android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: 5 લાખ દૂધ ઉત્પાદકોને દૂધ સાગર ડેરીની ભેટ, પ્રતિ કિલો ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારો
calendar_today May 28, 2026

Mehsana News: 5 લાખ દૂધ ઉત્પાદકોને દૂધ સાગર ડેરીની ભેટ, પ્રતિ કિલો ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારો

મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળ દ્વારા મે મહિનાના અંતમાં દૂધ ઉત્પાદકો માટે હિતકારી નિર્ણય લેવાયો હતો.ડેરી ખાતે મળેલી બોર્ડ મીટિંગમાં દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો જાહેર કરી પાંચ લાખથી વધારે દૂધ ઉત્પાદકોને કારમી મોઘવારીના સમયમાં આનંદના સમાચાર આપ્યા હતા.રોજે રોજ કૂદકે અને ભૂસકે વધી રહેલી મોંઘવારી સમયે મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોને દૂધના એક કિલો કેટ રુ.25નો ભાવ વધારો જાહેર કરી દૂધ ઉત્પાદકોને ભેટ આપી હતી. આ ભાવ વધારાને લઈ ડેરીના દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી છવાઈ હતી. ડેરીના હિતમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા આ બોર્ડ મીટિંગમાં ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે વધારાના એસ.એન.એફ.(સોલીડ નોન ફેટ)ના પણ પૈસા ચૂકવવાનો પણ નિર્ણષ લેવાયો હતો.દૂધ સાગર ડેરી હારા દૂધ ઉત્પાદકોના દુધનો નવો ભાવ વધારો 1 જૂનથી અમલી બનાવવામાં આવશે.મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળની મીટિંગ ડેરી હોલ ખાતે મળી હતી.જેમાં દૂધસાગર ડેરીના હિતમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા.તો ડેરીના લાખો દૂધ ઉત્પાદકો માટે પણ અતિ હિતકારી અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સહિત નિયામક મંડળ દ્વારા ડેરીના પાંચ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મે મહિનાના અંતમાં દૂધના ભાવ વધારાની ભેટ આપવામાં આવી હતી. 855 જેટલી રકમ ચુકવવામાં આવશે ડેરીએ દૂધ ઉત્પાદકોને દૂધના એક કિલો ફેટે રૂ.25નો ભાવ વધારો જાહેર કરતા દૂધ ઉત્પાદકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. ઉત્પાદકોએ ભાવ વધારાને લઈ પણ ઉત્સાહ મનાવ્યો હતો.ડેરી સૂત્રોના જણાવ્યા મુજબ 1 જૂનથી નવો ભાવ લાગુ કરી દેવામાં આવશે.દૂધસાગર ડેરીએ તેના પાંચ લાખથી વધારે દૂપ ઉત્પાદકોને પ્રથમ વખત એસ.એન.એક.(સોલીડ નોન કેટ)ના પણ પૈસા ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.જેને કારણે દૂધ ઉત્પાદકોને વાર્ષિક રૂ.100 કરોડથી વધુની રકમ ચૂકવાશે. મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા અગાઉ ઉત્પાદકોને દૂધના કિલો ફેટે રૂ.830નું ચુકવણું કરવામાં આવતું હતુ તેમાં રૂ.25નો ભાવ વધારો જાહેર કરવામાં આવતા પહેલી જૂનથી દૂધ ઉત્પાદકોને દૂધના કિલો ફેટે નવો ભાવ રૂ.855 જેટલી રકમ ચુકવવામાં આવશે.આ પણ વાંચોઃ Gandhinagar News : અસહ્ય ગરમીને લીધે સ્કૂલોમાં ઉનાળું વેકેશન 10 દિવસ લંબાવવાની માગ

Read Full Story arrow_forward
Deesa: ફટાકડા બ્લાસ્ટ કેસમાં કલેક્ટર એક્શન મોડમાં, મામલતદારની ફરિયાદથી ફેક્ટરી માલિકો ફરતે ગાળિયો કસાયો
calendar_today May 28, 2026

Deesa: ફટાકડા બ્લાસ્ટ કેસમાં કલેક્ટર એક્શન મોડમાં, મામલતદારની ફરિયાદથી ફેક્ટરી માલિકો ફરતે ગાળિયો કસાયો

ડીસા શહેરમાં એક વર્ષ પહેલાં બનેલી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની કાળજું કંપાવી દેનારી ઘટના આજે પણ લોકોના મનમાં તાજી છે. આ ભયાનક વિસ્ફોટમાં ૨૨ જેટલા નિર્દોષ પરપ્રાંતીય મજૂરો જીવતા ભુંજાઈ ગયા હતા. આ ચકચારી કેસમાં જવાબદારોને પાઠ ભણાવવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે વહીવટી તંત્ર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. બનાસકાંઠા કલેક્ટરના કડક વલણ અને આદેશ બાદ ડીસા મામલતદાર દ્વારા આ કેસમાં કાયદાનો સકંજો વધુ મજબૂત કરતા વધુ એક નવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ઇન્સ્યોરન્સના નામે મીંડું, શ્રમિકોના જીવ જોખમમાં મુકાયાઆ કેસની ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય તપાસમાં એક ચોંકાવનારો અને અત્યંત ગંભીર ખુલાસો એ થયો છે કે, રહેણાંક અને વ્યાપારી નયમો ધાબે બેસાડીને ચલાવવામાં આવતી આ ફટાકડા ફેક્ટરીનો કોઈ જ વીમો (Insurance) લેવામાં આવ્યો ન હતો. સામાન્ય રીતે આવી જોખમી ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો અને પ્રોપર્ટીનો ઇન્સ્યોરન્સ લેવો કાયદાકીય રીતે ફરજિયાત હોય છે, જેથી કોઈ દુર્ઘટના સમયે વળતર મળી શકે. પરંતુ અહીં માલિકો દ્વારા માત્ર નફો કમાવવાના આશયથી સરકારી નિયમોની સરેઆમ ઐસીતૈસી કરવામાં આવી હતી, જેના કારણે મૃતક શ્રમિકોના પરિવારોને વળતર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.પરિવારો ન્યાય માટે કોર્ટના શરણે, તંત્ર દ્વારા તપાસ તેજબીજી તરફ, આ ભયાનક કૌભાંડ અને બેદરકારી સામે મૃતક ૨૨ મજૂરોના લાચાર પરિવારજનોએ આખરે ન્યાયની આશા સાથે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પરિવારોની માંગ છે કે ગુનેગારોને ફાંસી અથવા આજીવન કેદ જેવી સખત સજા થાય અને તેમને વહેલામાં વહેલી તકે આર્થિક સહાય મળે. કોર્ટની દરમિયાનગીરી અને કલેક્ટરના આદેશ બાદ સ્થાનિક પ્રશાસને ફેક્ટરીના માલિકો, ભાગીદારો અને તેમને ગેરકાયદેસર આશીર્વાદ આપનારા તત્વો સામે તપાસનો દોર અત્યંત તેજ કરી દીધો છે. મામલતદારની આ નવી ફરિયાદથી આગામી દિવસોમાં કેટલાક મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.આ પણ વાંચો: Sabarkantha: ડાકણના વહેમમાં આધેડ મહિલાને મોતને ઘાટ ઉતારાઈ, 12 લોકો સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward
Chhotaudepur: આમરોલી પાસે કેનાલ નજીક રેશનિંગના મીઠાનો મોટો જથ્થો ફેંકી દેવાયો, આદિવાસીઓમાં ભારે આક્રોશ
calendar_today May 28, 2026

Chhotaudepur: આમરોલી પાસે કેનાલ નજીક રેશનિંગના મીઠાનો મોટો જથ્થો ફેંકી દેવાયો, આદિવાસીઓમાં ભારે આક્રોશ

નસવાડી તાલુકામાંથી સરકારી તંત્ર અને પુરવઠા વિભાગની ઘોર બેદરકારી ઉજાગર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. નસવાડીના આમરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ રોડ નજીક સરકારી રેશનિંગની દુકાનોમાં વિતરણ કરવા માટેનું મીઠું ખૂબ જ મોટી માત્રામાં કચરાની જેમ ફેંકી દેવાયેલું જોવા મળ્યું છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી જ્યારે આદિવાસી સમાજના લોકો કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ સરકારી જથ્થા પર તેમની નજર પડતાં મામલો ગરમાયો હતો.એક્સપાયરી ડેટ ન હોવા છતાં શા માટે ફેંકાયું?સ્થાનિક લોકોએ જ્યારે ફેંકી દેવાયેલા મીઠાના પેકેટો અને જથ્થાની બારીકાઈથી તપાસ કરી ત્યારે આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. આ મીઠું કોઈ પણ રીતે બગડેલું નહોતું કે ન તો તેની વાપરવાની સમયમર્યાદા (એક્સપાયરી ડેટ) પૂર્ણ થઈ હતી. મીઠું હાલ પણ માનવ વપરાશમાં લઈ શકાય તેવું તદ્દન શુદ્ધ હોવા છતાં, કયા કારણોસર તેને રેશનકાર્ડ ધારકો સુધી પહોંચાડવાને બદલે અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું તે એક રહસ્ય અને મોટો તપાસનો વિષય બન્યો છે.ભ્રષ્ટાચાર અને કૌભાંડની ગંધગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ગ્રાહકોને સસ્તા અનાજની દુકાનો પરથી નિયત માત્રામાં જ સામગ્રી મળતી હોય છે, ત્યારે આ પ્રકારે મીઠાનો આખો જથ્થો બારોબાર ફેંકી દેવા પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક આદિવાસી અગ્રણીઓનો આક્ષેપ છે કે કાં તો આ જથ્થો ચોપડે ઉધારીને ગ્રાહકોના નામે ખોટો વિતરણ બતાવી દેવાયો છે, અથવા તો ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉનના સંચાલકોની કોઈ મોટી મિલીભગત છે. ગ્રામજનોએ આ મુદ્દે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરીને આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર રેશનિંગ દુકાનદારો કે સરકારી અધિકારીઓ સામે કડક તપાસ કરી ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે.આ પણ વાંચો: Deesa: ફટાકડા બ્લાસ્ટ કેસમાં કલેક્ટર એક્શન મોડમાં, મામલતદારની ફરિયાદથી ફેક્ટરી માલિકો ફરતે ગાળિયો કસાયો

Read Full Story arrow_forward