android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamilnaduના મુખ્યપ્રધાન બન્યા બાદ થલાપતિ વિજયે PM મોદી સાથે કરી પ્રથમ વખત મુલાકાત
calendar_today May 27, 2026

Tamilnaduના મુખ્યપ્રધાન બન્યા બાદ થલાપતિ વિજયે PM મોદી સાથે કરી પ્રથમ વખત મુલાકાત

તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજય પોતાનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યના વિકાસ અને કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિવિધ માગણીઓ અંગે ચર્ચા કરી. 25 મિનિટ સુધી બેઠક યોજાઈ વિજય દિલ્હી પહોંચ્યા બાદ સૌથી પહેલા સેન્ટ્રલ દિલ્હી સ્થિત તમિલનાડુ હાઉસ ગયા હતા. ત્યારબાદ તેઓ સાંજે નક્કી કરેલા સમયે PM મોદીને મળવા માટે ગયા હતા. બંને વચ્ચે આશરે 25 મિનિટ સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જોકે આ ચર્ચાના સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. PM મોદીએ અગાઉ વિજયને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને કેન્દ્ર સરકાર તમિલનાડુના વિકાસ માટે સાથે મળીને કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. ફિલ્મ સ્ટારથી રાજકારણ સુધીની સફર જોશેફ વિજયે માત્ર બે વર્ષ પહેલા પોતાની રાજકીય પાર્ટી TVK સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તાજેતરના ચૂંટણી પરિણામોમાં તેમને સફળતા મળી હતી અને તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમના નિર્ણયોથી રાજ્યમાં સતત ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં તેમણે તમિલ ફિલ્મ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેમાં 70 વર્ષ પછી થિયેટરોમાં દિવસે 5 શો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. હવે તેમની દિલ્હી મુલાકાત પર સૌની નજર છે કે તેઓ કેન્દ્ર સરકાર પાસેથી તમિલનાડુ માટે શું મહત્વપૂર્ણ સહાય મેળવીને પાછા ફરે છે. આ પણ વાંચો : ATF Hike : 1 જૂનથી હવાઈ મુસાફરોને મોટો ઝટકો, એર ઈન્ડિયા 22 ટકા તો ઈન્ડિગો 5થી 7 ટકા ફ્લાઈટ ઘટાડશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  ગુજરાતમાં ઇબોલાનો શંકાસ્પદ કેસ નોંધાયો, કોંગોના 37 વર્ષીય વ્યક્તિને ક્વોરેન્ટાઇન કરાયા
calendar_today May 27, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ઇબોલાનો શંકાસ્પદ કેસ નોંધાયો, કોંગોના 37 વર્ષીય વ્યક્તિને ક્વોરેન્ટાઇન કરાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : ગુજરાતમાં ઇબોલાની એન્ટ્રીથી ફફડાટ? કોંગોથી વડોદરા આવેલા 37 વર્ષીય બેંકરમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો
calendar_today May 27, 2026

Ahmedabad : ગુજરાતમાં ઇબોલાની એન્ટ્રીથી ફફડાટ? કોંગોથી વડોદરા આવેલા 37 વર્ષીય બેંકરમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો

વિશ્વભરમાં ભારે આતંક મચાવનારા ખતરનાક ઇબોલા વાયરસને લઈને ગુજરાતમાં પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે. આફ્રિકાના કોંગો દેશથી આવેલા એક 37 વર્ષીય નાગરિક, જે વ્યવસાયે બેંકર છે, તેમને ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં આઇસોલેટ કરીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.ગુજરાતના વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા મળતી વિગતો મુજબ, આ દર્દી કોંગોથી ફ્લાઇટ દ્વારા મુંબઈ થઈને ગુજરાતના વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર હેલ્થ સ્ક્રીનીંગ દરમિયાન તેમનામાં ઇબોલા વાયરસના મુખ્ય લક્ષણ સમાન અત્યંત તીવ્ર તાવ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર તબીબી ટીમને શંકાસ્પદ લક્ષણો જણાતા જ કોઈપણ પ્રકારની બેદરકારી રાખ્યા વગર દર્દીને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સરકારે તૈયાર કરેલા વિશેષ ઇબોલા કેર વોર્ડમાં તેમની સારવાર અને દેખરેખ શરૂ કરવામાં આવી છે. પ્રથમ સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ રાહતના સમાચાર એ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા દર્દીના પ્રથમ સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, વાયરસની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જોખમ લેવામાં આવ્યું નથી. દર્દીને હજુ પણ સખત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને પ્રોટોકોલ મુજબ કન્ફર્મેશન માટે વધુ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ કેસ સામે આવ્યા બાદ રાજ્યભરના એરપોર્ટ્સ પર વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ વધુ કડક કરી દેવાયું છે. આ પણ વાંચો----     Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે

Read Full Story arrow_forward