Aravalli New: મેઘરજમાં સગીરા પર લગ્નની લાલચમાં દુષ્કર્મ, બે આરોપીઓની અટકાયત
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી સંબંધોને લજવતી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલ ખડા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે. આ મામલે મેઘરજ પોલીસે ગુનો નોંધીને સગીરાના કુટુંબી કાકા સહિત બે શખ્સોની અટકાયત કરી છે.7 મહિનામાં 2 વખત ભગાડી ગયાનો ખુલાસો ઘટનાની મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાને છેલ્લા સાત મહિનામાં બંને આરોપીઓ અલગ-અલગ સમયે બે વાર ભગાડી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ સગીરાને લગ્નની લાલચ આપી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, આરોપીઓએ પીડિતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આબરૂ જવાના ડરથી ફરિયાદમાં વિલંબ થયો પરિવારજનોના જણાવ્યા અનુસાર, સમાજમાં આબરૂ જવાની બીક અને આરોપીઓ તરફથી મળતી ધમકીઓના કારણે તેઓ શરૂઆતમાં ભારે ડરી ગયા હતા. આ જ કારણે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. જોકે, આખરે પરિવારે હિંમત કરી ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. કુટુંબી કાકા જ નીકળ્યો હવસખોર, પોક્સો હેઠળ ગુનો દાખલ આ મામલે ઈસરી પોલીસે સગીરાને આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવીને હેમખેમ પરિવારને સોંપી હતી. ત્યારબાદ મેઘરજ પોલીસે આ મામલાની ગંભીરતાને જોઈને આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ઘૃણાસ્પદ ગુનામાં બે આરોપીઓ મેહુલસિંહ ખોખર અને અન્ય આરોપીની અટકાયત કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, પકડાયેલો આરોપીમાંથી એક આરોપી સગીરાનો કુટુંબી કાકા થતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Aravalli News: બાયડ પોલીસે અલવા કંપા પાસેથી સામાનની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો
Read Full Story arrow_forward