Valsad News: ધરમપુરમાં ‘રાજ ઉપહાર ગૃહ’ વિવાદ વકર્યો, 100થી વધુ મહિલાઓનો પગાર મુદ્દે વિરોધ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ જાણીતા 'રાજ ઉપહાર ગૃહ'માં મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં છેલ્લા 15 વર્ષ જેટલા લાંબા સમયથી રોજગારી મેળવતી આદિવાસી અને સ્થાનિક મહિલાઓએ આર્થિક અન્યાય અને શોષણ સામે આંદોલનનો બ્યુગલ ફૂંક્યો છે. યોગ્ય પગાર ન મળવાને કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરી આવી છે.15 વર્ષની સેવા છતાં યોગ્ય પગાર નહીં! મળતી વિગતો મુજબ, રાજ ઉપહાર ગૃહમાં કુલ 300 જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે. જોકે, છેલ્લા 15 વર્ષથી પ્રામાણિકતાથી કામ કરવા છતાં તેમને પૂરતો અને યોગ્ય પગાર આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવીને 300માંથી 100થી વધુ મહિલાઓ એકજૂથ થઈને વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. બે દિવસથી ધરણા પર બેઠી મહિલાઓ પોતાના હક અને અધિકાર માટે આ મહિલાઓ છેલ્લા બે દિવસથી સતત ધરણા પર બેસીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી રહી છે. મહિલાઓનું કહેવું છે કે, મોંઘવારીના આ સમયમાં તેમને આપવામાં આવતું મહેનતાણું ખૂબ જ ઓછું છે, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધારાસભ્ય અનંત પટેલ અને કલ્પેશ પટેલ વહારે આવ્યા મહિલાઓના આ આંદોલનની ગૂંજ ગાંધીનગર સુધી પહોંચે તેવા એંધાણ છે, કારણ કે વાંસદાના લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલ અને અપક્ષ તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ પીડિત મહિલાઓની વહારે આવ્યા છે. તેમણે રૂબરૂ મુલાકાત લઈને મહિલાઓની રજૂઆતો સાંભળી હતી અને આ લડતમાં તેમની સાથે હોવાની ખાતરી આપી હતી. ઉગ્ર આંદોલનની ચીમકી ધરણા પર બેઠેલી મહિલાઓ અને આગેવાનોએ વહીવટી તંત્ર તેમજ સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં મહિલાઓની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે અને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન છેડવામાં આવશે. આ પણ વાંચો - Valsadમાં કાળજું કંપાવતી ઘટના, કળિયુગી માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો
Read Full Story arrow_forward