Gir Somnath : વનરાજ પર રોગચાળાનું સંકટ, 20થી વધુ સિંહો પર ડે-નાઈટ મોનિટરિંગ
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં વનરાજ પર ફરી એકવાર રોગચાળાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ગીરમાં સિંહો માટે ઘાતક ગણાતા કેનાઈન ડિસ્ટમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા રોગચાળાના એલર્ટને પગલે વનવિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે અને સમગ્ર વહીવટી તંત્રને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વેરાવળ રેન્જમાં વનવિભાગ દ્વારા 20થી વધુ સિંહોનું ચોવીસ કલાક સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે.વનવિભાગ દ્વારા સઘન નજર ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડથી લઈને મૂળદ્વારકા સુધીના દરિયાકાંઠાના અને રેવન્યુ વિસ્તારમાં વનવિભાગ દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે. સિંહોની સુરક્ષા અને સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે ટ્રેકર્સ અને ફોરેસ્ટ ગાર્ડની ખાસ ટીમોને મેદાનમાં ઉતારી દેવામાં આવી છે, જે દિવસ-રાત સિંહોના લોકેશન અને તેમની હિલચાલ પર વોચ રાખી રહી છે. સિંહો સંપૂર્ણપણે તંદુરસ્ત આ અંગે માહિતી આપતા એસીએફ (ACF) કલસરિયાએ જણાવ્યું હતું કે, "હાલના તબક્કે વેરાવળ રેન્જના તમામ સિંહો સંપૂર્ણપણે તંદુરસ્ત અને સુરક્ષિત છે, નાગરિકોએ ગભરાવાની જરૂર નથી." યુદ્ધસ્તરે આગોતરી કામગીરી જોકે, વનવિભાગ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. વનરાજને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધસ્તરે આગોતરી કામગીરી અને વ્યવસ્થા કરી લેવામાં આવી છે. જો જંગલમાં સહેજ પણ રોગચાળાના લક્ષણો દેખાશે, તો ઈમરજન્સીમાં સિંહોના વેક્સિનેશન (રસીકરણ) માટેની તમામ તૈયારીઓ વનવિભાગે અત્યારથી જ પૂર્ણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગીરમાં આ ઘાતક વાયરસના કારણે અનેક સિંહોના મોત નીપજ્યા હતા, જેથી આ વખતે તંત્ર સહેજ પણ ઢીલાશ મૂકવા મૂડમાં નથી અને સિંહોના રક્ષણ માટે વનકર્મીઓ જંગલ ખૂંદી રહ્યા છે. આ પણ વાંચો----- Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ
Read Full Story arrow_forward