે. ગે ડેટિંગ એપ્લિકેશન પર ભૂલથી ક્લિક થઈ ગયું ઘટનાની વિગત મુજબ, 24મે 2026ની રાત્રે અજયભાઈ પોતાના ટ્રક સાથે અમરેલી તરફ આવી રહ્યા હતા. લાઠી બાયપાસ ચોકડી પાસે ચા-પાણી પીવા ઊભા રહી તેઓ મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા, ત્યારે જ ‘Grindr’ (ગ્રીનર) નામની ગે ડેટિંગ એપ્લિકેશન પર ભૂલથી ક્લિક થઈ ગયું હતું. રસ્તામાંથી અપહરણ કર્યું આ દરમિયાન ‘જાન’ નામના આઈડી પરથી તેમને નજીકમાં જ મળવા માટેનો મેસેજ આવ્યો હતો. અજયભાઈ જ્યારે પરત બાબરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી નામના બે શખ્સોએ પોતાનું એક્ટિવા આડું રાખી ટ્રક રોક્યો હતો. બંને શખ્સો અજયભાઈને બળજબરીથી એક્ટિવા પર બેસાડી રેલવે પાટા નજીક એક પુલિયા પાસે લઈ ગયા હતા, જ્યાં બીજા ચાર સાગરીતો પણ આવી પહોંચ્યા હતા. નગ્ન વીડિયો બનાવી લૂંટી લીધો અહીં હરકિશન, અરમાન, તોફીક અને રોનક સહિતના 6 શખ્સોએ અજયભાઈ સાથે મારામારી કરી, છરીની અણીએ તેમના તમામ કપડાં ઉતરાવી નાખ્યા હતા. તોફીક અને રોનકે મોબાઈલની ફ્લેશ ચાલુ કરી યુવાનનો નગ્ન વીડિયો શૂટ કર્યો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપી પાકીટમાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરી અજયભાઈ પાસે તેમના શેઠ ઘોઘાભાઈને ફોન કરાવી, કાકાના દીકરાની સારવારનું જૂઠું બહાનું કઢાવી ગુગલ પે દ્વારા રૂ. 5 હજાર હરકિશનના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. 45 હજાર રૂપિયા કાલ સુધીમાં આપી દેવાની ધમકી આપી તોફીકે ગળા પર છરી રાખી બીજા 45 હજાર રૂપિયા કાલ સુધીમાં આપી દેવાની ધમકી આપી હતી. દરમિયાન કોઈ વાહનનો અવાજ આવતા આરોપીઓ મોબાઈલ અને ચાવી ફેંકી નાસી ગયા હતા. 26 તારીખે ભોગ બનનારે શેઠને વાત કરતા સમગ્ર મામલો અમરેલી પોલીસ મથકે પહોંચ્યો હતો. તમામ આરોપી ઝડપાયા પીએસઆઈ ઓમદેવસિંહ જાડેજાએ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે જનતાને આવી શંકાસ્પદ એપ્લિકેશનોથી સાવધ રહેવા અપીલ કરી છે.આ પણ વાંચો----     Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ

Read Full Story arrow_forward