android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
IAFને મળશે 5મી પેઢીનું સ્ટેલ્થ ફાઈટર જેટ, 3 કંપનીઓને મોકલાયા પ્રપોઝલ
calendar_today May 27, 2026

IAFને મળશે 5મી પેઢીનું સ્ટેલ્થ ફાઈટર જેટ, 3 કંપનીઓને મોકલાયા પ્રપોઝલ

ભારતના સૌથી મહત્વાકાંક્ષી સ્વદેશી ફાઈટર જેટ પ્રોજેક્ટ એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ને રક્ષા મંત્રાલયે નવી ગતિ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ 5મી પેઢીના સ્ટેલ્થ ફાઈટર જેટના વિકાસ માટે ત્રણ પસંદ કરેલી કંપનીઓને રિક્વેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP) જાહેર કરવામાં આવ્યું છે. આ પગલું ભારતને આધુનિક ફાઈટર વિમાન બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.પ્લેનને પકડવા માટે દુશ્મનનું રડાર પણ નહીં કરે કામ આ પ્રોજેક્ટ ભારતનું પહેલું સ્વદેશી ટ્વિન એન્જિન 5મી પેઢીનું મલ્ટીરોલ સ્ટેલ્થ ફાઈટર જેટ હશે, જે દુશ્મનના રડારથી સરળતાથી પકડાઈ નહીં શકે. તેની ડિઝાઈન એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા DRDO હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ વિમાન ભારતીય વાયુસેના (IAF)ના જૂના ફાઇટર જેટને બદલશે અને હવાઈ પ્રભુત્વ વધારવામાં મદદ કરશે. તેમાં સ્ટેલ્થ ટેકનોલોજી, એડવાન્સ્ડ એવિઓનિક્સ, સેન્સર ફ્યુઝન અને નેટવર્ક-સેન્ટ્રિક વોરફેર જેવી આધુનિક સુવિધાઓ હશે. આ ત્રણ કંપનીઓને મળ્યું RFP લાર્સન એન્ડ ટૂબ્રો–ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (L&T-BEL) કન્સોર્શિયમ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ ભારત ફોર્જ–BEML કન્સોર્શિયમ આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ પગલું આમાંથી એક કંપનીની પસંદગી કરવામાં આવશે, જે ADA અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે મળીને પ્રોટોટાઇપ તૈયાર કરશે અને બાદમાં મોટા પાયે ઉત્પાદન કરશે. યોજનાનુસાર, AMCAને 2030ના શરૂઆતના વર્ષોમાં વાયુસેનામાં સામેલ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ સફળ થાય તો ભારત અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની શ્રેણીમાં સામેલ થશે. આ પ્રોજેક્ટ “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઇન્ડિયા” માટે મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતની રક્ષા ક્ષમતા અને એરોસ્પેસ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જશે. આ પણ વાંચો : India US Trade Deal : શું આગામી મહિને ફાઈનલ થઈ જશે ટ્રેડ ડીલ? 1થી 4 જૂન સુધી અમેરિકી પ્રતિનિધિમંડળ આવશે ભારત

Read Full Story arrow_forward
Valsad News: ઉમરગામમાં કળિયુગી માતાની ક્રૂરતા, 3 માસૂમ બાળકોની કરી હત્યા
calendar_today May 27, 2026

Valsad News: ઉમરગામમાં કળિયુગી માતાની ક્રૂરતા, 3 માસૂમ બાળકોની કરી હત્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામે એક માતાએ પોતાના જ ત્રણ માસૂમ બાળકોની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોબાઈલમાં પરપુરૂષ સાથેના પ્રેમ સંબંધના પુરાવા પકડાઈ ગયા બાદ પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું પરિણામ આ ભયાનક ત્રિપલ મર્ડરમાં પરિણમ્યું છે.મોબાઈલ ચેટિંગ અને ફોટાએ ખોલી પોલ ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલી કરમબેલી ગામે રહેતા પિતા સંજય અને માતા નિશા વચ્ચે ગત રાત્રે ઉગ્ર ઝઘડો થયો હતો. સંજયને તેની પત્ની નિશાના મોબાઈલમાંથી તેના પ્રેમીના ફોટા અને અન્ય વાંધાજનક ચેટિંગના પુરાવા મળી આવ્યા હતા. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની પોલ ખુલી જતા બંને વચ્ચે ઘરકંકાસ શરૂ થયો હતો અને બાબત વણસી ગઈ હતી. આવેશમાં આવીને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા પતિ સાથેના ઝઘડા બાદ આવેશમાં આવી ગયેલી કળિયુગી માતા નિશાએ તમામ મર્યાદાઓ ઓળંગી નાખી હતી. તેણે પોતાના જ લોહી સમાન ત્રણ માસૂમ બાળકોની નિર્મમ હત્યા કરી નાખી હતી. જે માતા બાળકોની રક્ષક ગણાય, તે જ ભક્ષક બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પતિએ નોંધાવી ફરિયાદ, સરીગામ પોલીસ એક્શનમાં આ લોહિયાળ ઘટના બાદ પિતા સંજયે પોતાની પત્ની નિશા વિરૂદ્ધ સરીગામ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પતિની ફરિયાદના આધારે સરીગામ પોલીસે હત્યારી માતા વિરૂદ્ધ ગુનો નોંધીને તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને આ ચકચારી મામલે આગળની ઘાતકી વિગતો મેળવવા વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Valsadમાં કાળજું કંપાવતી ઘટના, કળિયુગી માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો

Read Full Story arrow_forward
Ahmedabad : નહેરુનગરમાં નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે જમીન વિવાદમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું
calendar_today May 27, 2026

Ahmedabad : નહેરુનગરમાં નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે જમીન વિવાદમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક સળગતી ઘટના સામે આવી છે. અમદાવાદના પોશ ગણાતા નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ તંત્રના પૂર્વ ઉચ્ચ અધિકારી એટલે કે નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે આ ફાયરિંગ કર્યું હોવાની આશંકા સામે આવી છે.જમીન વિવાદને કારણે મામલો બિચક્યો મળતી પ્રાથમિક વિગતો મુજબ, કોઈ જૂના જમીન વિવાદને કારણે મામલો બિચક્યો હતો. ઉશ્કેરાટમાં આવીને નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે પોતાની બંદૂકમાંથી એક પછી એક એમ કુલ 5 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરી દીધું હોવાની શંકા છે. રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ  રહેણાંક વિસ્તારમાં અચાનક ગોળીઓ છૂટવાના અવાજથી સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અંધાધૂંધ ફાયરિંગમાં કોઈ ગોળી કોઈને વાગી ન હતી, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. પોલીસ પહોંચી ઘટનાની જાણ થતાં જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.આ પણ વાંચો-----     Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે

Read Full Story arrow_forward