Rajkot: હેલ્થ કચેરીના ક્લાર્ક પરેશ ચૌહાણ સામે 16.59 લાખના સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ
રાજકોટની તાલુકા હેલ્થ કચેરીમાં સરકારી નાણાંની ઉચાપતનો એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. કચેરીમાં જ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પરેશ ચૌહાણ નામના કર્મચારીએ કાયદાનો જરાપણ ડર રાખ્યા વિના સરકારી તિજોરીને રૂ. ૧૬.૫૯ લાખનો ચૂનો લગાવ્યો છે. સૌથી આશ્ચર્યજનક અને શરમજનક બાબત એ છે કે, આરોપી ક્લાર્કે જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે અથવા જેઓ આ દુનિયામાં હયાત નથી (મૃત્યુ પામ્યા છે), તેમના નામે નકલી બિલ અને એરિયર્સના વાઉચર તૈયાર કર્યા હતા.પોતાના અંગત બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાપ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી પરેશ ચૌહાણ કચેરીમાં બિલિંગ અને એકાઉન્ટની કામગીરી સંભાળતો હોવાથી તે સિસ્ટમની ખામીઓથી વાકેફ હતો. તેણે નિવૃત્ત અને મૃત કર્મચારીઓના નામનો ઉપયોગ કરી ઓફિશિયલ રેકોર્ડ પર ખોટા બિલો મંજૂર કરાવ્યા હતા. આ બિલો પાસ થયા બાદ, નિયમ મુજબ જે તે કર્મચારીના ખાતામાં નાણાં જવાને બદલે, શાતિર ક્લાર્કે હોંશિયારીપૂર્વક તે રકમ પોતાના જ વ્યક્તિગત બેંક ખાતાઓમાં જમા કરાવી દીધી હતી. લાંબા સમયથી ચાલતી આ કાળી કરતૂત પર કોઈનું ધ્યાન ગયું ન હતું.ઓડિટમાં ભ્રષ્ટાચાર પકડાતા કચેરીમાં દોડધામદરમિયાન, સરકારી નિયમ મુજબ હેલ્થ કચેરીના નાણાકીય વ્યવહારોનું વાર્ષિક ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. ઓડિટ ટીમની બારીક તપાસ દરમિયાન કેટલાક એવા કર્મચારીઓના નામે બિલો ચૂકવાયા હોવાનું સામે આવ્યું જેઓ કાં તો નિવૃત્ત હતા અથવા મૃત્યુ પામ્યા હતા. આ બિલો કયા બેંક ખાતામાં ગયા તેની તપાસ કરતાં જ જુનિયર ક્લાર્ક પરેશ ચૌહાણનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું.આ સમગ્ર કૌભાંડની વિગતો બહાર આવતા જ હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. કચેરી વતી તાત્કાલિક રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં જુનિયર ક્લાર્ક પરેશ ચૌહાણ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સરકારી નાણાંની ઉચાપત અને સત્તાનો દુરુપયોગ કરવા બદલ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા અને કૌભાંડની રકમ રિકવર કરવા માટે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Patan: વારાહી હાઈવે પર હોટલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી અનૈતિક દેહવ્યાપારનો કાળો કારોબાર ઝડપી પાડ્યો
Read Full Story arrow_forward