android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં નાગાબાવા અને ભુવાજી બની દાગીના પડાવતી મદારી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
calendar_today May 28, 2026

Ahmedabadમાં નાગાબાવા અને ભુવાજી બની દાગીના પડાવતી મદારી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

લોકોની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને કિંમતી સોના-ચાંદીના દાગીના પડાવી લેતી કુખ્યાત ‘મદારી ગેંગ’ સામે અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં જૂનાગઢના નાગાબાવા અને ભુવાજી તરીકેનો વેશ ધારણ કરી ભોળા લોકોને છેતરતા ગેંગના મુખ્ય સૂત્રધાર સાવનનાથ ઉર્ફે રીશી મદારીને અમદાવાદ એલસીબી ઝોન-7 ની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.સોનાના અસલ દાગીના ઉતારીને આપી દેતાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ શાતિર આરોપી અલગ-અલગ વિસ્તારોમાં ફરીને લોકોને ધાર્મિક વિધિના નામે તેમજ ભય બતાવીને ડરાવતો હતો. લોકો પોતાના પરિવારની સુખાકારી માટે ડરી જતા અને આ નકલી ભુવાજીના કહેવાથી પોતાના શરીર પર પહેરેલા સોનાના અસલ દાગીના ઉતારીને તેને આપી દેતા હતા. ઠગાઈના બે મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયા એલસીબી ઝોન-૭ ની ટીમે સફળ ઓપરેશન પાર પાડીને આરોપી સાવનનાથ પાસેથી રૂપિયા 1 લાખની કિંમતના અસલ સોનાના દાગીના કબજે કર્યા છે. આ ધરપકડની સાથે જ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ઠગાઈના બે મોટા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. 5 જેટલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો પકડાયેલો આરોપી સાવનનાથ ઉર્ફે રીશી મદારી કોઈ સામાન્ય ગઠિયો નથી, પરંતુ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વોન્ટેડ હિસ્ટ્રી ધરાવે છે. પોલીસ રેકોર્ડ મુજબ, તે અમરેલી, ઉના, રાજકોટ ગ્રામ્ય, ગાંધીનગરના ચિલોડા અને સાબરકાંઠાના ઇડર સહિત કુલ 5 જેટલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતો-ફરતો હતો. સાવનનાથની ધરપકડ બાદ હવે રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનો પણ તેની કસ્ટડી મેળવવા તજવીજ હાથ ધરશે. અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવા કોઈ ઢોંગી બાબાઓ કે ભુવાજીની વાતોમાં આવીને અંધશ્રદ્ધાનો ભોગ ન બનવું અને છેતરાયા હોવ તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.આ પણ વાંચો----     Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive

Read Full Story arrow_forward
Veraval: નવાપરા ગામે ખેતરના કુવામાં પડેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ
calendar_today May 28, 2026

Veraval: નવાપરા ગામે ખેતરના કુવામાં પડેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ

વેરાવળ પંથકમાં વન્યપ્રાણીઓ અવારનવાર માનવ વસ્તી તરફ ચઢી આવતા હોય છે, ત્યારે વેરાવળ નજીક આવેલા નવાપરા ગામેથી એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. અહીના એક ખેડૂતના ખેતરમાં ખુલ્લા કુવામાં એક દીપડો ખાબક્યો હોવાની વિગત પ્રકાશમાં આવી હતી. સવારે ખેડૂત પોતાના ખેતરે કામ અર્થે ગયો ત્યારે કુવામાંથી અવાજ આવતા તેણે અંદર જોયું હતું, જ્યાં દીપડો પાણી અને દીવાલ વચ્ચે ફસાયેલો જોવા મળ્યો હતો. ખેડૂતે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સ્થાનિક વન વિભાગને આ અંગે ટેલિફોનિક જાણ કરી હતી.વેરાવળ રેન્જની ટીમનું સચોટ આયોજનદીપડો કુવામાં હોવાના સમાચાર મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની રેસ્ક્યૂ ટીમ જરૂરી સાધનો, દોરડા અને ખાસ પાંજરા સાથે તાત્કાલિક નવાપરા ગામે દોડી આવી હતી. વન વિભાગે જોયું કે કુવામાં પડેલો દીપડો ઘણો નાનો છે, તેની ઉંમર અંદાજે 7 મહિનાથી એક વર્ષની આસપાસ છે. નાની ઉંમરનો હોવાથી દીપડો ગભરાયેલો હતો. વન વિભાગે સ્થાનિક લોકોની ભીડને દૂર કરી કુવામાં સાવચેતીપૂર્વક ખાટલો અથવા પાંજરું ઉતારીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને ટેકનિકલ કુશળતાના કારણે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના કુવામાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો.સારવાર માટે અમરાપુર કેર સેન્ટર ખસેડાયોકુવામાંથી બહાર કાઢ્યા બાદ દીપડાને કોઈ આંતરિક ઈજા થઈ છે કે કેમ અને તે તણાવના કારણે અસ્વસ્થ છે કે નહીં તેની તપાસ કરવા માટે તેને તાત્કાલિક અસરથી 'અમરાપુર એનિમલ કેર સેન્ટર' ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ત્યાં પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ દીપડાની યોગ્ય સારવાર અને મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયા બાદ તેને ફરી કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પુરાતા અને વન વિભાગની સતર્કતાના કારણે તેનો જીવ બચી જતાં વનપ્રેમીઓ અને નવાપરા ગામના સ્થાનિક લોકોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચો: Ahmedabad: સુભાષ બ્રિજના સ્પાન તોડવાની કામગીરીને પગલે નીચેનો માર્ગ અને રિવરફ્રન્ટ રોડ બંધ કરાયો, વૈકલ્પિક રૂટ જાહેર

Read Full Story arrow_forward
Bharuch News: મારી રજૂઆત બાદ પોલીસની ઊંઘ ના ઉડી, આ રેકેટ નર્મદા પોલીસને કેમ ના દેખાયું: મનસુખ વસાવા
calendar_today May 28, 2026

Bharuch News: મારી રજૂઆત બાદ પોલીસની ઊંઘ ના ઉડી, આ રેકેટ નર્મદા પોલીસને કેમ ના દેખાયું: મનસુખ વસાવા

મુંબઈ પોલીસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ધમધમતા આંતરરાજ્ય કરોડો રૂપિયાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પોલીસ આ આખા નેટવર્કથી તદ્દન અજાણ હતી અને મુંબઈ પોલીસે અહીં આવીને દરોડા પાડતા સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.મુંબઈ પોલીસે જ્યારે આ બંને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી ત્યારે ડ્રગ્સ સપ્લાયની ચેઈન સીધી નર્મદા જિલ્લાના વરખડ ગામ સુધી લંબાયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ઘટનાને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતાં. પોલીસની નિષ્ક્રિયતા સામે સરકારે પગલાં લેવા જોઈએ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, હાલમાં જ મેં પત્ર લખીને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ પણ પોલીસની ઊંઘ ઉડી નથી. ડ્રગ્સનું આટલું મોટું રેકેટ નર્મદા પોલીસને કેમ ના દેખાયું. નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. મેં પત્ર લખ્યો તેના એક સપ્તાહમાં જ ફરીથી દારુ અને ડ્રગ્સના ધંધા શરૂ થઈ ગયા છે. પોલીસની નિષ્ક્રિયતા સામે સરકારે પગલાં લેવા જોઈએ. આખા ઓપરેશનની શરૂઆત મુંબઈથી થઈ આ આખા ઓપરેશનની શરૂઆત મુંબઈથી થઈ હતી. મુંબઈ પોલીસની ટીમે બાતમીના આધારે ત્યાંની એક હોટલમાં દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓને દબોચી લીધા હતા. આ શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ખૂબ જ મોટી માત્રામાં કિંમતી ડ્રગ્સ અને નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. મુંબઈ પોલીસે જ્યારે આ બંને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી ત્યારે ડ્રગ્સ સપ્લાયની ચેઈન સીધી ગુજરાતના નર્મદા જિલ્લાના વરખડ ગામ સુધી લંબાયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ પણ વાંચોઃ Ahmedabad : મોટેરામાંથી યુવતીનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ, 3 યુવકો અને 1 મહિલા સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward