Panchmahal: ગ્રામજનો દ્વારા રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને રજૂઆતો
શહેરા નગર પાલિકાના વોર્ડ નંબર-5 માં સમાવિષ્ટ ગામોમાં સ્થાનિક રજૂઆતોના ઝડપી નિકાલ અને છેવાડાના નાગરિકો સુધી સુવિધાઓ પહોંચાડવાના આશય સાથે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ પાણી અને રસ્તા સહિતના પાયાના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. જેના પગલે અધ્યક્ષસ્થાનેથી તમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવાની મક્કમ ખાતરી અપાઈ હતી.શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવતા વૉર્ડ નંબર-5 ના ખરેડીયા,મીઠાપુર અને આંકડિયા ગામ ખાતે વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા અને લોકપ્રશ્નો સાંભળવા માટે ધારાસભ્ય જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ વિશેષ ગ્રામસભા યોજાઈ હતી.જેમાં હોદ્દેદારો ગ્રામજનોની વચ્ચે પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સભામાં સીધા લોકસંવાદમાં હાજર રહેલા વૉર્ડ નંબર-5 ના સભ્યો, શહેર ભાજપ પ્રમુખ તેજશ શાહ અને કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી સમક્ષ ઉપસ્થિત ગ્રામજનોએ પીવાના પાણી, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જેને પદાધિકારીઓએ ગંભીરતાપૂર્વક સાંભળી, વિકાસ કાર્યોમાં કોઈ કચાસ રાખવામાં નહીં આવે. રજૂ થયેલા તમામ પ્રશ્નોને પ્રાથમિકતા આપીને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધી વહેલી તકે તેનો કાયમી નિકાલ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward