Kutch News: શિણાય સીમમાંથી 9200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયું
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ઇંધણના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંજાર તાલુકાના શિણાય સીમ વિસ્તારમાં પોલીસે રેડ કરીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી લીધો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટેન્કરમાં છુપાવ્યો હતો 9200 લીટર જથ્થો ઘટનાની મળતી વિગતો અનુસાર, પૂર્વ કચ્છ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, શિણાય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે રેડ કરી એક ટેન્કરને આંતર્યું હતું. તપાસ દરમિયાન ટેન્કરમાંથી કોઈ પણ પ્રકારના પાસ કે પરમિટ વગરનો 9200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ (પેટ્રોલિયમ પદાર્થ) નો જથ્થો મળી આવ્યો હતો. રૂ. 10.86 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આ રેડ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 7.36 લાખની કિંમતનું 9200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતું ટેન્કર પણ જપ્ત કર્યું છે. પોલીસે બાયોડીઝલ અને ટેન્કર સહિત કુલ રૂ. 10.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક શખ્સની ધરપકડ, BNS હેઠળ ગુનો દાખલ આ ગેરકાયદેસર કાળા કારોબારના કૌભાંડમાં પોલીસે સ્થળ પરથી હરેશભાઈ હરજાણી નામના શખ્સની ધરપકડ કરી છે. આ મામલે આદિપુર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ બાયોડીઝલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો. આ પણ વાંચો - Kutch News: અંજારમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર રેડ, 11 આરોપીઓ ઝડપાયા
Read Full Story arrow_forward