Rajkot News: માંડા ડુંગર પાસેથી ચોરાયેલી રિક્ષા સાથે બે શખ્સ ઝડપાયા
રાજકોટ શહેરમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે ચોરાઉ રિક્ષા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. માંડા ડુંગર વિસ્તારમાંથી ચોરાયેલી રિક્ષા સાથે બે શખ્સો કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેથી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.રણુજા મંદિર પાસે પોલીસની વોચ ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે એક ઓટો રિક્ષાની ચોરી થઈ હતી. આ બાબતે આજી ડેમ પોલીસ તપાસ ચલાવી રહી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચોરાયેલી રિક્ષા સાથે બે શખ્સો કોઠારીયા રણુજા મંદિર પાસેથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ રિક્ષા નીકળતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. બે શખ્સોની ધરપકડ પોલીસે રિક્ષામાં સવાર બે શખ્સોની પૂછપરછ કરતા અને રિક્ષાના કાગળો માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા રિક્ષા ચોરાઉ હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ મામલે અશોક ઉધરેજા અને વિજય સિંઘવની ધરપકડ કરી લેવામાં આવી છે. ચોરીના ઘણા ભેદ ઉકેલાશેઆજી ડેમ પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આ બે શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે, આ શખ્સોએ અન્ય વાહન ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલા હોઈ શકે છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. આ બે આરોપીઓની ધરપકડ થતા ચોરીના ઘણા ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. આ પણ વાંચો - Rajkot : બાબા બાગેશ્વરની કથા પહેલા જ વિવાદના મંડાણ, કથાના નામે પ્રપંચ ચાલતો હોવાનો આરોપ
Read Full Story arrow_forward