android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : મિત્ર પાસે મોબાઈલ માગવાના મુદ્દે યુવકનું કારમાં અપહરણ કરી ઢોર માર માર્યો, નિર્વસ્ત્ર કરી નગ્ન વીડિયો ઉતારતા ખળભળાટ
calendar_today May 27, 2026

Vadodara : મિત્ર પાસે મોબાઈલ માગવાના મુદ્દે યુવકનું કારમાં અપહરણ કરી ઢોર માર માર્યો, નિર્વસ્ત્ર કરી નગ્ન વીડિયો ઉતારતા ખળભળાટ

સંસ્કારી નગરી વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ગુનાહિત ઘટના સામે આવી છે. અહીં માત્ર પોતાના મિત્ર પાસે રાખેલો મોબાઈલ ફોન પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં 20 વર્ષીય યુવકનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. એટલું જ નહીં, અપહરણકારોએ યુવકને ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાનો અને તેની લાચારીનો નગ્ન વીડિયો ઉતાર્યો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.મિત્રને આપેલો મોબાઈલ ફોન પાછો માંગ્યો મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવકે તેના મિત્રને આપેલો મોબાઈલ ફોન પાછો માંગ્યો હતો. આ વાતનો ખાર રાખીને કેટલાક શખ્સો સનફાર્મા વિસ્તારમાંથી યુવકને પરાણે કારમાં બેસાડીને અજ્ઞાત સ્થળે ઉપાડી ગયા હતા. અપહરણ કરી માર માર્યો અપહરણ દરમિયાન આરોપીઓએ યુવકને બેરહેમીથી માર માર્યો હતો અને અમાનવીયતાની તમામ હદો પાર કરતા તેને નિર્વસ્ત્ર કરી તેનો નગ્ન વીડિયો શૂટ કરી લીધો હતો. આ કૃત્ય બાદ નરાધમોએ યુવકને જો કોઈને પણ આ વિશે જાણ કરશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપીને રસ્તા પર છોડી દીધો હતો. બે દિવસ સુધી પોતાના ઘરે પણ ન ગયો આ ભયાનક ઘટનાથી યુવક એટલો હચમચી ગયો હતો અને ડરી ગયો હતો કે તે બે દિવસ સુધી પોતાના ઘરે પણ ન ગયો અને એક અન્ય મિત્રના ઘરે છુપાઈને રહ્યો હતો. આખરે હિંમત ભેગી કરીને તેણે પોતાના પરિવારજનોને આ આપવીતી જણાવી હતી. અટલાદરા પોલીસે તપાસ શરુ કરી આખી ઘટનાની જાણ થતાં જ પરિવારે તાત્કાલિક વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. યુવકની ફરિયાદના આધારે અટલાદરા પોલીસે અપહરણ, ધાક-ધમકી અને આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે અને ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લગાડી છે.આ પણ વાંચો-----     Rajkot : બાબા બાગેશ્વરની કથા પહેલા જ વિવાદના મંડાણ, કથાના નામે પ્રપંચ ચાલતો હોવાનો આરોપ

Read Full Story arrow_forward
Blue Drumમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, એક હાથ પર ખાસ નામ અને બીજા પર બનેલું હતું દિલ!
calendar_today May 27, 2026

Blue Drumમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, એક હાથ પર ખાસ નામ અને બીજા પર બનેલું હતું દિલ!

પટિયાલાની રેલવે કોલોનીમાં એક વાદળી ડ્રમમાં યુવતીનો મૃતદેહ મળવાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. મૃતકની ઓળખ થઈ શકી નહોતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈને રાજેન્દ્રા હોસ્પિટલના પીએમ રૂમ (મોર્ચરી) માં સુરક્ષિત રખાવી દીધી છે. થાણા અર્બન એસ્ટેટમાં શંકાસ્પદ ડ્રમ મળતાં વિસ્તારમાં ચકચાર થાણા અર્બન એસ્ટેટના આ મામલાના તપાસ અધિકારી એએસઆઈ (ASI) ગુરવિન્દર સિંહે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આજે સવારે એક ફોન કોલ દ્વારા પોલીસને માહિતી મળી હતી. DCW પુલ પાસે કચરાના ઢગલા પર એક વાદળી રંગનું ડ્રમ પડ્યું હતું. તેમાં કોઈ મૃતદેહ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ટીમે ડ્રમમાંથી મૃતદેહને બહાર કાઢી. આ મૃતદેહ 15 થી 20 વર્ષની છોકરીની હતી. જે પછી ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને જરૂરી પુરાવા એકઠા કર્યા. પોલીસે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.ઓળખ માટેના પ્રયાસો એએસઆઈ ગુરવિન્દર સિંહે જણાવ્યું કે હાલમાં આ અજાણી છોકરી વિશે કોઈ નક્કર માહિતી મળી શકી નથી. પોલીસ યુવતીની ઓળખ નક્કી કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આસપાસના વિસ્તારોમાં લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ગુમશુદાની રિપોર્ટ પણ તપાસવાનું શરૂ કરી દીધું છે. આશા છે કે ટૂંક સમયમાં જ ઓળખ થઈ જશે. શરીર પર નિશાન મૃતકના શરીર પર કેટલાક ખાસ નિશાન મળી આવ્યા છે, જે ઓળખ કરવામાં મદદરૂપ થઈ શકે છે. છોકરીના એક હાથ પર નેહા નામનું ટેટૂ સ્પષ્ટ રીતે બનેલું છે. બીજા હાથ પર દિલનું નિશાન પણ જોવા મળ્યું છે. તેના ચહેરા પર હળવી ઇજાના નિશાન પણ મળ્યા છે. પોલીસ આ નિશાનોના આધારે પણ તપાસ આગળ ધપાવી રહી છે. આ પણ વાંચો-Vintage Music : દીકરાની યાદમાં લખાયું હતું આ આઇકોનિક ગીત, લોકો આજે પણ સમજે છે લવ સોન્ગ

Read Full Story arrow_forward
West Bengal border: બંગાળ સરહદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઘરવાપસી વચ્ચે પરિવાર વિખેરાયો
calendar_today May 27, 2026

West Bengal border: બંગાળ સરહદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઘરવાપસી વચ્ચે પરિવાર વિખેરાયો

દેશભરમાં જ્યારે બકરી ઈદની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે,ત્યારે પશ્ચિમ બંગાળમાં એક મોટો સરહદી પ્રવાહ જોવા મળી રહ્યો છે.રાજ્યના અનેક સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના મોટા જૂથો એકઠા થઈ રહ્યા છે.સરકારની કડક કાર્યવાહીના ડરથી આ લોકો હવે સ્વેચ્છાએ પોતાના વતન બાંગ્લાદેશ પાછા ફરી રહ્યા છે. કાયદાના ડરથી મકાનમાલિકોએ ઘર ખાલી કરાવ્યા સરહદ પર પોતાના વતનની વાટ જોઈને બેઠેલી એક બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ રોઝીના બીબીએ પોતાનો ડર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે સાત વર્ષ પહેલાં મારા પતિ સૈદુલની કેન્સરની સારવાર માટે ભારત આવ્યા હતા. સારવાર લાંબી ચાલતા અમે અહીં ગેરકાયદેસર રીતે રોકાઈ ગયા. પરંતુ હવે નવા કાનૂની આદેશો અને સરકારી કાર્યવાહીના ડરથી અમારા મકાનમાલિકે તાજેતરમાં જ ઘર ખાલી કરવા કહી દીધું. હવે અમારી પાસે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી." હવે ઓળખ કરીને બહાર કરાશે : દિલીપ ઘોષ આ સમગ્ર મુદ્દે પશ્ચિમ બંગાળના મંત્રી દિલીપ ઘોષે કડક વલણ અપનાવતા કહ્યું કે, "બાંગ્લાદેશીઓ અહીં કેમ રહે? તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે ચલાવવામાં આવતી દરેક કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓનો ગેરકાયદેસર લાભ લઈ રહ્યા છે. તેમને ખોટી રીતે નાગરિકતા, મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડ આપીને અહીં માત્ર વોટબેંક તરીકે વાપરવામાં આવ્યા હતા. ગૃહમંત્રીએ પહેલા જ જાહેરાત કરી છે કે આવા લોકોની ઓળખ કરીને તેમને પાછા મોકલવામાં આવશે. તેઓ સ્વેચ્છાએ જતા રહે તો સારું, નહીંતર સરકારે કડક પગલાં લેવા પડશે. હકીમપુર ચેકપોઇન્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો મંગળવારે સવારે ઉત્તર 24 પરગણાના બશીરહાટ સબડિવિઝનમાં આવેલી હકીમપુર ચેકપોઇન્ટ પર સો કરતાં વધુ બાંગ્લાદેશી પુરુષો અને સ્ત્રીઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા એકઠા થયા હતા.અહીં પોતાના બે બાળકો સાથે બેઠેલી 36 વર્ષીય સબીના ખાતુનની વાર્તા હૃદયદ્રાવક છે. વર્ષો પહેલા દલાલોની મદદથી ગેરકાયદે ભારતમાં પ્રવેશેલી સબીનાએ એક ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા હતા અને આરજી કાર હોસ્પિટલમાં બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ નવો કાયદો તેના પરિવાર માટે આફત બન્યો છે. તેનો પતિ ભારતીય હોવાથી તે સાથે આવી શકે તેમ નથી, જ્યારે સબીનાએ બાળકો સાથે બાંગ્લાદેશ જવું પડી રહ્યું છે. સબીનાએ આંસુ સાથે પૂછ્યું, "મારો પરિવાર સતખીરામાં છે, પણ મને ખબર નથી કે અમે ફરી ક્યારે મળીશું. શું મારા બાળકો ક્યારેય તેમના પિતાને ફરી જોઈ શકશે?ઘૂસણખોરી વિરોધી અભિયાન આગામી દિવસોમાં વધુ કડક બનશે બંગાળની સરહદી ચોકીઓ પાસે સતત ભીડ વધી રહી છે અને સુરક્ષા દળોની દેખરેખ હેઠળ હોલ્ડિંગ સેન્ટરો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળનું ઘૂસણખોરી વિરોધી અભિયાન હવે અત્યંત કડક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે, અને આગામી અઠવાડિયામાં વધુ ઓળખ તપાસ, અટકાયત અને દેશનિકાલ (Deportation) ની પ્રક્રિયા તેજ બને તેવી પૂરેપૂરી સંભાવના છે. આ પણ વાંચો - Blue Drumમાંથી મળી યુવતીની લાશ, એક હાથ પર ખાસ નામ અને બીજા પર બનેલું હતું દિલ!

Read Full Story arrow_forward