android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: મહુધાના સણાલી વિસ્તારમાં MGVCLની ગંભીર બેદરકારી
calendar_today May 28, 2026

Kheda: મહુધાના સણાલી વિસ્તારમાં MGVCLની ગંભીર બેદરકારી

મહુધા તાલુકાના સણાલી તાબે આવેલા બોરનગર વિસ્તારમાં એમ.જી.વી.સી.એલ.ની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત વર્ષે બસના છાપરે વીજ વાયરો ભરાઈ જતા થાંભલો પડી ગયો હતો.તે સમયે તાત્કાલિક વ્યવસ્થા તરીકે વીજ કર્મચારીઓએ ઝાડ સાથે જીવંત વાયરો બાંધી વિસ્તારમાં લાઈટ અને પાણીની સુવિધા ચાલુ રાખી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા એક વર્ષથી આ જ વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે,જેના કારણે સ્થાનિકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. મહુધા તાલુકાના સણાલી તાબેના બોરનગર વિસ્તારમાં ગતવર્ષે ચોમાસા દરમિયાન વાવાજોડાને કારણે વીજપોલ તૂટી ગયો હતો. જેને કારણે લાઈટો બંધ થઇ ગઈ હતી.માટે વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક લાઈટો ચાલુ કરવા જીવતા વાયરો ઝાડ સાથે બાંધી લાઈટો ચાલુ કરી દીધી હતી. પણ તે વાત ને એક વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં હજી વીજ પોલ લગાવવામાં આવ્યો નથી. જેથી આ મામલે સ્થાનિક અરજદારે મહુધા સ્થિત વિજ કંપનીના જવાબદાર અધિકારીને લેખિત અરજી આપી હતી. પણ અધિકારીઓને કોઈ ફરક નહિ પડતા ત્યારબાદ ફરી રજૂઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. હાલ જીવંત વિજ વાયરો ઝાડની ડાળીઓમાં ખૂંપી ગયા છે અને ચોમાસું નજીક આવતા વરસાદ દરમિયાન શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાના ભયથી સ્થાનિકો ચિંતિત બન્યા છે. ગ્રામજનોમાં એ બાબતે પણ રોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: ગેરકાયદે ઓવરલોડ રેતી ભરી જતાં 22 ડમ્પર ઝડપી લેવાયા
calendar_today May 28, 2026

Dahod: ગેરકાયદે ઓવરલોડ રેતી ભરી જતાં 22 ડમ્પર ઝડપી લેવાયા

દેવગઢબારીઆ શહેરમાંથી છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદે ઓવરલોડ રેતી ભરીને ટ્રકો અને ડમ્પર પસાર થાય છે. જે અંગે ખાણ ખનીજ વિભાગને અનેક રજુઆતો કરવા છતાં આજ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. દરમિયાન આજે શહેરના જાગૃત નાગરિક આગેવાનીમાં આજે જનતા રેઇડ કરાઈ હતી.જેમાં 22 ડમ્પર પકડાતા તંત્રમાં દોડધામ મચી હતી.દેવગઢ બારીઆમાંથી પસાર થતી પાનમ અને ઉજ્જવળ નદી અને તેની આસપાસની નદીઓમાં રાત-દિવસ બેફમ ગેરકાયદે રેતી ખનનનો મોટો પર્દાફશ જનતા રેઇડ દરમ્યાન થયો છે.સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગની મીલીભગત સામે આક્રોશ વ્યક્ત કરતા લોકોએ રાજેશ રાવળની આગેવાનીમાં નદી કિનારે ચાલતા ગેરકાયદે ખનન પર જનતા રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન રેતી ભરેલા આશરે 22 જેટલા હાઇવા ડમ્પરોને ઝડપી પાડયા હતાં. ગ્રામજનોના અનુસાર, તાલુકાની નદીઓમાંથી રોજ કરોડો રૂપિયાની સરકારી સંપત્તિ (રેતી) રોયલ્ટી ચોરી કરી ટ્રકોમાં ભરી લઈ જવાય છે.જે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. આજે જનતા રેઈડ બાદ ખાણ ખનીજ વિભાગને સ્થળ પર પહોંચવા જાણ કરવા છતાં કલાકો સુધી એક પણ અધિકારી ઘટનાસ્થળે ફરક્યો નહોતા. અંતે આ તમામ ડમ્પરોને કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: સત્તાની લાલચમાં માનવતા વીસરાઈ : દિયોદરમાં સગર્ભા મહિલા સદસ્યની પીડાએ લોકશાહીને શરમાવી
calendar_today May 28, 2026

Banaskantha: સત્તાની લાલચમાં માનવતા વીસરાઈ : દિયોદરમાં સગર્ભા મહિલા સદસ્યની પીડાએ લોકશાહીને શરમાવી

દિયોદર : નારી સશક્તિકરણની વાતો કરતી સરકાર સામે ગુરુવારે દિયોદરની ધરતી પર લોકશાહીની પીડાદાયક તસ્વીર સામે આવી છે. ચૂંટણી પ્રક્રિયા માટે એક સગર્ભા મહિલા સદસ્ય દિવસભર પીડાતી રહી છતાં ચૂંટણી અધિકારીનું હૈયું પીગળ્યું નહીં.મળતી વિગતો મુજબ, ડિલિવરીનો સમય નજીક હોવા છતાં એક સગર્ભા મહિલા સદસ્ય લોકશાહી માટે મેદાનમાં ઊભી રહી. શારીરિક પીડા અને માનસિક તણાવ વચ્ચે તેમની હાજરીએ અનેક લોકોને ભાવુક બનાવી દીધા હતા.દિવસભર ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામાએ સૌને ચોંકાવી દીધા. આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. લોકોએ પોતાની વેદના વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો છે કે, શું પ્રક્રિયા અને સત્તા માનવતા કરતા મોટી બની ગઈ છે?. એક સગર્ભા મહિલાની વેદના સામે સત્તાની લાલચ ફીકી પડી ગઈ તેવી ચર્ચા આખો દિવસનગરમાં ચાલતી રહી. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું પ્રક્રિયા માણસ માટે છે કે માણસ પ્રક્રિયા માટે?. શું સત્તા માટે માનવતા નેવે મૂકી દેવાય?. દિયોદરમાં લોકશાહી શરમાઈ, ડિલિવરી નજીક હોય તેવી સગર્ભા મહિલા સદસ્ય ચૂંટણી માટે દિવસભર પીડાતી રહી અને અધિકારીઓનું હૈયું ન પીગળ્યું. સત્તા સામે માનવતાહારી ગઈ!ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward