android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ચૂંટણી પંચે તેની સત્તાનો ઉપયોગ કર્યો, તેની પ્રક્રિયામાં કોઈ ખામી નથી
calendar_today May 27, 2026

Gujarat Latest News Live : SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ચૂંટણી પંચે તેની સત્તાનો ઉપયોગ કર્યો, તેની પ્રક્રિયામાં કોઈ ખામી નથી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot : બાબા બાગેશ્વરની કથા પહેલા જ વિવાદના મંડાણ, કથાના નામે પ્રપંચ ચાલતો હોવાનો આરોપ
calendar_today May 27, 2026

Rajkot : બાબા બાગેશ્વરની કથા પહેલા જ વિવાદના મંડાણ, કથાના નામે પ્રપંચ ચાલતો હોવાનો આરોપ

રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાય તે પહેલા જ મોટો વિવાદ ગરમાયો છે. શહેરમાં કથાના આયોજનને લઈને અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કથાના નામે થતા પ્રપંચ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.ધર્મના ઓઠા હેઠળ થતા ધતિંગ અને અંધશ્રદ્ધા સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા બાદ પુરુષોત્તમ પીપળિયાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કથિત ઢોંગ અને અંધશ્રદ્ધા પર આકરા પ્રહારો કર્યા છે. પીપળિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "હું પોતે ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતો માણસ છું. મેં ક્યારેય સનાતન ધર્મ કે કથાનો વિરોધ કર્યો નથી. મેં પોતે પણ અનેક ધાર્મિક કથાઓમાં ભાગ લીધો છે અને મંદિર નિર્માણના કાર્યોમાં મોટું યોગદાન આપ્યું છે. પરંતુ મારો વિરોધ ધર્મના ઓઠા હેઠળ થતા ધતિંગ અને અંધશ્રદ્ધા સામે છે." AI ના યુગમાં આવા ધતિંગોના ચાલે તેમણે બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પર નિશાન સાધતા ઉમેર્યું કે, કથાના નામે દરબાર ભરવા અને ચિઠ્ઠીઓ કાઢીને લોકોના ભૂત-ભવિષ્ય બતાવવાનો દાવો કરવો એ લોકોને ગેરમાર્ગે દોરવાનું મોટું પ્રપંચ છે. આજના આધુનિક વિજ્ઞાન અને AI ના યુગમાં આવા ધતિંગો ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં. ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ થવું જોઈએ. રાજકોટમાં ભારે ચર્ચા રાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પહેલા જ આ પ્રકારનો વિરોધ સામે આવતા હવે સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. એકતરફ બાબાના ભક્તો આ આયોજનને સફળ બનાવવા તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધા સામે ઉઠેલો આ અવાજ કથાના આયોજન પર કેવા પ્રત્યાઘાતો પાડે છે તે જોવું રહ્યું. આ પણ વાંચો-----     Ahmedabad : સિંહાસન મળતા જ મોટો ધડાકો, નવા મેયર હિતેશ બારોટે એવો નિર્ણય લીધો કે આખું ગુજરાત જોતું રહી ગયું

Read Full Story arrow_forward
Valsadમાં કાળજું કંપાવતી ઘટના, કળિયુગી માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો
calendar_today May 27, 2026

Valsadમાં કાળજું કંપાવતી ઘટના, કળિયુગી માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો

વલસાડ જિલ્લાના ઉમરગામમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જનેતા જ પોતાના સંતાનોની કાળ બની હોય તેમ, અકળ કારણોસર પોતાના ત્રણ માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. બાળકોની ઘાતકી હત્યા કર્યા બાદ માતાએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.માતાને હોસ્પિટલમાં ખસેડાઇ મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઉમરગામના એક પરિવારમાં ઘરેલુ કંકાસ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય માસૂમ બાળકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યારે ગંભીર હાલતમાં માતાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. સમગ્ર મામલે સાસુએ કર્યા વહુ પર ગંભીર આક્ષેપ આ સમગ્ર ઘટના અંગે મૃતક બાળકોની સાસુએ પોતાની વહુ પર અત્યંત ગંભીર અને સળગતા આક્ષેપો કર્યા છે. સાસુએ રડતા અવાજે મીડિયા અને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, "મારી વહુએ જ મારા ઘરના ત્રણેય દીવડાઓને બુઝાવી દીધા છે. વહુએ જ નિર્દયતાપૂર્વક ત્રણેય માસૂમ બાળકોની હત્યા કરી નાખી છે " પોલીસે તપાસ શરુ કરી એક જ ઘરમાંથી એકસાથે ત્રણ માસૂમના મોત થતાં આખા ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. માતાએ આખરે કયા કારણોસર પોતાના જ વ્હાલસોયા બાળકોની બલી ચડાવી દીધી? સાસુ અને વહુ વચ્ચે કોઈ મોટો ઝઘડો હતો કે પછી આની પાછળ કોઈ અન્ય રહસ્ય છુપાયેલું છે? તે તમામ દિશામાં પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો----     Ahmedabad : સિંહાસન મળતા જ મોટો ધડાકો, નવા મેયર હિતેશ બારોટે એવો નિર્ણય લીધો કે આખું ગુજરાત જોતું રહી ગયું

Read Full Story arrow_forward