android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: ધારી ખોડિયાર ડેમ પાસે ઘૂનામાં નાહવા પડેલા 28 વર્ષીય યુવાનનું ડૂબી જતાં કરુણ મોત
calendar_today May 28, 2026

Amreli News: ધારી ખોડિયાર ડેમ પાસે ઘૂનામાં નાહવા પડેલા 28 વર્ષીય યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી પ્રવાસન અને ધાર્મિક સ્થળે સર્જાયેલી એક અત્યંત દૂખદ ઘટના સામે આવી છે. ધારી પાસે આવેલા પ્રખ્યાત ખોડિયાર ડેમ નજીકના ઘૂનામાં નાહવા પડેલો 28 વર્ષનો એક આશાસ્પદ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન આવવાને કારણે યુવાન ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા માટે સ્થાનિક સ્તરે બૂમાબૂમ થઈ ગઈ હતી. ધારી પોલીસે શરૂ કરી કાયદેસરની તપાસ મૃતક યુવાનની ઓળખ હરપાલભાઇ શિવકુભાઈ ખાચર (ઉંમર વર્ષ 28) તરીકે થઈ છે અને તે બોટાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હરપાલભાઈ ધારી ખોડિયાર ડેમ ખાતે દર્શનાર્થે અથવા ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન ડેમ પાસે આવેલા જાણીતા ઘૂનાના પાણીમાં તેઓ નાહવા માટે પડ્યા હતા. નાહતી વખતે અચાનક પગ લપસતાં કે ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં તેઓ ડૂબી ગયા હતા. આ અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરતાં જ ખોડિયાર ડેમ ખાતે સ્થાનિક લોકો અને મુલાકાતીઓના મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો માહિતી મળતાં જ ધારી પોલીસ સ્ટેશનનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાન હરપાલભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે 108 મારફતે મૃતક યુવાનની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ (PM) ની વિધિ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી બોટાદ ખાતે રહેતા યુવાનના પરિવારજનોને કાળજા કંપાવનારા સમાચાર આપવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત અંગદાનથી 3 દર્દીઓને મળ્યું નવું જીવન
calendar_today May 28, 2026

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત અંગદાનથી 3 દર્દીઓને મળ્યું નવું જીવન

"કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે." અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના અત્યંત દુઃખદ સમયે પણ ‘ગુપ્તદાન’ સ્વરૂપે અંગદાન કરવાનો સાહસિક અને માનવતાવાદી નિર્ણય લીધો છે.કુલ અંગદાનનો આંકડો 241 અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઉમદા નિર્ણયના પગલે હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો 241 પર પહોંચી ગયો છે, જ્યારે કુલ અંગ-પેશી દાનનો ઐતિહાસિક આંકડો 1035ને પાર થઈ ગયો છે. પરિવારે ઓળખ છૂપી રાખવાની શરતે આપ્યું નવજીવન ઉત્તર ગુજરાતના રહેવાસી એક 31 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગત તા. 27 મે 2026ના રોજ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કરવામાં આવ્યા હતાં. યુવાન વયે સ્વજન ગુમાવવાનું આઘાતજનક દુઃખ હોવા છતાં, અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમના ડૉ. જીનેન પંડ્યા અને ડૉ. ભાવેશ પ્રજાપતિની સમજાવટથી પરિવારે મોટું દિલ રાખ્યું હતું અને પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે, ગુપ્તદાન સ્વરૂપે અંગદાનની મંજૂરી આપી હતી. એક લીવર અને બે કિડનીનું મળ્યું દાન આ અંગદાન દ્વારા બ્રેઈનડેડ મહિલાના શરીરમાંથી એક લીવર અને બે કિડની મળી કુલ 3 મહત્વપૂર્ણ અંગો મેળવવામાં આવ્યા છે. આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં લાંબા સમયથી પ્રત્યારોપણની રાહ જોતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ઐતિહાસિક રેકોર્ડ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે પશ્ચિમ ભારતનું અંગદાનનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થકી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં સફળતા મળી છે. જેમાં 445 કિડની, 215 લીવર, 76 હૃદય, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 06 હાથ, 02 નાનાં આંતરડાં, 194 ચક્ષુ તેમજ 44 ચામડીનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની ભાવુક અપીલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની ભાવુક અપીલ કરવામાં આવી છે કે, અંગદાન એ મહાદાન છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ અને અંગદાતાઓના પરિવારોના સહયોગથી આજે આપણે 1,035 અંગો-પેશીઓ મેળવીને સેંકડો પીડિત દર્દીઓનાં જીવનમાં ઉજાસ પાથરી શક્યા છીએ. આ ઉમદા કાર્ય બદલ અમે તમામ દાતા પરિવારોના સદાય ઋણી રહીશું. આ પણ વાંચો - Gujarat Weather Update: 4 દિવસ સુધી વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Read Full Story arrow_forward
Hyderabad : 1.22 કરોડની રોકડ રકમ જપ્ત, હવાલાના પૈસા લઈ જનાર વ્યક્તિની કરાઈ ધરપકડ
calendar_today May 28, 2026

Hyderabad : 1.22 કરોડની રોકડ રકમ જપ્ત, હવાલાના પૈસા લઈ જનાર વ્યક્તિની કરાઈ ધરપકડ

દેવગીરી એક્સપ્રેસમાં મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલા એક મુસાફર પાસેથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવતા હવાલા રેકેટનો ભાંડાફોડ થયો છે. GRP અને RPFએ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ₹1 કરોડ 22 લાખ 70 હજારની રોકડ જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના મંગળવારે બની હતી. સિકંદરાબાદ રેલવે પોલીસ અને RPFની ટીમ બોલારમ અને મલ્કાજગિરી રેલવે સ્ટેશન વચ્ચે ચેકિંગ અભિયાન ચલાવી રહી હતી. આરોપી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાનો રહેવાસી તે દરમિયાન લગભગ 40 વર્ષનો એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બેગ લઈને જતા જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકીને પૂછપરછ કરતાં આરોપી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું. આરોપીએ જણાવ્યું કે મુંબઈના એક જ્વેલરી વેપારીએ તેને આ રોકડ રકમ સોંપી હતી. તેનું કામ માત્ર એટલું હતું કે તે દેવગિરી એક્સપ્રેસ મારફતે સિકંદરાબાદ પહોંચે અને ત્યાં મોન્ડા માર્કેટ વિસ્તારમાં આવેલા એક જ્વેલરી વેપારીને આ રકમ પહોંચાડે. પોલીસે સમગ્ર રકમ જપ્ત કરી લીધી હતી આ કામ બદલ તેને ₹5 હજાર મળવાના હતા. જોકે પૂછપરછ દરમિયાન આરોપી રોકડ રકમ સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો. ન તો પૈસાનો હિસાબ, ન કોઈ બિલ અને ન જ રોકડના સ્ત્રોત અંગે સંતોષકારક જવાબ આપી શક્યો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર રકમ જપ્ત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં આ મામલો હવાલા કારોબાર સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આ હવાલા નેટવર્ક કેટલા મોટા સ્તરે કાર્યરત હતું. અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી પોલીસ એ પણ તપાસી રહી છે કે જ્વેલરી વેપારની આડમાં કરોડો રૂપિયાની ગેરકાયદેસર હેરફેર થઈ રહી હતી કે નહીં. રેલવે પોલીસે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ટ્રેનો મારફતે હવાલા અને ગેરકાયદેસર કેશ ટ્રાન્સપોર્ટના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સ્ટેશનો અને ટ્રેનોમાં સતત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : NEET પરીક્ષાને લઈને સરકારે કમર કસી, 21 જૂને યોજાનારી પરીક્ષાને લઈ રાજનાથ સિંહના આવાસ પર યોજાઈ બેઠક

Read Full Story arrow_forward