android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 29 બોલમાં 97 રન ફટકાર્યા
calendar_today May 27, 2026

Gujarat Latest News Live: વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 29 બોલમાં 97 રન ફટકાર્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: હાથ-પગ બાંધેલી હાલતમાં સડેલો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
calendar_today May 27, 2026

Ahmedabad News: હાથ-પગ બાંધેલી હાલતમાં સડેલો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

અમદાવાદ નિકોલ અને બોપલ બાદ હવે શહેરના વટવા વિસ્તારમાંથી હૃદયકંપાવી દેનારી હત્યાની એક ઘટના સામે આવી છે. વટવામાં આવેલા એક ફ્લેટમાંથી હાથ-પગ બાંધેલી અને મોં બંધ કરેલી હાલતમાં એક વ્યક્તિનો સડેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ભયાનકતા જોતા ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હત્યારાઓ ફ્લેટને બહારથી લોક કરીને ફરાર થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.સાંતેજ હોમ્સના ફ્લેટમાંથી આવતી હતી દુર્ગંધ ઘટનાની મળતી વિગતો અનુસાર, વટવા વિસ્તારમાં આવેલા ‘સાંતેજ હોમ્સ’ નામના ફ્લેટના એક બંધ મકાનમાંથી છેલ્લા કેટલાક સમયથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા વટવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જ્યારે બંધ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાથ-પગ બાંધેલી હાલતમાં ડીકમ્પોઝ બોડી મળી ફ્લેટની અંદરથી એક વ્યક્તિની મૃતદેહ મળી આવ્યો હતો, જે સંપૂર્ણપણે ડીકમ્પોઝ (સડી ગયેલી) હાલતમાં હતી. ચોંકાવનારી બાબત એ છે કે, મૃતકના હાથ, પગ અને મોં દોરડા કે કપડા વડે બાંધેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો ક્રૂર હત્યાનો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. તીવ્ર દુર્ગંધ અને મૃતદેહની સ્થિતિ જોતા આ હત્યા 2 થી 3 દિવસ પહેલા કરવામાં આવી હોવાનું અનુમાન છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસની કવાયત હત્યારાઓ ગુનાને અંજામ આપીને ઘરને બહારથી તાળું મારીને રફુચક્કર થઈ ગયા હતા. વટવા પોલીસે હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. મૃતક વ્યક્તિ કોણ છે, તે આ ફ્લેટમાં ભાડે રહેતો હતો કે તેનો માલિક હતો, તે તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે એફએસએલ (FSL) ની મદદ લઈને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ફંગોળવાનું અને શંકાસ્પદોની પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. આ પણ વાંચો - Ahmedabad News: સુભાષ બ્રિજ નીચેનો માર્ગ બંધ કરાયો, જાણો ડાયવર્ઝન

Read Full Story arrow_forward
27 મેના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today May 27, 2026

27 મેના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Ahmedabad : નહેરુનગરમાં નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે જમીન વિવાદમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું2. Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive3. Gandhinagar : એક્શન મોડમાં CM ભૂપેન્દ્ર પટેલ, વિકાસકાર્યોમાં વિલંબ ટાળવા નવી SOP બનાવવા આપ્યો આદેશ4. Ahmedabad : ગુજરાતમાં ઇબોલાની એન્ટ્રીથી ફફડાટ? કોંગોથી વડોદરા આવેલા 37 વર્ષીય બેંકરમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો5. Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે6. Ahmedabad : ઇબોલાનું એલર્ટ, યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં7. Gujarat Weather: રાજ્યમાં 1 જૂન સુધી ભારે પવન સાથે માવઠાની આગાહી, વીજળી પડવાની શક્યતાઓ8. India US Trade Deal : શું આગામી મહિને ફાઈનલ થઈ જશે ટ્રેડ ડીલ? 1થી 4 જૂન સુધી અમેરિકી પ્રતિનિધિમંડળ આવશે ભારત9. Supreme Courtનો ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર મોટો નિર્ણય, 28 ટકા GST લાગુ રહેશે10. ATF Hike : 1 જૂનથી હવાઈ મુસાફરોને મોટો ઝટકો, એર ઈન્ડિયા 22 ટકા તો ઈન્ડિગો 5થી 7 ટકા ફ્લાઈટ ઘટાડશે

Read Full Story arrow_forward