android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: અંજારમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર રેડ, 11 આરોપીઓ ઝડપાયા
calendar_today May 27, 2026

Kutch News: અંજારમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર રેડ, 11 આરોપીઓ ઝડપાયા

કચ્છ જિલ્લાના અંજારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરતા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો છે. અંજારના સિનુગ્રા વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં લાખોની રોકડ અને વાહનો સહિત કુલ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સિનુગ્રાના સાહલ ફાર્મમાં ચાલતો હતો ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, અંજાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સિનુગ્રા સાહલ ફાર્મમાં આવેલી ભીમજી વાલજીભાઈ વાણીયાની વાડીમાં મોટા પાયે જુગાર ક્લબ ધમધમી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે રેડ કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થળ પરથી પોલીસે 11 જેટલા આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. 77.32 લાખનો મુદ્દામાલ કબજે પોલીસની આ કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં રોકડ રકમ, 14 નંગ મોબાઈલ ફોન, 4 વાહન (લક્ઝરી કાર/બાઈક) અને અન્ય જુગારનું સાહિત્યનો સમાવેશ થાય છે. પોલીસે કુલ મળીને પોલીસે રૂ. 77.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગાર સાથે દારૂ પણ મળ્યો રેડ દરમિયાન માત્ર જુગાર જ નહીં, પરંતુ એક આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે જુગારધારાની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ 11 આરોપીઓની અટકાયત કરી છે. અંજાર પોલીસ દ્વારા આ મામલે અત્યારે વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે કે, આ ક્લબ કેટલા સમયથી ચાલતી હતી અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આ પણ વાંચો - Kutch News: ખાવડા RE પાર્ક રોડ પર પવનચક્કીના ટ્રેલર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત

Read Full Story arrow_forward
Ahmedabad : ઓસિયા મોલ અને એશિયા હાઇપરમાર્ટ વિવાદમાં, રૂ. 50 કરોડની ચૂકવણી અટકાવાતા કાનૂની ઘેરાવો
calendar_today May 27, 2026

Ahmedabad : ઓસિયા મોલ અને એશિયા હાઇપરમાર્ટ વિવાદમાં, રૂ. 50 કરોડની ચૂકવણી અટકાવાતા કાનૂની ઘેરાવો

અમદાવાદના જાણીતા ઓસિયા મોલ અને એશિયા હાઇપરમાર્ટ હવે એક ગંભીર નાણાકીય વિવાદના સકંજામાં સપડાયા છે. મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા સામે અનેક સપ્લાયર્સ દ્વારા મોટાપાયે આર્થિક ગેરરીતિ અને પેમેન્ટ ન ચૂકવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.50 કરોડ રૂપિયાથી વધુની રકમની ચૂકવણી બાકી  ભોગ બનનાર વેપારીઓ અને સપ્લાયર્સનો દાવો છે કે નિયમ મુજબ માલ સપ્લાય કરી દીધો હોવા છતાં, આશરે 50 કરોડ રૂપિયાથી વધુની જંગી રકમની ચૂકવણી લાંબા સમયથી અટકાવી રાખવામાં આવી છે. પોતાની કાયદેસરની રકમ મેળવવા માટે વેપારીઓ હવે મોલની ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે. વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ હેઠળ મૂકવામાં આવ્યું આ આર્થિક વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરતાં હવે એશિયા હાઇપરમાર્ટ સામે કાનૂની ગાળિયો મજબૂત થયો છે, અને આ હાઇપરમાર્ટને વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ હેઠળ મૂકવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ટર્નઓવર અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઓળખાતા હાઇપર માર્ટ સામે આ પ્રકારની નાદારી અને આર્થિક સંકટની પ્રક્રિયા શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યભરના વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ફસાયેલા અનેક નાના-મોટા સપ્લાયર્સ હવે પોતાની મૂડી પાછી મેળવવા માટે એકત્રિત થઈને કાયદાકીય કાર્યવાહીનો આશરો લઈ રહ્યા છે.આ પણ વાંચો-----     Baba Bageshwar Controversy: નાગપુરના પડકારથી લઈને 4 બાળકોના નિવેદન સુધી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા વિવાદાસ્પદ કિસ્સાઓ

Read Full Story arrow_forward
Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે
calendar_today May 27, 2026

Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે

અમદાવાદના ચકચારી અને કાળજું કંપાવી દેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને સુપ્રીમ કોર્ટમાંથી સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યરાત્રિએ લક્ઝુરિયસ જેગુઆર કાર બેફામ દોડાવીને નિર્દોષ 9 લોકોનો ભોગ લેનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ હવે જેલની બહાર આવશે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે લાંબી કાનૂની લડત બાદ આજે તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરી દીધા છે.તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચઢાવી ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટોળે વળેલા લોકો પર તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચઢાવી દીધી હતી, જેમાં પોલીસકર્મીઓ સહિત 9 આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તથ્ય પટેલ સાબરમતી જેલમાં બંધ હતો. ન્યાયને લઈને ચર્ચાઓ જાગી ગુજરાત હાઈકોર્ટમાંથી અગાઉ ઘણી વખત જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આરોપી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. હવે પોણા ત્રણ વર્ષ જેટલા લાંબા સમય બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપતાં તથ્ય પટેલ જેલમુક્ત થશે. આ ચુકાદાને પગલે અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારોમાં ફરી એકવાર ન્યાયને લઈને ચર્ચાઓ જાગી છે.29 જેટલા મહત્વના સાક્ષીઓની તપાસ પૂર્ણ ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે, જેના પગલે તે લગભગ પોણા ત્રણ વર્ષ બાદ સાબરમતી જેલમાંથી બહાર આવશે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં તથ્ય પટેલના વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી કે કેસના કુલ 191 સાક્ષીઓ પૈકી અકસ્માત નજરે જોનારા આશરે 29 જેટલા મહત્વના સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીના સાક્ષીઓની તપાસ હજુ બાકી છે. તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન સસ્પેન્ડ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાક્ષીઓ તપાસવા માટે ખાસ સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. જો કે, જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તથ્ય પટેલ સામાન્ય જીવન જીવી શકશે નહીં. અમદાવાદ ટ્રાફિક પોલીસની કડક ભલામણના આધારે સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ કાયમી પ્રતિબંધના કારણે તથ્ય પટેલ હવે ભારતમાં કાયદેસર રીતે ક્યારેય કોઈ પણ વાહન ચલાવી શકશે નહીં.7 જ દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોલીસે ઘટનાના માત્ર 7 જ દિવસમાં 1684 પાનાની કાયદાકીય કલમોથી સજ્જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં તથ્ય સામે IPC ની કલમ 279, 337, 338, 304, 308 સહિત મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તથ્ય સામે સૌથી ગંભીર ગણાતી IPCની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) લગાવવામાં આવી છે, જેમાં દોષિત ઠરવા પર મહત્તમ 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે. આ પણ વાંચો----     Baba Bageshwar Controversy: નાગપુરના પડકારથી લઈને 4 બાળકોના નિવેદન સુધી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા વિવાદાસ્પદ કિસ્સાઓ

Read Full Story arrow_forward